વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના આવાસ લોક કલ્યાણ માર્ગ પર વર્લ્ડ કપ જીતનાર મહિલા ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન PM મોદીએ ખેલાડીઓની શાનદાર વાપસીની સરાહના કરી.
તેઓએ કહ્યું કે ટીમે સતત ત્રણ હાર સહન કર્યા પછી કઠીન સમયમાંથી બહાર આવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. ખાસ વાત એ રહી કે પીએમ મોદીએ આ દરમિયાન ખેલાડીઓ સાથે તેની સાથે જોડાયેલા કિસ્સાઓને યાદ ક્યા, જ્યારે કેટલાક ખેલાડીઓ વિશે પણ વાત કરી અને કેટલાક જુની વાતો વાગોળી. ગુરુવારે ભારતીય ચેમ્પિયન ટીમની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત થવાની છે.
વડાપ્રધાને આ મુલાકાત દરમિયાન એ પણ ઉલ્લેખ કર્યો કે, શરૂઆતમાં હાર બાદ ખેલાડીઓને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેઓ અદ્ભુત માનસિક મજબૂતી દર્શાવી અને શાનદાર વાપસી કરી ઇતિહાસ રચી દીધો.
હરમપ્રીતે મોદીને પૂછ્યું કે દરેક સમયે વસ્તુઓ કેવી રીતે મેનેજ કરે છે. વડાપ્રધાને જવાબ આપ્યો કે સમય સાથે આ તેની જિંદગીનો ભાગ અને આદત બની ગઈ છે. સ્મૃતિ મંધાનાએ કહ્યુ કે, પીએમ મોદીના શબ્દોથી મોટિવેશન મળ્યું.
હરમનપ્રીતની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળવા માટે મંગળવારે સાંજે દિલ્હી પહોંચી હતી. જેણે બે દિવસ પહેલા જ નવી મુંબઈમાં ફાઈનલને દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવીને પોતાનો પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો.
વાતચીત દરમિયાન ટુર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી દીપ્તિ શર્માએ વડાપ્રધાન મોદીને કહ્યું કે, 2017થી જ તેઓને મળવાની રાહ જોઈ રહી હતી. તેણે યાદ કર્યું કે, ત્યારે ટીમને કહ્યું હતુ કે, પોતાના સપના પૂરા કરવા માટે સતત મહેનત કરતી રહે. જ્યારે વડાપ્રધાને દીપ્તિને ઇન્સ્ટાગ્રામ બાોયોમાં લખેલા જય શ્રી રામ અને તેના હાથ પર બનેલા ભગવાન હનુમાનના ટેટૂનો ઉલ્લેખ કર્યો, તો દીપ્તિએ સ્મિત કરી અને બોલી કે તેના દ્વારા જ તેને શક્તિ મળે છે.
પીએમ મોદીએ આ મુલાકાત દરમિયાન કેટલીક યાદગાર પળોને પણ યાદ કરી, જેમાં 2021માં ઇંગ્લેન્ડ સામે હરલીન દેઓલનો શાનદાર કેચ પણ સામેલ હતો, જેના વિશે તેઓએ ત્યારે સોશિયલલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ ક્ષણનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે હરમનપ્રીત કૌરે વર્લ્ડ કપની ફાઈનલ પછી બોલ પોતાના ખિસ્સામાં રાખી લીધો હતો. તેના પર હરમનપ્રીત કૌરે હસીતા કહ્યું કે, તે ભાગ્યશાળી હતી કે એ બોલ તેની પાસે આવી ગયો.
વડાપ્રધાન મોદીએ ફાઈનલમાં અમનજોત કૌરે કેચની ચર્ચા પણ કરી હતી. તેઓએ હસતા કહ્યું, જ્યારે તું કેચ લઈ રહી હતી, ત્યારે બોલને જોઈ રહી હતી, પરંતુ કેચ લીધા પછી જરૂર ટ્રોફીને જોઈ રહી હોઈશ.
ક્રાંતિ ગૌડા એ વડાપ્રધાનને કહ્યું કે, તેનો ભાઈ તેનો મોટો પ્રશંસક છે, તેના પર મોદીએ તેને મળવા માટે ખુલુ નિમંત્રણ આપ્યું.
વડાપ્રધાને ખેલાડીઓને ફિટ ઇન્ડિયા સંદેશને દેશભરમાં ખાસ કરીને છોકરીઓ વચ્ચે જઈને પ્રચાર કરવાની અપીલ કરી. તેણે મેદસ્વિતાની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી અને ફિટનેસ તેમજ શારીરિક ગતિવિધિઓને મહત્વ પર ભાર આપ્યો.
