By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Wednesday, Nov 26, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Search
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
Newsલાઈફ સ્ટાઇલ

છીંક આવે ત્યારે આંખો કેમ બંધ થઈ જાય છે? મોટા ભાગના લોકો નહીં જાણતા હોય સાચું કારણ

Rudra
Last updated: November 26, 2025 11:30 AM
By Rudra 3 Min Read
Share
SHARE
chhink 2
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, છીંકતી વખતે આંખો બંધ કેમ થઈ જાય છે? આ માત્ર એક ટેવ નથી, પરંતુ શરીરનું રહસ્યમય રિફ્લેક્સ છે. જેની પાછળ ખૂબ જ રસપ્રદ વૈજ્ઞાનિક કારણ છૂપાયેલું છે. લોકોનું એવું માનવું છે કે, આંખો ખુલી રહી જાય તો કીકીઓ બહાર નીકળી શકે છે, પરંતુ શું હકીકતમાં એવું હોય છે? આ કુદરતી ક્રિયા પાછળ કઈ કઈ નાડીઓ કામ કરે છે અને આ પ્રક્રિયા આપણને કયા જોખમથી બચાવે છે, આવો જાણીએ.
chhink 5
છીંક આવવી માનવ શરીરની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. જ્યારે નાક અથવા શ્વાસતંત્રમાં કોઈ બાહ્ય કણ, ધૂળ, એલર્જન અથવા બેક્ટેરિયા પ્રવેશે છે ત્યારે શરીર તેને બહાર કાઢવા માટે અચાનક દબાણ બનાવે છે અને નાક-મુખ દ્વારા હવાને જોરદાર રીતે બહાર કાઢે છે. તેને જ sneeze reflex કહેવાય છે. પરંતુ આ રિફ્લેક્સ દરમિયાન સૌથી ધ્યાન ખેંચતી વસ્તુ છે — છીંક આવે ત્યારે આંખો આપમેળે બંધ થઈ જવી. ખાસ વાત એ છે કે બાળક હોય કે વૃદ્ધ, સૌમાં આ પ્રક્રિયા એકસરખી જોવા મળે છે.
chhink 4
ઘણા વર્ષોથી એક માન્યતા છે કે છીંક આવે ત્યારે આંખો ખુલ્લી રાખીએ તો દબાણને કારણે આંખની કીકીઓ બહાર આવી શકે છે. જોકે વૈજ્ઞાનિકોએ આ દાવાને ખોટો ઠેરવ્યો છે. આવું ક્યારેય બને છે તેવું કોઈ પુરાવા મળ્યા નથી. છીંક દરમિયાન આંખો બંધ થવી એક સ્વાભાવિક રક્ષણાત્મક પ્રક્રિયા છે, કોઈ જોખમકારક સ્થિતિ નથી.
chhink 1
આ પાછળનું સાચું કારણ વધુ તર્કસંગત અને વૈજ્ઞાનિક છે. છીંક સમયે મોઢામાંથી લાખો માઇક્રોબ્સ, બેક્ટેરિયા અને હવામાં રહેલા નાના-મોટા કણો બહાર નીકળે છે. જો આંખો ખુલ્લી હોય તો એ કણો સીધા આંખના સંવેદનશીલ ભાગોમાં જઈ શકે છે. તેથી શરીર આપમેળે આંખો બંધ કરી દે છે જેથી આંખોને સંક્રમણથી બચાવી શકાય. આ protective reflex છે, જે આપણને સંભવિત બીમારીઓથી બચાવે છે.
chhink
વિશેષજ્ઞો કહે છે કે છીંક વખતે આંખો બંધ થવાનું મુખ્ય કારણ છે ટ્રાઈજેમિનલ નસ. આ નસ ચહેરો, આંખ, નાક, મોં અને જડબાને નિયંત્રિત કરે છે. જ્યારે નાકમાં કોઈ ચીડ ઉભી થાય છે અને મગજ છીંક આવવાનો આદેશ આપે છે, ત્યારે આ સંદેશ ટ્રાઈજેમિનલ નસ સુધી પહોંચે છે. ત્યાર બાદ નસ પોતાની રક્ષણાત્મક સિસ્ટમ સક્રિય કરે છે અને આંખોની પેશીઓને તરત જ બંધ કરી દે છે. આ રિફ્લેક્સ એટલું ઝડપી હોય છે કે તેને રોકવું લગભગ અશક્ય છે.
chhink 6
છીંકને જબદસ્તીથી રોકવાનો પ્રયાસ શરીર માટે હાનિકારક થઈ શકે છે. આમ કરવાથી નાક, કાન અને આંખોમાં અનાવશ્યક દબાણ પડે છે અને કેટલીક પરિસ્થિતિમાં રક્તવાહિનીઓને પણ નુકસાન પહોંચી શકે છે. તેથી નિષ્ણાતો કહે છે કે છીંકને હંમેશા સ્વાભાવિક રીતે આવવા દેવી જોઈએ.

 

TAGGED:Health newssneeze
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article army આર્મીની તૈયારી કરતા ઉમેદવારોને મોજ પડી જાય એવા સમાચાર, ભારતીય સેના દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

November 25, 2025

રાજકોટમાં હત્યા કરાયેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Murder 1
Crime News
Untitled design

તબાહીનું વર્ષ હશે 2026, બાબા વેંગાની ધ્રૂજાવી નાખે એવી આગાહી, પરગ્રહવાસી કરશે પૃથ્વી પર હુમલો!

adalaj vav

ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા અડાલજની વાવ ખાતે અદ્દભુત ‘વોટર ફેસ્ટિવલ’નું આયોજન કરાયું

Vietjet aircraft 1

વિયેતજેટ દ્વારા ભારતીય મુસાફરો માટે સૌથી મોટુ “Thank Yourself” ફેસ્ટીવ સેલનો પ્રારંભ કરાયો

weather cold

આગામી દિવસોમાં કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ, હવામાન વિભાગે કરી આગાહી

girnar

ગુજરાતના યુવક – યુવતીઓ માટે ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે

army

આર્મીની તૈયારી કરતા ઉમેદવારોને મોજ પડી જાય એવા સમાચાર, ભારતીય સેના દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

drem foundetion

સાયબર અવેરનેસ પ્રોગ્રામ: ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો

You Might Also Like

cahaya
ગુજરાતબિઝનેસ

કેડિલા ફાર્માસ્યુટિકલ્સે કહાયા ટર્મરિક ક્રીમ કરી લોન્ચ, બેજાન ત્વચાને બનાવશે ફ્રેશ અને યુવાન

3 Min Read
oil
બિઝનેસ

“પામ તેલનું અનાવરણ: વિજ્ઞાન, સમાજ, નવીનતા, ટકાઉપણું અને આગળ વધવાનો માર્ગ” વિષય પર સેમીનારનું આયોજન કરાયું

3 Min Read
Bookflix launched at Adani International School in the inspiring presence of Sudha Murthy
કળા અને સાહિત્યગુજરાતવડોદરાસોશિયલ યુથસ્થાનિક સમાચાર

સુધા મૂર્તિની પ્રેરક હાજરીમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બુકફ્લિક્સનો આરંભ

5 Min Read
WhatsApp Image 2025 11 25 at 1.57.58 PM
બિઝનેસભારતસ્ટાર્ટ અપ

Talentwale.com એ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે ભારતનું પ્રથમ જોબ ભરતી પ્લેટફોર્મ લોન્ચ કર્યું

4 Min Read
smashan
ભારત

માણસના મોતના 24 કલાક પછી મડદાં સાથે શું શું થયા છે? સ્મશાનના કર્મચારીની વાત સાંભળીને ધ્રૂજી જશો

3 Min Read
nim karoli baba
News

બાબા નીમ કરોલી મહારાજના 125માં પ્રકટોત્સવ નિમિત્તે શ્રી સંકટમોચન મહાવીર મંદિરે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું

4 Min Read
MSME 1
ગુજરાત

પંજાબ નેશનલ બેન્ક દ્વારા MSMEના વિકાસને પ્રોત્સાહન આપવા મેગા આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું

2 Min Read
amd 10
ગુજરાત

રુમેટોલોજી એસોસિએશન ગુજરાતે ચિકિત્સકો અને તાલીમાર્થી ડોકટરો માટે સંધિવા વિકાર પર શૈક્ષણિક બેઠકનું આયોજન કર્યું

2 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Lost your password?