ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં આવેલા ચુનાર રેલવે સ્ટેશન પર એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ છે. જાણકારી અનુસાર, રેલવે ટ્રેક પાર કરતી વખતે ઘણાં મુસાફરો મોતને ભેટ્યા છે. અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થઈ ગયા છે. પ્રશાસન અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને રાહત તેમજ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાનું સંજ્ઞાન લીધું છે અને રાહત કાર્ય ઝડપથી આગળ વધારવાના નિર્દેશ આપ્યાં છે.
મિર્ઝાપુર ટ્રેન દુર્ઘટનાને લઈને જે અપડેટ સામે આવ્યા છે તે અનુસાર, મિર્ઝાપુર જિલ્લાના ચુનાર રેલવે સ્ટેશન પર સવારે 9.30 વાગ્યે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટ્રેન નંબર 12311ની ઝપેટમાં ઘણાં લોકો આવી ગયા છે. રિપોર્ટ્સ અનુસાર ચાર લોકો ટ્રેનની ઝપેટમાં આવી ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ તમામનું મોત થઈ ગયું છે. શ્રદ્ધાળુ રેલવે લાઈન પાર કરી રહ્યાં હતા. રેલવે અધિકારીઓ અનુસાર, યાત્રી ટ્રેનના પ્લેટફોર્મ તરફથી નહીં પરંતુ ઊંધી દિશામાં ઉતર્યા હતા. જ્યાં તે બીજી દિશામાં આવી રહેલી બીજી ટ્રેનની ઝપટે ચડી ગયા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનપદ મિર્જાપુરના ચુનાર રેલવે સ્ટેશન પર સર્જાયેલી દુર્ઘટનાનું સંજ્ઞાન લીધું છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવકાર્યમાં ઝડપથી આગળ વધારવાના નિર્દેશ આપ્યાં છે. સીએમ યોગીએ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી ઝડપથી આગળ વધારવાના આદેશ આપ્યાં છે. સીએમ યોગીએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ ઘાયલોની તાત્કાલિક સારવાર માટે નિર્દેશ આપ્યા છે અને જલ્દી સ્વસ્થ થવાને લઈને પ્રાર્થના કરી છે.
