આજનું હવામાન: 12 રાજ્યોમાં જોવા મળશે વાવાઝોડાની અસર, ભારે વરસાદ અને પવનની આગાહી, જાણો ઠંડીને લઈને લેટેસ્ટ અપટેડ

Rudra
By Rudra 3 Min Read

નવી દિલ્હી: દક્ષિણ ભારતના ઘણાં રાજ્યોમાં વરસાદી વાતાવરણ છે, જ્યારે બીજી બાજુ ઉત્તર ભારતમાં ઠંડીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. દિલ્હી એનસીઆર સહિત ઘણાં રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાયો છે. આજે અહીં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ આકાશમાં વાદળા અને હળવો પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે તાપમાનમાં ઘટોડાથી સવાર-સાંજે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી પાંચ દિવસ કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, રાયલસીમા અને તમિલનાડુના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે દેશભરમાં હવામાનની ચેતવણી જાહેર કરી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બે હવામાન સિસ્ટમ સર્જાતા દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, કેરળ, કર્ણાટક અને છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં વરસાદનો એલર્ટ જાહેર કર્યું છે.

ઝારખંડમાં વરસાદનો એલર્ટ

રાંચી હવામાન વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, 28 થી 31 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. ઝારખંડના અનેક વિસ્તારોમાં આંધી-વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, અહીં વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.

બિહારમાં વરસાદની ચેતવણી

પટણા હવામાન વિભાગે 28 ઓક્ટોબરથી બિહારમાં ભારે વરસાદનો એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં બનેલું દબાણનું ક્ષેત્ર હવે વાવાઝોડામાં ફેરવાવાનું છે. હવામાન વિભાગના અનુસાર, 29 થી 31 ઓક્ટોબર વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ અને ભારે પવનની શક્યતા છે.

પશ્ચિમ બંગાળમાં વરસાદનો એલર્ટ

હવામાન વિભાગે 28 થી 31 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપી છે. જો કે ચક્રવાત આંધ્ર પ્રદેશના કિનારે અથડાશે, પરંતુ તેની અસર કોલકાતા, દક્ષિણ 24 પરગણા, મિદ્નીપુર, હાવડા, ઝારગ્રામ, પુરુલિયા, બાંકડા અને હૂગલી સહિત દક્ષિણ બંગાળમાં જોવા મળી શકે છે.

આ રાજ્યોમાં પણ વરસાદનો એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પશ્ચિમ ભારતમાં હવામાનમાં બદલાવ જોવા મળી શકે છે. વિભાગે 28 થી 30 ઓક્ટોબર વચ્ચે મહારાષ્ટ્ર, ગુજરાત, કોકણ અને ગોવાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તેમજ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.

ઠંડીને લઈને અપડેટ

બિહાર, યુપી, દિલ્હી અને રાજસ્થાનમાં હવામાન બદલાઈ રહ્યું છે. અહીં હળવો વરસાદ પડતાં ઠંડીમાં વધારો થઈ શકે છે. હરિયાણા અને પંજાબમાં પણ ધીમે ધીમે ઠંડી વધતી જઈ રહી છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં મંગળવારે વરસાદનો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

Share This Article