વિવાહ પંચમીના અવસર પર પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યા ઝળહળી રહી છે. એક બાજુ ભગવાન રામના વિવાહનો ઉત્સવ છે, જ્યારે આજે અભિજિત મુહૂર્તમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધ્વજારોહણની તૈયારી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં ધર્મ ધ્વજા સ્થાપના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થઈ રહ્યાં છે. તે આજે મંગળવારે અયોધ્યાની મુલાકાત કરશે અને શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ભગવા ધ્વજ ફરકાવશે. જાણકારી અનુસાર પીએમ મોદી ધાર્મિક ધ્વજા ફરકાવીને હિન્દુ અનુષ્ઠાન સંપન્ન કરશે. શાસ્ત્રીય પરંપરામાં ધ્વજ આરોહણને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક માનવામાં આવ્યું છે. એવામાં આવો જાણીએ છીએ કે, પીએમ મોદી અયોધ્યાના રામ મંદિરના શિખર પર જે ધ્વજા ફરકાવશે તેની ખાસિયત શું છે.
અયોધ્યાના ભગવા ધ્વજની ખાસિયત
PMO તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, અયોધ્યામાં રામ મંદિરના શિખર પર જે ભગવો ધ્વજ લહેરાવવામાં આવશે, તે સમકોણ ત્રિભુજાકાર છે. આ ધ્વજની ઊંચાઈ 10 ફુટ અને લંબાઈ 20 ફુટની છે. ધ્વજના એક દીપ્તિમાન સૂર્યની તસવીર છે, જે ભગવાન રામના તેજ અને વીરતાનું પ્રતીક છે. ધ્વજ ઉપર ‘ॐ’ અંકિત છે અને કોવિદાર વૃક્ષની તસવીર પણ છે. PMOએ કહ્યું છે કે, પવિત્ર ભગવા ધ્વજ ગરિમા, એકતા અને સાંસ્કૃતિક નિરંતરતાનો સંદેશ આપશે અને રાજ રાજ્યના આદર્શોનું પ્રતીક હશે. વિશેષ ભગવા ધ્વજ પેરાશૂટ ફેબ્રિક અને રેશમી દોરાથી બનેલું છે અને તેને 161 ફૂટ ઊંચા શિખર પર 52 ફૂટ ઊંચા સ્તંભ પર લગાવવામાં આવશે. વાલ્મીકી રામાયણનું વર્ણનથી પ્રેરિત આ ત્રિકોણીય ધ્વજ ભગવાન રામની દિવ્યતા, શક્તિ અને સાશ્વતનુ પ્રતીક હશે.
