કેડિલા ફાર્માસ્યુટિકલ્સે એલર્જીમાં રાહત આપતી Dlorfast-M ટેબ્લેટ્સ લોન્ચ કરી

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ: ભારતમાં ફાર્મા ક્ષેત્રે સૌથી પ્રતિષ્ઠિત અને સંશોધન-સંચાલિત અગ્રણી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ Dlorfast-M ટેબ્લેટ્સ લોન્ચ કરી છે. તે એક નવીનતમ, ડ્યુઅલ-એક્શન ફોર્મ્યુલેશન છે, જે ડેસ્લોરાટાડીન (5 મિલિગ્રામ) અને મોન્ટેલુકાસ્ટ (10 મિલિગ્રામ) ધરાવતી નવી ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન થેરાપી છે. આ પ્રોડક્ટ, એલર્જિક રાઇનાઇટિસ અને અર્ટિકૅરીયામાં રાહત આપવા માટે બનાવવામાં આવી છે અને ભારતમાં એલર્જીક વિકારોના વધતા ભારણને દૂર કરવામાં લાભ આપતી એક મહત્વપૂર્ણ પ્રગતિ છે.

એલર્જીક રાઇનાઇટિસ (નાસિકા પ્રદાહ) અને અર્ટિકૅરીયા એ ક્રોનિક સ્થિતિઓ છે, જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. તેના કારણે વારંવાર છીંક આવવી, નાક ભરાઈ જવું, ખંજવાળ આવવી, શિળસ આવવી અને સોજા જેવી સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિઓ ઊંઘની ગુણવત્તાને બગાડી શકે છે અને સમગ્ર સ્વાસ્થ્ય પર વિપરીત અસર ઉપજાવી શકે છે. ભારતમાં વિતેલા દશક દરમિયાન, એલર્જી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓમાં સતત વધારો થયો છે, જેની માટે પ્રદૂષણનું વધતું સ્તર, બદલાતી જીવનશૈલી અને આનુવંશિક વલણ જેવા પરિબળો જવાબદાર છે.

આ પડકારને ધ્યાનમાં રાખીને કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ ડ્યુઅલ-એક્શન થેરાપી તરીકે કામ કરતી Dlorfast-M ટેબ્લેટ્સ રજૂ કરી છે. કંપનીની આ નવી પ્રોડક્ટ વ્યાપક અને વધુ અસરકારક લક્ષણોમાં રાહત આપવા માટે એલર્જી થવાના બે મુખ્ય કારક, હિસ્ટામાઇન અને લ્યુકોટ્રીનને લક્ષિત કરે છે.

ડેસ્લોરાટાડીન એક શક્તિશાળી અને સિલેક્ટીવ હિસ્ટામાઇન H₁-રીસેપ્ટર વિરોધી છે. તે ખંજવાળ, સોજો અને અન્ય એલર્જી લક્ષણો માટે જવાબદાર પ્રાયમરી મેડિએટર હિસ્ટામાઇનને અવરોધે છે. મોન્ટેલુકાસ્ટ એ ખૂબ જ સિલેક્ટીવ લ્યુકોટ્રીન રીસેપ્ટર વિરોધી છે, જે સિસ્ટીનાઇલ લ્યુકોટ્રીન રીસેપ્ટર્સ સાથે જોડાય છે તેમજ વાયુમાર્ગના સોજા, સરળ સ્નાયુ સંકોચન અને અન્ય બળતરાની પ્રતિક્રિયાઓને અટકાવે છે. આ સંયોજન, સાથે મળીને વ્યાપક રાહત પ્રદાન કરવા માટે સિનર્જિસ્ટિક રીતે કાર્ય કરે છે, જે એકલા એન્ટિહિસ્ટેમાઈન્સ અથવા લ્યુકોટ્રીન ઇન્હિબિટર કરતાં વધુ શ્રેષ્ઠ પરિણામ આપે છે.

ક્લિનિકલ મૂલ્યાંકન દર્શાવે છે કે, ડેસ્લોરાટાડીન અને મોન્ટેલુકાસ્ટનું મિશ્રણ, એ શ્વસન એલર્જીક પેથોલોજીના લક્ષણોમાં મહત્વપૂર્ણ સુધારો કરે છે. દિવસમાં એક વખત એક ડોઝ લેવાથી દર્દીના અનુપાલન અને સહનશીલતામાં વધારો થાય છે, જે તેને એલર્જીના લાંબાગાળાના સંચાલન માટે યોગ્ય બનાવે છે. Dlorfast-M ટેબ્લેટ, એલર્જીક રાઇનાઇટિસ અને અર્ટિકૅરીયાથી પીડાતા પુખ્ત વયના લોકો અને કિશોરો માટે સૂચવવામાં આવે છે. તે દિવસમાં એકવાર એક ટેબ્લેટ તરીકે મૌખિક રીતે આપવામાં આવે છે.

આ ટેબ્લેટના લોન્ચીંગ પ્રસંગે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાજીવ આઈ. મોદીએ જણાવ્યું હતું કે, “Dlorfast-M ની રજૂઆત સાથે, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દર્દીઓને સુલભ, અસરકારક અને નવીન ઉપચાર પ્રદાન કરવાના તેના મિશનને જારી રાખે છે. આ ડ્યુઅલ-એક્શન ફોર્મ્યુલેશન, હિસ્ટામાઇન અને લ્યુકોટ્રીનના લક્ષણો પર ઉત્તમ નિયંત્રણ પ્રદાન કરે છે અને એલર્જીથી પીડાતા લોકો માટે જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે.”

ઉલ્લેખનીય છે કે, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, શ્વસન અને એલર્જી સંભાળમાં મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. Dlorfast-M ટેબ્લેટની રજૂઆત આ ઉપચારાત્મક ક્ષેત્રમાં કંપનીના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે. આની સાથે જ, તે ભારત અને તેની બહારના દર્દીઓ માટે વિશ્વ-સ્તરીય, વ્યાજબી આરોગ્યસંભાળ ઉકેલો પહોંચાડવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Share This Article