દુનિયાની સૌથી અનોખી ટ્રેન, રેલવે સ્ટેશન પરથી નીકળતા જ 6 દિવસ થઈ જાય છે ગાયબ!

Rudra
By Rudra 3 Min Read

એક કલ્પના કરો કે એક એવી ટ્રેન હોય જે સ્ટેશનની બહાર નીકળતાની સાથે જ દુનિયાથી એકદમ ગાયબ થઈ જતી હોય. જેનો 6 દિવસ સુધી ન કોઈ ફોન કનેક્શન, ન ઇન્ટરનેટ અને ન તો કોઈ બહારની દુનિયાની જાણકારી. બસ માત્ર તમે, ટ્રેન અને વિશાળ કુદરતી નજારો. આ કોઈ સાયન્સ ફિક્શન વાર્તા કે દર્શ્ય નથી, પરંતુ હકીકતમાં આવી એક ટ્રેન છે જેનું નામ K3 છે. જે બેઇજિંગથી મોસ્કો સુધી 7,826 કિલોમીટરની લાંબી મુસાફરી કરે છે.

ટ્રાન્સ-મોંગોલિયન રૂટ પર ચાલતી આ ટ્રેન ત્રણ દેશોમાંથી પસાર થાય છે: ચીન, મંગોલિયા અને રશિયા. તે દર બુધવારે સવારે બેઇજિંગથી ઉપડે છે અને પછીના સોમવારે મોસ્કો પહોંચે છે. જોકે, કોવિડ-19 ને કારણે 2020 થી આ ટ્રેનને બંધ કરવામાં આવી હતી. હવે 2025માં માત્ર ટેસ્ટ રન હાથ ધરવામાં આવ્યા છે અને મુસાફરોની સેવા ટૂંક સમયમાં ફરી શરૂ થવાની અપેક્ષા છે. આ ટ્રેન તેની સૌથી રહસ્યમય મુસાફરી માટે જાણીતી છે. આ ટ્રેન પાછળનું રહસ્ય શું છે જે મુસાફરોને તેમાં મુસાફરી કરવા માટે ઉત્સુક બનાવે છે?

સામાન્ય કિસ્સાઓમાં તમે ટ્રેન ઉપડ્યા પછી તેને શોધી શકો છો. મુસાફરો તેમના પરિવારો સાથે વાતચીત કરી શકે છે અને તમે તેમના હાલચાલ વિશે પૂછી શકો છો. જો કે આ ટ્રેન બેઇજિંગ સ્ટેશન છોડતાની સાથે જ લોકોથી દૂર થઈ જાય છે. તે ઉજ્જડ ગોબી રણ, મોંગોલિયાના ઘાસના મેદાનોમાંથી પસાર થાય છે જ્યાં દૂરથી યુર્ટ્સ (મંગોલિયન તંબુઓ) દેખાય છે, સાઇબિરીયાના બરફથી ઢંકાયેલા જંગલો અને બૈકલ તળાવની વાદળી ચાદર. આ ટ્રેન 6 દિવસમાં 7800+ કિમીનું અંતર કાપે છે. સરહદ પર ગેજ બદલાય છે – ચીન માટે નેરો ગેજ અને રશિયા-મંગોલિયા માટે બ્રોડ ગેજ. એરેનહોટ સરહદ પર, ટ્રેનને ડબ્બા બદલવા માટે 3 કલાક માટે જેક અપ કરવામાં આવે છે. મુસાફરો બહાર નીકળી શકે છે અને આ કમાલ જોઈ શકે છે.

ભારતીય ટ્રેનોમાં ઘણા ક્લાસ હોય છે, પરંતુ આ ટ્રેન બે પ્રકારના કેબિન ઓફર કરે છે: ડીલક્સ ટુ-બર્થ (પ્રાઇવેટ શાવર સાથે) અથવા ફોર-બર્થ હાર્ડ સ્લીપર. આ ટ્રેનમાં ખાવાપીવાનું પણ આપવામાં આવે છે. દરેક દેશમાં એક અલગ ડાઇનિંગ કાર છે: ચીનમાં ચાઇનીઝ, મોંગોલિયામાં મટન સૂપ અને ડમ્પલિંગ, અને રશિયામાં બોર્શ સૂપ અને વોડકા. આનો અર્થ એ છે કે તમે જે દેશમાંથી પસાર થાઓ છો તેમ તેના ભોજનનો અનુભવ કરી શકો છો. પ્લેટફોર્મ પરના વેપારીઓ પણ સ્ટોપ પર ટ્રેનમાં ચઢે છે અને પોતાનો માલ વેચે છે: તાજા ફળ, સ્મોક્ડ માછલી, મોંગોલિયન કેન્ડી અને બીજું ઘણું બધું. ટિકિટના ભાવ લગભગ 3,800 ચાઇનીઝ યુઆન (એટલે લગભગ રૂ. 45,000) થી એક તરફ શરૂ થાય છે. ભાડું માત્ર રોકડમાં સ્વીકારવામાં આવે છે. મુસાફરો પાસે ચીન, મોંગોલિયા અને રશિયા માટે ટ્રાન્ઝિટ અથવા ટૂરિસ્ટ વિઝા હોવા જરૂરી છે.

Share This Article