પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના પ્રવાસે જમ્મૂ કાશ્મીરની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ આજે લેહમાં એશિયાની સૌથી મોટી સુરંગ જોજિલા સુરંગ શિલાન્યાસ કર્યો હતો. આ સુરંગના નિર્માણથી શ્રીનગર-કારગીલ અને લેહની વચ્ચે તમામ હવામાનમાં સંપર્ક શક્ય બની રહેશે. બન્ને તરફી અવર-જવર વાળી એશિયાની સૌથી મોટી સુરંગ બનાવવા માટે આશરે ૬,૮૦૦ કરોડ રૂપિયા ખર્ચ થશે.
પીએમ લેહમાં ૧૯મી લડાખી આધ્યાત્મિકત ગુરુ કુશક બાકુલાની ૧૦૦મી જયંતી સમારંભમાં હાજર રહ્યાં હતા અને તેમને શ્રદ્ધાજંલિ પણ અર્પણ કરી હતી.
૧૪.૨ કિમી લાંબી આ સુરંગને રણનીતિના ભાગ રૂપે ખૂબ જ મહત્વપૂર્ણ મનાઇ રહી છે. આ યોજનાને પૂર્ણ કરવા માટે ૭ વર્ષનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જોજિલા સુરંગને કારણે ૩.૫ કલાકનો લાગતો સમય ઘટીને માત્ર ૧૫ મિનિટ લાગશે. સામાન્ય રીતે હિમવર્ષા અને હિમ સ્ખલનને કારણે શ્રીનગર અને લેહ-લડાખ વચ્ચેનો કનેક્ટિવીટી ઘણાં સમય માટે અવરોધિત રહે છે.