મેરિકો લિમિટેડ અને અંબુજા ફાઉન્ડેશન 10 કરોડ લિટર પાણીની ક્ષમતાના જળાશયનું નિર્માણ કરશે

Rudra
By Rudra 4 Min Read

અમદાવાદ: તેના મુખ્ય જળ સંરક્ષક કાર્યક્રમ – જલાશયના ભાગ રૂપે, ભારતની અગ્રણી FMCG કંપની, મેરિકો લિમિટેડે અમદાવાદ જિલ્લાના સાણંદ અને વિરમગામના દુષ્કાળથી પ્રભાવિત વિસ્તારોમાં પર્યાવરણ અનુકૂળ જળ સંરક્ષણ પહેલ શરૂ કરવા માટે અંબુજા ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી. સમુદાય પર કેન્દ્રિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય નાણાકીય વર્ષ 2026 સુધીમાં સિંચાઈ અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે 10 કરોડ લિટર પાણીની ક્ષમતા માટે જળ સંસાધનોને પુનર્જીવિત કરવાનો, ભૂગર્ભજળ રિચાર્જ કરવાનો અને ખેડૂતો માટે સુધારેલ સિંચાઈને સમર્થન આપવાનો છે.

આ પહેલ હાલના જળ સંસાધનોને પુનર્જીવિત કરવા, ખેડૂતોની આવક વધારવા માટે સિંચાઈની પહોંચ સુધારવા અને ખેતીમાં પાણી વ્યવસ્થાપનની કાર્યક્ષમ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે. સમુદાયના હાથમાં નિયંત્રણને પ્રોત્સાહન આપીને અને પાણીની ઉપલબ્ધતા અને ગુણવત્તામાં થતા ફેરફારો અપનાવવા અને તેનો સામનો કરવા માટે, આ કાર્યક્રમ મેરિકોના જવાબદાર વિકાસના મુખ્ય મૂલ્ય સાથે સુસંગત છે, જે આખરે સ્થાનિક સમુદાયને લાભ આપે છે અને ટકાઉ કૃષિ પ્રથાઓને પ્રોત્સાહન આપે છે. વધુમાં, અંબુજા ફાઉન્ડેશન સમુદાયના આગેવાનો અને સ્થાનિક સરકારી અધિકારીઓને તાલમેલ બનાવવા અને પ્રોજેક્ટ રજૂ કરવા માટે જોડશે.

અંબુજા ફાઉન્ડેશન સાથે ભાગીદારીમાં અમલમાં મુકાયેલ, આ કાર્યક્રમ જળ સંરક્ષણને મજબૂત બનવવા સહીત આ પ્રોજેક્ટ ગામડાઓમાં 700 થી વધુ પરિવારોને સરકારી સામાજિક સુરક્ષા યોજનાઓના લાભો પણ પૂરા પાડશે. સહભાગી અભિગમ અપનાવીને, આ પ્રોજેક્ટ સમુદાયની સહભાગિતા સુનિશ્ચિત કરશે અને પાણીના પર્યાવરણ અનુકૂળ ઉપયોગની પદ્ધતિઓને પ્રોત્સાહન આપશે.

નાણાકીય વર્ષ 2025 સુધીમાં 444 કરોડ લિટરથી વધુ પાણીની ક્ષમતાનું નિર્માણ સહિત તેની ભૂતકાળની સિદ્ધિઓ પર આધારિત આ પહેલ મેરિકોની પર્યાવરણીય અનુકૂળતા અને સામાજિક જવાબદારી પ્રત્યેની વ્યાપક પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. આ કુલ સંખ્યામાં જલાશય કાર્યક્રમ દ્વારા ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઉત્પન્ન થયેલ 32 કરોડ લિટરનો સમાવેશ થાય છે.

આના ભાગ રૂપે, અંબુજા ફાઉન્ડેશન ગામડાઓમાં પાણીના સંસાધનો, ઉપયોગની રીતો અને આજીવિકાની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે સર્વેક્ષણો અને ગામડાઓનું મૂલ્યાંકન કરી રહ્યું છે. આ તારણના આધારે, તે સરકારી વિભાગો અને ભાગીદાર સંગઠનો સાથે સહાય અને સંકલન પ્રદાન કરવાની સહતે જળ સંરક્ષણ, પાણીના સંતુલિત વ્યવસ્થાપન અને આજીવિકાની વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરતી 3-વર્ષીય વ્યૂહાત્મક કાર્ય યોજના બનાવશે.

આ ભાગીદારી પર ટિપ્પણી કરતા, મેરિકો લિમિટેડના ગ્રુપ જનરલ કાઉન્સેલના ચીફ લીગલ ઓફિસર અને સીએસઆર કમિટીના સેક્રેટરી અમિત ભસીને જણાવ્યું હતું કે, “મેરિકો ખાતે, અમે ગ્રામીણ લોકોની આજીવિકાને અસર કરતી પાણીની અછત જેવા મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ પર્યાવરણ અનુકૂળ જળ સંરક્ષણ કાર્યક્રમ પર અંબુજા ફાઉન્ડેશન સાથેની અમારી ભાગીદારી કાયમી અસર ઉભી કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

જળસ્ત્રોતોને પુનર્જીવિત કરીને, કાર્યક્ષમ જળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપીને અને ખેતીની ઉત્પાદકતામાં વધારો કરીને, અમે સ્થાનિક ખેડૂતોને સશક્ત બનાવવા અને આ વંચિત ગામોના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ. અમારું માનવું છે કે આ પ્રકારના સહયોગી પ્રયાસો અર્થપૂર્ણ પરિવર્તન લાવી શકે છે અને જરૂરિયાતવાળા લોકોના જીવનમાં સુધારો કરી શકે છે.”

ફાઉન્ડેશનના સમુદાય દ્વારા સંચાલિત, ભાગીદારી-કેન્દ્રિત કાર્યક્રમ વિશે વાત કરતા, અંબુજા ફાઉન્ડેશનના સીઈઓ પર્લ તિવારીએ જણાવ્યું હતું કે, “અમારું ધ્યેય સ્થાનિક લોકોના હાથમાં આયોજન અને અમલીકરણનું નિયંત્રણ આપીને અને સમાવિષ્ટ અને પર્યાવરણ અનુકૂળ અભિગમ લાગુ કરીને સમુદાયોને સશક્ત બનાવવાનું છે. મેરિકો લિમિટેડ સાથેની અમારી ભાગીદારી લોકો અને તેમની આસપાસના લોકો બંને માટે કાયમી, સકારાત્મક પરિવર્તન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલ પાણીના કાર્યક્ષમ ઉપયોગ અને વિસ્તારમાં પાણી બચાવવાને પ્રોત્સાહન આપવાની સાથે વર્તણૂકીય ફેરફારોના મહત્વને મજબૂત બનાવે છે અને પર્યાવરણ અનુકૂળ પ્રથાઓ અપનાવવાને પ્રોત્સાહન આપે છે. અમે વધુ પર્યાવરણ અનુકૂળ ભવિષ્ય તરફ સામૂહિક પરિવર્તન સાથે સમુદાયને આત્મનિર્ભર બનાવવાની ઇચ્છા રાખીએ છીએ.”

આ ભાગીદારી દ્વારા, મેરિકો લિમિટેડ અને અંબુજા ફાઉન્ડેશન સાણંદ અને વિરમગામના ગ્રામીણ સમુદાયોના જીવન પર આવનારા વર્ષો સુધી આ પ્રદેશને લાભ આપે તેવી કાયમી અસર કરવા, પાણીની અછતના ગંભીર પડકારોનો સામનો કરવામાં મદદ કરવા અને પાણીના પર્યાવરણ અનુકૂળ વ્યવસ્થાપન પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે

Share This Article