પાકિસ્તાને વ્લોગરે ત્રણ રશિયન છોકરીઓને પૂછ્યો એક સવાલ, મળ્યો એવો જવાબ કે આબરૂના ધજાગરા થઈ ગયાં

Rudra
By Rudra 3 Min Read

Russian Girls Viral Video: સોશિયલ મીડિયા પર રોજ અવનવા વીડિયો સામે આવતા હોય છે, આવો જ એક મજેદાર વીડિયો હાલ ટ્વીટર પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો એટલો રમૂજી છે કે, તેને જોતા જ તમે હસી હસીને લોટ પોટ થઈ જશો. આ વીડિયો એક પાકિસ્તાની વ્લોગરનો છે, જે રોડ પર ત્રણ રશિયન છોકરીઓને એક મજેદાર સવાલ પૂછે છે અને જે જવાબ સાંભળવા મળ્યો, એ જાણીને પાકિસ્તાની વ્લોગરનું રિએક્શન જોવા જેવું હતુ.

વીડિયોમાં એક પાકિસ્તાની વ્લૉગર છોકરીઓને પૂછે છે, “જો તમને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ—આ ત્રણ દેશમાંથી કોઈ એક દેશના છોકરાં સાથે લગ્ન કરવા પડે… તો તમે કોને પસંદ કરશો?”
સવાલ પૂરો થતા જ, એક સેકન્ડ પણ વિચાર્યા વગર ત્રણેય છોકરીઓ એકસાથે બોલી પડે છે — ભારત
જવાબ સાંભળતા જ પાકિસ્તાની વ્લૉગર પોતે જ ચોંકી જાય છે, હસતાં કેમેરાની તરફ જુએ છે અને મજાકમાં કહે છે,
“હું પાકિસ્તાનમાંથી છું… પાકિસ્તાન અને બાંગ્લાદેશના ભાઈઓ, નારાજ ન થવું.”

છોકરીઓનું સ્મિત અને તેમની નિર્દોષતા—બન્ને મળીને આખા વિડિયોને ખૂબ જ ફની બનાવી દે છે.

વીડિયોમાં છોકરીઓ ઈશારામાં કહે છે કે તેમને ભારતીય છોકરાઓ સારાં, કાઈન્ડ અને કલ્ચર્ડ લાગે છે. તેમનો આ સહજ જવાબ બતાવે છે કે ભારતીય સંસ્કૃતિ, લોકોની પર્સનાલિટી અને બોલિવૂડનો ગ્લોબલ પ્રભાવ હવે માત્ર મજાક નથી, પરંતુ વાસ્તવિક ટ્રેન્ડ બની ગયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ વિડિયો @NewsAlgebraIND નામના અકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.


શા માટે વાયરલ થયો આ વિડિયો?

* વ્લૉગર ત્રણ રશિયન છોકરીઓ સાથે હળવી મસ્તીભરી વાતચીત કરે છે.
* સવાલ પૂરો થતાં જ ત્રણેય છોકરીઓ રોકાયા વગર બોલે છે—ભારત
* વ્લૉગરનો ચોંકી જવાની ક્ષણ વિડિયાનો સૌથી મજેદાર ભાગ છે.
* છોકરીઓનો ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનું સકારાત્મક વલણ.
* કોમેન્ટ્સ સેકશનમાં ભારતીય યુઝર્સે દિલખોલીને મઝા લીધી.

ઈન્ડિયા–રશિયા કનેક્શનનો નવો એંગલ

પાછલા થોડા વર્ષોમાં રશિયન ક્રિએટર્સનો ભારતીય સંગીત, બોલિવૂડ, યોગા અને ભારતીય ખોરાક પ્રત્યેનો પ્રેમ ઘણો વધ્યો છે. આ વિડિયો તેને જ દર્શાવતો વધુ એક ઉદાહરણ છે—જ્યાં મિત્રતા અને સાંસ્કૃતિક જોડાણે એક સરળ વાતચીતને લાખો વ્યૂઝ અપાવી દીધા.

Share This Article