અયોધ્યામાં મોરારી બાપુના કથાવાચન સાથે આસ્થાના ‘ગૃહ-આગમન’નું શુભ સમાપન થયું

Rudra
By Rudra 3 Min Read

અયોધ્યા: ચિત્રકૂટથી લંકા અને ફરી પાછા અયોધ્યા સુધી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના પવિત્ર પદચિહ્નોને અનુસરતી મહાન રામ યાત્રા 4 નવેમ્બર, 2025 ના રોજ અયોધ્યામાં તેના દિવ્ય સમાપન પર પહોંચી. અહીં, પૂજ્ય મોરારી બાપુએ હજારો ભક્તોની હાજરીમાં અંતિમ રામ કથાનું વાચન કર્યું.

ભારત અને શ્રીલંકાની આધ્યાત્મિક યાત્રા પૂર્ણ કર્યા બાદ, અયોધ્યામાં યોજાયેલી આ યાત્રાની અંતિમ કથાએ સત્ય, કરુણા અને ધર્મના ગૃહ-આગમનનો પરિચય કરાવ્યો. ભગવાન રામની જન્મભૂમિમાં યોજાયેલી આ પવિત્ર કથામાં દેશ-વિદેશના ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિ સાથે ભાગ લીધો.

એક સુંદર પ્રતીકાત્મક પળમાં, બાપુના “ફ્લાવર્સ” એટલે કે તેમના પ્રિય અનુયાયીઓ — વિમાન દ્વારા બાપુની સાથે અયોધ્યા પરત ફર્યા. આ દ્રશ્ય જાણે કે ભગવાન શ્રી રામની લંકા પર વિજય મેળવ્યા પછીની વાપસીની યાદ અપાવી હોય તેવું લાગતું હતું, જ્યારે તેઓ પુષ્પક વિમાનથી અયોધ્યા પાછા ફર્યા હતા અયોધ્યામાં સેંકડો ભક્તોના એકસાથે આગમનથી ફરી એકવાર પ્રેમ, એકતા અને સમર્પણનો અમર સંદેશ જીવંત થયો.

આ દિવ્ય સમાપન પર પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું કે: “રામકથાને ‘સકળ લોક-જન પાવની ગંગા’ કહેવામાં આવી છે, કારણ કે તે ઉપદેશ નથી આપતી. તે મનને પવિત્ર કરે છે. તે કોઈ સિદ્ધાંત નથી, પણ આચરણ, કોમળતા અને પ્રેમ છે અને તેને યોગ્ય રીતે સમજવા માટે માત્ર કાનથી નહીં, પરંતુ મન, સમજણ અને હૃદયની ઊંડાઈથી સાંભળવી જોઈએ.”

ભારત અને શ્રીલંકામાં આ રામ યાત્રા દરમિયાન, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, રામેશ્વરમ અને શ્રીલંકાથી પાછા અયોધ્યા સુધી ભગવાન રામના દિવ્ય પથનું અનુસરણ કરતાં ૮,૦૦૦ કિલોમીટરથી વધુ લાંબુ અંતર અનુસરતી હતી. ૧૧ દિવસ સુધી ચાલેલી આ પવિત્ર યાત્રામાં ૪૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો, જેની શરૂઆત ‘ભારત ગૌરવ ટ્રેન’ સાથે થઈ અને ચાર્ટર્ડ પ્લેન મારફતે તે આગળ વધી.

યાદ રાખો કે કથાના આયોજન માટે બાપુ કોઈ ફી લેતા નથી. પ્રવચન અને ભોજન સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. આ ભવ્ય યાત્રાનું આયોજન બાપુના ‘ફ્લાવર’ એટલે કે તેમના અનુયાયી, સંતકૃપા સનાતન સંસ્થાનના મદનજી પાલીવાલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. યાત્રાથી લઈને વ્યવસ્થાઓ અને કથાથી સનાતન ધર્મની શુદ્ધતા અને સર્વસમાવેશકતા પ્રદર્શિત થાય છે. સમગ્ર વિશ્વના શ્રદ્ધાળુઓ બાપુની સાથે જોડાશે, જેનાથી આ આસ્થા અને એકતાનું સામૂહિક સંગમ બનશે.

સત્ય, પ્રેમ અને કરુણાના સનાતન મૂલ્યોમાં મૂળ ધરાવતી આ રામ યાત્રા રામ ચરિત માનસના ઉપદેશોનો પ્રસાર કરવા તથા માનવતાના આધ્યાત્મિક માળખાને મજબૂત બનાવવાના બાપુના મિશનને પ્રદર્શિત કરે છે.

Share This Article