Ahmedabad: ભારતમાં મૅન્યુફેક્ચરિંગ સેક્ટરનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને આ સેક્ટર ચોથી ઔદ્યોગિક ક્રાંતિને ઉત્સાહપૂર્વક અપનાવી રહ્યું છે. તેવામાં દેશમાં મૅન્યુફેક્ચરિંગ ટેકનોલોજી માટે અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે ઓળખાતું “ENGIMACH 2025” પ્રદર્શન, ભવિષ્યના મૅન્યુફેક્ચરિંગ લેન્ડસ્કેપને આકાર આપતા વૈશ્વિક દિગ્ગજો, MSMEs અને ઉભરતા સ્ટાર્ટઅપ્સ તરફથી નવીનતાઓને પ્રદર્શિત કરવા માટે તૈયાર છે.
તેની 17મી આવૃત્તિમાં, “ENGIMACH” દેશના સૌથી વિશાળ સ્તરના મૅન્યુફેક્ચરિંગ ટેકનોલોજી પ્રદર્શનોમાંનું એક બની ગયું છે. આ પ્રદર્શન, 3 થી 7 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. તેમાં 16થી વધુ દેશોના 1,000+ પ્રદર્શકો ભાગ લેશે, જેમાં 100 થી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સામેલ થશે. એક લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં સમગ્ર પ્રોડક્શન ઇકોસિસ્ટમને આવરી લેતા 10,000 થી વધુ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે.
આ આવૃત્તિમાં ઇન્ડસ્ટ્રી 4.0 મૅન્યુફેક્ચરિંગ વાતાવરણ માટે અનુકૂળ ઉકેલો પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં IoT, ક્લાઉડ, બિગ ડેટા અને AI જેવી ટેકનોલોજી દ્વારા સંચાલિત, ગહન ઇન્ટરકનેક્ટિવિટી અને ઈન્ટેલિજન્સ સાથે સાયબર-ફિઝિકલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. પ્રદર્શનમાં સ્માર્ટ સેન્સરથી સજ્જ અને ડેટા-આધારિત સ્વતંત્ર નિર્ણય લેવા વેબ સક્ષમ મશીનોનો સમાવેશ થશે. આની સાથે જ, અન્ય ઉભરતી ટેકનોલોજીઓ સાથે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ અને માસ કસ્ટમાઇઝેશન જેવા કોન્સેપ્ટ પર પણ પ્રકાશ પાડવામાં આવશે.
“ENGIMACH” ના આયોજક, K & D કોમ્યુનિકેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ ગોહિલે જણાવ્યું હતું કે, “ENGIMACH પ્રદર્શને છેલ્લા ત્રણ દાયકામાં ભારતના એન્જિનિયરિંગ મશીનરી અને મશીન ટૂલ્સ ક્ષેત્રના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. આજના વૈશ્વિક વાતાવરણમાં, જ્યાં વિશ્વભરની કંપનીઓ ભારતને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જોઈ રહી છે, તેવામાં આ ઈવેન્ટ વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. વધતી જતી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગ સાથે, ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઝડપી તકનીકી પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયે “ENGIMACH 2025″ પ્રદર્શન, ભવિષ્યને આકાર આપતા લેટેસ્ટ ગ્લોબલ ડેવલપમેન્ટને હાઈલાઈટ કરશે.”
આ પ્રદર્શન, એકદમ યોગ્ય સમયે યોજવામાં આવી રહ્યું છે, કારણ કે વૈશ્વિક પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં ભારતીય અર્થતંત્રે એપ્રિલ-જૂન 2025 ક્વાર્ટરમાં GDP માં 7.8 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જે પાંચ ક્વાર્ટરમાં સર્વાધિક છે. ભારતીય મશીન ટૂલ્સ સેગમેન્ટ, જેનું મૂલ્ય 2023 માં $1.5 બિલિયન હતું, તે 2032 સુધી 8.2% ના CAGR પર વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે.
આ શો, ત્રીજા કાસ્ટિંગ્સ એન્ડ ફાઉન્ડ્રીઝ એક્સ્પો અને 7માં ઇન્ડિયા ટૂલ્સ શો જેવા અનેક સમવર્તી શો તેમજ ઇન્ટરનેશનલ બાયર-સેલર મીટ, ટેકનિકલ સેમિનાર અને સ્ટાર્ટઅપ સમિટ જેવા સહાયક કાર્યક્રમોથી સમૃદ્ધ બનશે.
“ENGIMACH 2025” પ્રદર્શનમાં ભારત અને વિદેશના વિવિધ ઉદ્યોગોમાંથી 90,000 થી વધુ મુલાકાતીઓ, નીતિ નિર્માતાઓ અને અગ્રણી ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આવવાની અપેક્ષા છે. આ વખતના પ્રદર્શનમાં વ્યવસાયિક પૂછપરછનું અંદાજિત મૂલ્ય, પાછલી આવૃત્તિના રૂ. 1,550 કરોડના ત્રણ ગણાથી વધુ થઈને રૂ. 5,000 કરોડ થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
આ પ્રદર્શનમાં મશીન ટૂલ્સ અને ઓટોમેશન ઉપરાંત, અન્ય પ્રોડક્ટ કેટેગરીમાં મટિરિયલ હેન્ડલિંગ સાધનો, પંપ અને વાલ્વ, હેન્ડ ટૂલ્સ અને પાવર ટૂલ્સ, વેલ્ડીંગ સાધનો અને ઉપભોક્તા વસ્તુઓ, ITeS, મશીન ટૂલ્સ એક્સેસરીઝ, ગિયર્સ, બેરિંગ્સ, મોટર્સ અને ડ્રાઇવ્સ, સરફેસ ફિનિશિંગ અને બ્લાસ્ટિંગ ઇક્વિપ્મેન્ટ્સ, ઈન્ડસ્ટ્રીયલ લુબ્રિકન્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી સિસ્ટમ્સ, સ્ટોરેજ અને લોજિસ્ટિક્સ સિસ્ટમ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સ, પરીક્ષણ અને માપન સાધનો, ટ્યુબ અને પાઇપ્સ, એર કોમ્પ્રેસર, ઇન્ડસ્ટ્રીયલ સપ્લાઇસ, ઓટો કમ્પોનન્ટ્સ અને એસેસરીઝ, બ્રાસ પાર્ટ્સ અને ઉભરતી ટેકનોલોજી પણ પ્રદર્શિત કરવામાં આવશે.
