અમદાવાદ: શ્રી નરસિંહજી ભગવાનના અખંડ દીવાના જ્યોત યાત્રાનો ભવ્ય કાર્યક્રમ બુધવારે, તા. 5 નવેમ્બર 2025ના રોજ ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર જ્યોત સાંજે 6.16 કલાકે ચંડોળા સ્થિત શ્રી નરસિંહજી મંદિરથી પ્રસ્થાન કરીને પગપાળા ભંડેરોપોળ, કાળુપુર સ્થિત શ્રી નરસિંહજી મંદિરે પહોંચી હતી, જ્યાં આશરે રાત્રે 10.00 વાગ્યે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ વર્ષે આ અખંડ દીવાની જ્યોત ગ્રુપના ઉત્સાહી અને ભક્તિભાવથી પ્રેરિત ગોવિંદ મુકેશભાઈ લક્ષ્મીરામ ખત્રી દ્વારા લાવવામાં આવ્યું હતુ. જ્ઞાતિના તમામ ભાઈ-બહેનોને આ પવિત્ર દીપયાત્રામાં મોટી સંખ્યામાં હાજરી આપીને જ્યોત દર્શન લાહવો લઈને ધન્યતા અનુભવી હતી.
