LG Electronics IPO Analysis: શું તમારે LG ઇલેક્ટ્રોનિક્સના ઇશ્યૂમાં રોકાણ કરવું જોઈએ? અહીં વાંચો A to Z માહિતી

Rudra
By Rudra 3 Min Read

LG Electronics IPO Analysis: એલજી ઇલેક્ટ્રોનિક્સનું સુલોગન “લાઇફ ઇઝ ગુડ” તો તમે જરૂર સાંભળ્યું જ હશે. લગભગ ત્રણ દાયકામાં એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ ભારતમાં પોતાની મજબૂત પકડ બનાવી છે. કદાચ જ કોઈ મધ્યમ વર્ગનું ઘર એવું હશે જ્યાં એલજીનું કોઈ પ્રોડક્ટ ન હોય. દક્ષિણ કોરિયાની એલજી ઇલેક્ટ્રોનિક્સ હવે ભારતમાં પોતાની કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા (LGEIL)ને સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરવા જઈ રહી છે. ₹11,607 કરોડનો આ IPO 7 ઓક્ટોબરે ખુલ્યું છે અને તેમાં 9 ઓક્ટોબર સુધી રોકાણ કરી શકાય છે. હવે સવાલ એ છે કે શું એલજીનું IPO પણ તેના સુલોગનની જેમ “ગુડ” સાબિત થશે?

IPOની માહિતી

LG Electronics India Ltd (LGEIL)નો IPO સંપૂર્ણ રીતે Offer for Sale (OFS) છે. એટલે કે, કંપની નવા શેર ઈશ્યૂ નહીં કરે, ફક્ત પ્રોમોટર્સ પોતાનો હિસ્સો વેચશે. એલજીએ 1997માં ભારતીય બજારમાં એન્ટ્રી કરી હતી. કંપની 13 વર્ષથી વધુ સમય સુધી હોમ એપ્લાયન્સિસ ક્ષેત્રમાં માર્કેટ લીડર રહી છે.
કંપનીના બે મુખ્ય સેગમેન્ટ છે:

1. Home Appliances & Air Solutions
2. Home Entertainment

હાલમાં સ્પર્ધા વધી છે, પરંતુ વોશિંગ મશીન, રેફ્રિજેરેટર, પેનલ ટીવી, ઇન્વર્ટર એસી અને માઇક્રોવેવ કેટેગરીમાં એલજી હજી પણ લીડર છે.

ઇનોવેશન એટલે એલજીની તાકાત

એલજીની સફળતા પાછળ ઇનોવેશનનો મોટો ફાળો છે.

* 2011માં એલજીએ ભારતમાં પ્રથમ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું હતુ.
* 2015માં કંપનીએ 4K OLED TV રજૂ કર્યું હતું

આને કારણે એલજીએ ભારતીય બજારમાં પોતાની પ્રીમિયમ ઇમેજ જાળવી રાખી છે.
એલજી ઇન્ડિયાને તેની પેરેન્ટ કંપની LG Electronics Inc તરફથી ટેકનોલોજી, R&D, ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગની ગ્લોબલ એક્સપર્ટાઇઝનો લાભ મળે છે.

“મેક ઇન ઇન્ડિયા” પર ફોકસ

એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પોતાની કુલ સેલ્સમાંથી ફક્ત 1.8–1.9% રોયલ્ટી જ પેરેન્ટ કંપનીને આપે છે — એટલે કે, તેનો નફા પર મોટો પ્રભાવ પડતો નથી.
કંપનીલોકલાઇઝેશન પર ભાર મૂકી રહી છે — એટલે કે ભારતીય ઘટકોનો ઉપયોગ વધારી રહી છે. હાલમાં આ સ્તર 53.8% છે અને દર વર્ષે તેમાં 2–3% વધારો કરવાનો ધ્યેય છે.

મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક

એલજી ઇન્ડિયાની સૌથી મોટી તાકાત તેનું મલ્ટી-ચેનલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે. એલજીની પ્રોડક્ટ્સ રિલાયન્સ રિટેલ, ક્રોમા, વિજય સેલ્સ, જેવા રિટેલ ચેનલ્સ તેમજ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે. કંપની પાસે કુલ 35,640 ટચ-પોઇન્ટ્સ છે, જે તેને સ્પર્ધકો કરતાં ઘણું આગળ રાખે છે. હાલમાં કંપની પાસે બે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે — એક નોઈડામાં અને બીજો પુણેમાં. કંપની શ્રી સિટી (આંધ્ર પ્રદેશ)માં ત્રીજો પ્લાન્ટ બનાવી રહી છે, જ્યાં આવતા વર્ષે દિવાળીએ ઉત્પાદન શરૂ થવાનું છે.

શું તમને રોકાણ કરવું જોઈએ?

હોમ એપ્લાયન્સિસ સેક્ટરમાં એલજી ઇન્ડિયાનો ઓપરેટિંગ માર્જિન ખૂબ આકર્ષક છે. તેના રિટર્ન રેશિયો, એસેટ ટર્નઓવર, અને વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ પણ ઉત્તમ છે. સૌથી મહત્વની વાત — કંપની કર્જમુક્ત છે અને પોતાના કેશ ફ્લો વડે જ એક્સપેન્શન કરી શકે છે.

IPO માટે કંપનીએ ₹1,080–₹1,140 નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે.
અપર બેન્ડ પર શેરનું મૂલ્યાંકન FY25ના EPSના 35 ગણું છે, જે સ્પર્ધકોની તુલનામાં વધારે નથી.

Share This Article