સિતેરના દાયકાની ટોપ એક્ટ્રેસ જીનત અમાનનું ફિલ્મી કરિયર જેટલું શાનદાર હતુ, તેની ખાનગી જિંદગી એટલી જ દુ:ખ ભર્યું રહ્યું. પડદા પર તેણે બોલ્ડનેસ, આત્મવિશ્વાસ અને ગ્લેમરનો નવો સમય શરૂ કર્યો, પરંતુ લગ્ન પછી તે ખુશીઓ નહીં પણ તકલીફો મળી. તેને બે વાર જિંદગીએ બે વાત તક આપી. પરંતુ તેના હાથમાં માત્ર નિરાશા હાથ લાગી. પહેલા પતિ સાથે સંબંધમાં સતત તણાવ અને મારપીટે તેની જિંદગીને દુઃખોથી ભરી દીધી. ફિલ્મોમાં સફળતાના શિખર પહ રહેનાર જીનત અમાને પોતાના લગ્નમાં એ દુ:ખ સહન કર્યું, જેનું નિશાન તેની યાદોમાં આજે ફણ તાજુ છે. ગ્લેમર એક્ટ્રેસ જીનત અમાન 19 નવેમ્બરે પોતાનું 74મો જન્મ દિવસ ઉજવી રહી છે.
સંજય ખાને ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે 1980માં એક પાર્ટીમાં તેમણે જિનત અમાનને સારેઆમ મારી હતી. આ વાત તેમણે પોતાની બાયોગ્રાફી ‘દ બિગ મિસ્ટેઇક્સ ઑફ માય લાઇફ’માં પણ લખી છે. તે સમય દરમિયાન જિનત અને સંજય ખાનનો અફેર બી-ટાઉનમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું. એવી સમાચાર પણ હતી કે બંનેએ ફિલ્મ ‘અબ્દુલ્લા’ના શુટિંગ દરમ્યાન ગુપચુપ રીતે લગ્ન પણ કર્યા હતા. સંજય ખાને સ્વીકાર્યું હતું કે તેઓ શોર્ટ-ટેમ્પર વાળા વ્યક્તિ હતા અને એ કારણસર તેઓ ઘણી વખત જિનત સાથે મારપીટ કરતા.
3 નવેમ્બર 1979ના રોજ મુંબઈના હોટેલ તાજમાં થયેલી એક પાર્ટી દરમિયાન સંજય ખાને જિનતની બધા સામે જ ભારે પિટાઈ કરી હતી. ગુસ્સામાં તેમણે એટલું માર્યું કે તેમનો જબડું તૂટી ગયું હતું. ઓપરેશન પછી તેમનો જૉ-લાઇન તો ઠીક થઈ ગયો, પરંતુ તેમની જમણી આંખ હંમેશા માટે બગડી ગઈ. હંગામો ત્યારે મચ્યો, જ્યારે સંજય ખાનની પત્ની ઝરીનને તેમના ગેરકાયદેસર સંબંધ વિશે ખબર પડી. આ પછી જિનત અને સંજયનો સંબંધ હંમેશ માટે તૂટી ગયો.
જિનત અમાને 11 ઓક્ટોબર 1985ના રોજ અભિનેતા મજર ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા જ સમયમાં બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા. તેમને બે પુત્રો — જહાન અને અજાન — થયા, પરંતુ ઝઘડા અટકવાના નામ જ લેતા નહોતા. થોડાં વર્ષોમાં જ મજર ખાનને કિડનીમાં ઇન્ફેક્શન થયું, અને તેઓ સતત બીમાર રહેવા લાગ્યા. અંતે 1998માં કિડની ફેલ થવાને કારણે તેમનું અવસાન થયું. જિનતએ તલાક માટે અરજી આપી દીધી હતી, પરંતુ તલાક મળતાં પહેલાં જ મજર ખાનનું મૃત્યુ થઈ ગયું.
70ના દાયકામાં જિનત અમાનની લોકપ્રિયતા એટલી વધેલી હતી કે તેઓ લગભગ દરેક ફિલ્મી મેગેઝીનના કવર પર જોવા મળતા. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાન સાથે પણ તેમનું નામ જોડાયું હતું. કહેવામાં આવે છે કે બંનેની પ્રથમ મુલાકાત 1979માં થઈ હતી, જ્યારે પાકિસ્તાની ટીમ ભારત પ્રવાસે આવી હતી. જિનત અમાને પછી એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઇમરાન ઘમંડી અને રૂક્ષ સ્વભાવના છે.
