50,000 કરોડ રૂપિયાની સંપત્તિ, ગામડામાં ઊભી કરી 1,00,000 કરોડની કંપની, જાણો કોણ છે શ્રીધર વેમ્બુ જેણે વ્હોટ્સએપને ચિંતામાં મૂકી દીધી

Rudra
By Rudra 3 Min Read

ઝોહો કોર્પ ઝડપથી આગળ વધી રહી છે. કંપનીનો વ્યવસાય તેજ ગતિએ વધી રહ્યો છે. ગયા વર્ષે કંપનીનું રેવન્યુ 1.4 અબજ ડોલર સુધી પહોંચી ગયું હતું. ગ્રાહકોની સંખ્યા 2.5 લાખ થઈ ગઈ છે. આજે ઝોહોની વેલ્યુએશન 12.4 અબજ ડોલર એટલે કે અંદાજે 1.03 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. કંપની સંપૂર્ણ રીતે બૂટસ્ટ્રેપ્ડ છે, એટલે કે કોઈ બહારના રોકાણકારથી ફંડ લેવામાં આવ્યું નથી.

શ્રીધર વેમ્બુ જેટલા સમૃદ્ધ છે એટલા જ સરળ જીવન જીવતા વ્યક્તિ છે. કોઈ દેખાવ વગર તેઓ ગામમાં સામાન્ય લોકોની જેમ રહે છે. બંગલાના બદલે નાના ઘરમાં રહે છે, લક્ઝરી કારની જગ્યાએ સાયકલથી ફરતા હોય છે. જો સંપત્તિની વાત કરીએ તો ફોર્બ્સ 2024ની યાદી મુજબ તેમની કુલ સંપત્તિ 5.85 અબજ ડોલર (અંદાજે ₹51,905 કરોડ) છે.

તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં ટેક્નોલોજી અને રોજગારીને પ્રોત્સાહન આપવા માટે ઝોહોની કામગીરી ગામડાથી શરૂ રાખી છે. દિલ્હી, મુંબઈ કે બેંગલુરુની જગ્યાએ તેમણે તમિલનાડુના નાના ગામમાં ઓફિસ શરૂ કરી. તેમણે ઝોહો સ્કૂલ ઓફ લર્નિંગની શરૂઆત કરી, જ્યાં ગામના યુવાનોને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને બાદમાં તેમને ઝોહોમાં જ નોકરી મળે છે.

તેમનું મન ન તો અમેરિકામાં લાગ્યું કે નોકરીમાં. બધું છોડીને તેઓ ભારત પરત આવ્યા અને 1996માં પોતાના મિત્રોની સાથે AdventNet કંપનીની સ્થાપના કરી. બાદમાં એ જ કંપનીનું નામ ઝોહો કોર્પ રાખવામાં આવ્યું. મોટા શહેરની જગ્યાએ તેમણે તમિલનાડુના તેન્કાસી ગામને પોતાનું કાર્યસ્થળ બનાવ્યું. 2019માં તેમણે સિલિકોન વેલી છોડી આ ગામમાં સ્થાયી થયા.

દેશી મેસેજિંગ એપ ‘અરટ્ટાઈ’ (Arattai) હાલમાં એપલના એપ સ્ટોરમાં ટોચ પર પહોંચી ગઈ છે. લોકો આ એપ અને તેને બનાવનાર કંપની ઝોહો તથા તેના સ્થાપક શ્રીધર વેમ્બુ વિશે મોટી સંખ્યામાં સર્ચ કરી રહ્યા છે. IITની ડિગ્રી અને અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીમાં ઊંચી પગારની નોકરી છોડી તેમણે કોઈ ધૂમધામ વિના ગામમાં સામાન્ય જીવન જીવવાનું પસંદ કર્યું અને ત્યાંથી જ કરોડોની કંપની ચલાવી રહ્યા છે.

1968માં તમિલનાડુના તંજાવુર જિલ્લાના નાના ગામમાં જન્મેલા શ્રીધર વેમ્બુએ IIT મદ્રાસમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરી, ત્યારબાદ પ્રિન્સ્ટન યુનિવર્સિટી (અમેરિકા)માંથી પીએચડી કરી અને પછી ક્વાલકોમમાં સિસ્ટમ ડેટા એન્જિનિયર તરીકે નોકરી કરી.

આ દિવસોમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ અરટ્ટાઈ ખૂબ ચર્ચામાં છે. તેને “દેશી વોટ્સએપ” કહેવામાં આવી રહ્યું છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ આ એપની પ્રશંસા કરી છે અને સોશ્યલ મીડિયા પર તેનો ઉલ્લેખ કર્યો હતો. લોકો તેને વોટ્સએપનો વિકલ્પ કહી રહ્યા છે. માત્ર અરટ્ટાઈ જ નહીં, પરંતુ તેને બનાવનાર કંપની ઝોહો પણ ચર્ચામાં છે. તાજેતરમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ પણ ઝોહો શો (Zoho Show) પ્રોડક્ટનો ઉપયોગ કરીને પ્રેઝન્ટેશન આપ્યું હતું. પરંતુ આજની ચર્ચાનું કેન્દ્ર ઝોહોના પ્રોડક્ટ્સ નહીં, પણ તેના માલિક શ્રીધર વેમ્બુ છે.

Share This Article