બાલ્કનની નાસ્ત્રેદમસના નામે જાણીતી બાબા વેંગાની ભવિષ્યવાણી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ વખતે આવનારું 2026નું વર્ષ ચિંતાનો વિષય બન્યું છે. બાબા વેંગાએ 2026 માટે ઘણી એવી ભવિષ્યવાણીઓ કરી છે, જે તેના પર વિશ્વાસ કરતા લોકોને ફફડાવી શકે છે. વેંગાએ વર્ષ 2026માં વિશ્વ યુદ્ધ જેવી સ્થિત બનવા અને ભારે તબાહી સર્જાવાની ચેતવણી આપી છે. AIની વધતી તાકાત દુનિયા માટે બને અને એલિયનના હુમલાના સંકેત પણ વેંગાએ આપ્યા છે.
1911માં જન્મેલી બાબા વેંગાને દ્વિતીય વિશ્વ યુદ્ધ વિશે ભવિષ્યવાણી કરવાથી પ્રસિદ્ધિ મળી હતી. દાવો કરવામાં આવે છે કે, બીજા વિશ્વ યુદ્ધ માટે કહેવામાં આવેલી ઘણી વાતો સાચી સાબિત થઈ હતી. બાબા વેંગાનું વર્ષ 1996માં નિધન થયું હતુ. પોતાના જીવનકાળમાં તેણે આવનારા ઘણાં વર્ષો માટે ભવિષ્યવાણી કરી. આ ભવિષ્યવાણીઓ આજે દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે.
બાબા વેંગાએ ચેતવણી આપી હતી કે, વર્ષ 2026માં મોટી પ્રાકૃતિક આપત્તિઓ આવશે. આ કુદરતી આફતોમાં ભૂકંપ, જ્વાળામુખી ફાટવા અને ગંભીર ક્લાઇમેટ ચેન્જની ભવિષ્યવાણીઓ સામેલ છે. આ તબાહીઓ દુનિયાના અલગ અલગ ભાગમાં આવી શકે છે. તેનું કહેવું હતુ કે, ધરતીના સાત થી આઠ ભાગની જમીન પર તેની અસર પડી શકે છે.
બાબા વેંગાએ વર્ષ 2026માં વર્લ્ડ વોર 3 શરૂ થવાની ભવિષ્યવાણી પણ કરી. આ વર્ષ માટે તેણે દુનિયાની સૌથી મોટો તાકતો વચ્ચે તણાવની ભવિષ્યવાણી પણ કરી હતી, જે અંતે ગ્લોબલ વોરમાં પરિવર્તિત થઈ શકે છે. રશિયા અને અમેરિકા વચ્ચે સીધા ટકરાવની સાથે સાથે તાઇવાન પર કબ્જો કરવાની ચીનની સંભવિત કોશિશ સાથે તેને જોડી શકાય છે.
બાબા વેંગાની ભવિષ્યવાણીથી સંકેત મળે છે કે, 2026 વર્ષ ઘણી એવી ઘટનાઓ ઘટશે જેના પર માનવજાતિના હિતમાં નહીં હોય. વેંગાએ ચેતવણી આપી કે AI માણસના કન્ટ્રોલથી બહાર થઈ શકે છે. તે માણસના મગજ પર હાવી થઈને મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
એલિયન પૃથ્વી પર હુમલો કરે એ અંગે પણ વેંગાએ ભવિષ્યવાણી કરી હતી. તેની ભવિષ્યવાણીઓ અનુસાર, એલિયન્સનો પૃથ્વી સાથે પહેલો કોન્ટેક્ટ નવેમ્બર 2026માં થઈ શકે છે. તેણે એક મોટો સ્પેસક્રાફ્ટનું પૃથ્વીના વાતાવરણમાં આવવાની વાત કરી. જેના કારણે વેંગાની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરતા લોકોમાં ભયની લહેર દોડી ગઈ છે.
વેંગાની ભવિષ્યવાણી એટલા માટે પણ લોકોને ડરાવી રહી છે, કેમ કે તેણે કરેલી કેટલીક ભવિષ્યવાણી સચોટ રીતે સાબિત થઈ છે. તેમાં રાજકુમારી ડાયનાનું મોત અને 9/11નો હુમલો વગેરે સામેલ છે. હાલ જ્યારે દુનિયા પર ઘણાં સંકટો છે, ત્યારે વેંગાની ભવિષ્યવાણીઓ ચિંતાની વિષય બની છે. તેની ભવિષ્યવાણીઓમાં હકીકત છે કે, નહીં તે તો આગામી સમય જ જણાવશે, પરંતુ તેની વાતો ભવિષ્ય અને રહસ્યો પર વિચાર કરતા લોકોનું ધ્યાન જરૂર ખેંચે છે.
