આગામી દિવસોમાં કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ, હવામાન વિભાગે કરી આગાહી

Rudra
By Rudra 2 Min Read

બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પ્રવર્તમાન છે. શનિવારથી હવામાન બદલાશે જેના કારણે બંગાળની ખાડીના આ પ્રદેશમાં જ લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે ગુજરાત સહિત પાંચ રાજ્યના ઘણા ભાગોમાં વધતી ઠંડીની અસર દેખાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ.

ભારતીય હવામાન વિભાગના અહેવાલ મુજબ, રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 5.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને પૂર્વી રાજસ્થાન માટે કોલ્ડ વેવની ચેતવણી જાહેર કરી છે. ઉત્તરપૂર્વ ચોમાસા, જેને પીછેહઠ કરતા ચોમાસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની દક્ષિણ ભારત પર બહુ ઓછી અસર પડી છે. જોકે, હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, આ સિઝનના વરસાદના અભાવને આગામી અઠવાડિયામાં ફરીથી ભરી શકાય છે. કારણ કે, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં રચાયેલા લો પ્રેશરના કારણે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે. દરમિયાન, 25 નવેમ્બર સુધી તમિલનાડુ, કેરળ અને માહે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદની આગાહી છે. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે, વધતી ઠંડીની અસરો હાલમાં પાંચ રાજ્યોમાં સૌથી વધુ અનુભવાઈ રહી છે. ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને મધ્યપ્રદેશ સહિત પૂર્વી રાજસ્થાન.

હવામાન વિભાગે ગુરુવાર, 20 નવેમ્બરના રોજ પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં મધ્યમથી ગંભીર શીત લહેરની સ્થિતિ માટે ચેતવણી જાહેર કરી છે. આગામી 24 કલાક દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વી મધ્યપ્રદેશ અને તેલંગાણાના અલગ અલગ ભાગોમાં શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ બુધવારે આપેલી માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત આખા ગુજરાતમાં તથા દીવ, દમણ અને દાદરા નગર-હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું છે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે ઓછું રહ્યું છે. બાકીના ભાગોમાં સામાન્ય તાપમાન રહ્યું છે. આ સાથે આગામી દિવસોમાં વરસાદની કોઈ સંભાવના નથી. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે.

 

Share This Article