દેશમાં મોટા આતંક ષડયંત્રનો ખુલાસો થયો છે. હરિયાણાના ફરીદાબાદ શહેરમાં ડોક્ટરના ઘરથી 300 કિલો RDX મળી આવ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે ડોક્ટરના ઘરેથી 300 કિલો RDX, 2 AK-47 અને કારતૂસ પણ મળી આવ્યાં છે. તેની સાથે જ દિલ્હી-NCRએ મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સ્થિત સરકારી મેડિકલ કોલેજના એક પૂર્વ સિનિયર રિજેડેન્ટ ડોક્ટરના લોકરમાંથી AK 47 રાઇફલ મળી આવી હતી.
સૂત્રો પાસેથી મળી આવેલી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીર પોલીસે મેડિકલ કોલેજ કિસ્સામાં ધરપકડ કરાયેલા બીજા ડૉક્ટરની નિશાનદેહી પરથી હરિયાણાના ફરીદાબાદથી 350 કિલો વિસ્ફોટક અને 2 AK-47 રાઇફલ જપ્ત કરી છે. તે પહેલાં અનંતનાગની સરકારી મેડિકલ કોલેજમાં ડૉક્ટર આદિલના લૉકરમાંથી એક AK-47 રાઇફલ મળી આવી હતી. આદિલની ધરપકડ બાદ બીજો એક ડૉક્ટર પણ પકડાયો હતો. જપ્ત થયેલી વસ્તુઓ અંગે વધુ વિગત અને સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
2 ડૉક્ટર ધરપકડ, 1 ફરાર
હાલ સુધી મળી આવેલી માહિતી મુજબ, 3 ડૉક્ટર પર આતંકી સંગઠનો સાથે જોડાણ હોવાની શંકા વ્યક્ત થઈ છે. કાશ્મીરના અનંતનાગ અને પુલવામાથી 2 ડૉક્ટર ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 1 ડૉક્ટર હજુ ફરાર છે, જેના માટે શોધ ચાલુ છે. આશંકા છે કે તેમનો સંબંધ અંસાર ગઝવાતુલ હિંદ નામના આતંકી સંગઠન સાથે હોઈ શકે છે. મામલાની વધુ તપાસ ચાલુ છે.
આ રેડ જમ્મુ-કાશ્મીર પોલીસે હાથ ધરી હતી. માહિતી મુજબ, ડૉક્ટર આદિલને થોડા દિવસ પહેલાં સહારનપુરમાંથી પકડવામાં આવ્યો હતો — તે જ તેનું ઘર છે. શ્રીનગર પોલીસે 7 નવેમ્બરે સહારનપુરમાંથી ડૉક્ટર આદિલને ધરપકડ કરી હતી. 8 નવેમ્બરે તેના અનંતનાગના ઘરમાંથી ભારે પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી, AK-47, 2 પિસ્તોલ અને મેગેઝિન મળી આવી હતી. હવે ફરીદાબાદમાં તેના રૂમમાંથી પણ આ તમામ વસ્તુઓ મળી આવી છે, જેમાં અનેક ઘાતક હથિયારોનો સમાવેશ થાય છે.
