અમદાવાદ : તહેવારના જોશને ગુજરાતના હાર્દમાં લાવતાં વિયેતનામની અગ્રણી એરલાઈન વિયેતજેટ દ્વારા નેક્સસ અમદાવાદ વન મોલ ખાતે સ્ટાઈલમાં દિવાળીની ઉજવણી કરીને ભારતના આ દીવડાઓના તહેવારને વિયેતનામની ખૂબી અને પરંપરાની તેજસ્વિતા સાથે સંમિશ્રિત કર્યા હતા. આ સ્વર્ણિમ ઉજવણીએ એરલાઈનથી પણ વિશેષ લોકો અને સ્થળોને જોડતી સાંસ્કૃતિક રાજદૂત બનવાની એરલાઈન્સની કટિબદ્ધતા પ્રદર્શિત કરી હતી.
આ સંધ્યાની હાઈલાઈટ અદભુત કેન્દ્રબિંદુ ‘‘ટનલ ઓફ લાઈટ’’ હતી, જે ‘‘અંધકાર પર પ્રકાશની જીત’’ના દિવાળીના સંદેશ પરથી પ્રેરણા લઈને સાકાર કરાયું હતું. ભારત અને વિયેતનામનાં પ્રતીકાત્મક પર્યટન સ્થળોની એકત્રિત છબિના આ આકર્ષક ઈન્સ્ટોલેશને સેંકડો મુલાકાતીઓને આકર્ષિત કર્યા હતા, જેઓ આ તહેવારનું વાતાવરણ ખોજ કરવા, ફોટો લેવા અને માણવા માટે એકત્ર આવ્યા હતા.
મુલાકાતીઓએ ઈન્ટરએક્ટિવમાં ભાગ લીધો હતો, મહેમાનોએ તેમની ઈચ્છાઓ અને સપનાં નાનાં કાર્ડસ પર લખ્યાં હતાં અને તે મોડેલ વિયેતજેટના એરક્રાફ્ટ પર ગોઠવ્યાં હતાં, જે પ્રેમ, ખુશી અને આશાથી ભરચક પ્રવાસ આલેખિત કરું હતું. દરેક સહભાગીને હોઈ એન લેન્ટર્ન અપાયું હતું, જે વિયેતનામી ખૂબી દિવાળીની ખૂબીને ઉત્તમ રીતે આલેખિત કરે છે. આ અવસરે મોડેલ એરક્રાફ્ટને સેંકડો હસ્તલિખિત ઈચ્છાઓથી પ્રકાશમય બનાવાયું હતું, જે ઉજવણીની હરતીફરતી હાઈલાઈટ બની હતી.
આ કાર્યક્રમમાં દાન બાઉ, દાન ટ્રાન્હ, દાન ટી રંગ અને વાંસળી પર પરફોર્મ કરતા ચાર યુવા કલાકારો સાથે વિયેતનામી પારંપરિક સંગીત જલસાનો મજેદાર પરફોર્મન્સ પણ લોકોને માણવા મળ્યો હતો. તેમણે લોકપ્રિય આંતરરાષ્ટ્રીય ગીતોમાં નવો ટ્વિસ્ટ ઉમેરીને પારંપરિક વિયેતનામી તાલ પર સંગીત રેલાવીને દર્શકોને ખુશખુશાલ કરી દીધા હતા.
ઉજવણીમાં સ્થાનિક છાંટ ઉમેરતાં નામાંકિત સ્થાનિક ગાયિકા જોડી પ્રીતિ અને પિંકીએ તેમના ઊર્જાત્મક પરફોર્મન્સથી મંચ ગજવી દીધું હતું. ઘણા બધા શ્રોતાઓ નૃત્યમાં જોડાયા હતા, જેથી વિયેતજેટનું મંચ લય અને એકત્રતાની મજેદાર ઉજવણીમાં ફેરવાઈ ગયું હતું.
બે લોકપ્રિય ટ્રાવેલ બ્લોગર યુગલ- હેમાની ચાવડા અને સાગર પટેલ તથા ચાર્વી અને જયમીન શાહ પણ ઉજવણીમાં જોડાયાં હતાં અને પ્રવાસ થકી નવાં સ્થળોની ખોજ અને સમૃદ્ધ જીવન વિશે પ્રેરણાત્મક વાર્તા કહી સંભળાવી હતી.
આ તહેવારના ભાગરૂપે વિયેતજેટે ઘણી બધી આકર્ષક ભેટો આપી હતી અને લકી ડ્રો પણ રાખ્યોહતો, જેમાં વિયેતનામ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને સાઉથ કોરિયા સહિતનાં સ્થળોની પાંચ રાઉન્ડ- ટ્રિપ ટિકિટો જેવાં ઈનામો અપાયાં હતાં.
ભારત અને વિયેતનામ વચ્ચે એર કનેક્ટિવિટીના વિસ્તરણમાં આગેવાની લેતાં વિયેતજેટ હાલમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોચી, હૈદરાબાદ અને બેન્ગલુરુને ત્રણ મુખ્ય વિયેતનામી શહેરો હનોઈ, હો ચી મિન્હ સિટી અને દા નાંગ સાથે જોડતી સીધી ફ્લાઈટ ચલાવે છે. આ વધતા નેટવર્કે તાજેતરનાં વર્ષોમાં ભારતીય પ્રવાસીઓમાં વિયેતનામને અત્યંત લોકપ્રિય આંતરરાષ્ટ્રીય સ્થળમાંથી એક બનાવવામાં યોગદાન આપ્યું છે.
પ્રવાસી અને કાર્ગો સેવાઓની પાર વિયેતજેટે લોકો અને રાષ્ટ્રોને જોડતા સાંસ્કૃતિક સેતુ તરીકે સક્રિય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું છે. સ્વર્ણિમ ઈવેન્ટ્સમાં અમદાવાદ દિવાળીની ઉજવણી થકી એરલાઈને વૈશ્વિક ઉડ્ડયન નકશા પર તેની હાજરી મજબૂત બનાવવા સાથે તે સેવા આપે એ સ્થળના લોકોનાં મન અને પ્રવાસનાં સપનાંઓમાં પણ હાજરી મજબૂત બનાવી છે.
