ઘરે મુકી જવાને બહાને મહિલા સુમસામ જગ્યાએ લઈ જઈને 3 નરાધમોએ સામુહિત દુષ્કર્મ આચર્યું

Rudra
By Rudra 2 Min Read

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં એક પર મહિલા સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઊનામાં ત્રણ પુરુષોએ એક મહિલા સાથે 24 કલાકમાં બે વાર ગેંગરેપ કર્યો. એટલું જ નહીં, આ પછી તેમણે મહિલાને મોં બંધ રાખવા માટે ધમકી પણ આપી. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મહિલા પેટમાં થતા દુખાવો સહન ન કરી શકી અને તેને હોસ્પિટલ જવું પડ્યું. મહિલાના જણાવ્યાં પ્રમાણે, આરોપીઓએ તેને ઘર સુધી સુરક્ષિત મૂકી જવાની ઓફર કરી હતી. ત્યારબાદ તેઓ તેને એક સૂમસામ જગ્યાએ લઈ ગયા. એટલું જ નહીં, પછીથી તેને પોતાના એક ઘરમાં લઈ ગયા, જ્યાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના શહેર ઊનામાં આ ઘટના ગયા અઠવાડિયે સામે આવી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મજૂરી કરીને ગુજરાન ચલાવતી વિધવા મહિલાને મંગળવારે ઊનાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ તેના પરિવારજનો તેને સારવાર માટે લઈ ગયા હતા. ડૉક્ટરોને બળાત્કાર વિશે જણાવ્યા બાદ હોસ્પિટલે મેડિકો-લીગલ કેસ (MLC) જાહેર કર્યો અને પોલીસને જાણ કરી.

વિધવાએ નવબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ત્રણેય પુરુષો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રેપ કરનારા માછીમારો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે વિધવાના પતિનું 10 વર્ષ પહેલા અવસાન થઈ ગયું હતું. પીડિત મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું છે કે એક અઠવાડિયા પહેલા તે માંડવી ચેકપોસ્ટથી પોતાના ગામ જઈ રહી હતી. ત્યારે બે બાઇક પર સવાર ત્રણ લોકો તેની પાસે આવ્યા. તેમણે તેને ગામ સુધી મૂકી જવાની ઓફર કરી. તે તેમને ઓળખતી હોવાથી, તે જવા તૈયાર થઈ ગઈ. થોડે દૂર ગયા પછી, તેઓ તેને એક સૂમસામ જગ્યાએ લઈ ગયા જ્યાં તેમણે કથિત રીતે વારાફરતી તેના પર બળાત્કાર કર્યો. આ પછી ત્રણેય તેને એક આરોપીના ઘરે લઈ ગયા, જ્યાં તેમણે ફરીથી વારાફરતી તેની પર બળાત્કાર કર્યો. પ્રાથમિકીમાં જણાવાયું છે કે તેમણે તેને ઘરે પાછા ફરવાની મંજૂરી આપી, પરંતુ તેને ધમકી આપી કે જો તેણે કોઈને પણ આ વાતની જાણ કરશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ ઘટના બાદ પોલીસની ઘણી ટીમોએ આરોપીઓની શોધ શરૂ કરી દીધી છે.

 

 

TAGGED:
Share This Article