RRB NTPC Recruitment 2025: રેલવેમાં સરકારી નોકરી કરવા માગતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે. રેલવે ભરતી બોર્ડે આરઆરબી એનટીપીસી ભરતી 2025નું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી અંતર્ગત કુલ 8850 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાંથી 615 જગ્યાઓ સ્ટેશન માસ્ટરની છે. ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારો 21 ઓક્ટોબર 2025થી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર 2025 છે. અરજી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ rrbcdg.gov.inની મુલાકાત લઈ શકે છે.
જગ્યાની વિગતો
રેલવે સ્ટેશન માસ્ટર
ગુડ્સ ટ્રેન મેનેજર
ટ્રાફિક આસિસ્ટન્ટ
ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર
જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ
સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ
કુલ 5,817 જગ્યાઓ
જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ
અકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ
ટ્રેન ક્લાર્ક
કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક
કુલ 3,058 જગ્યાઓ
વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
એનટીપીસીની ગ્રેજ્યુએટ લેવલ: આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થાનમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. જો વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની લઘુતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 36 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસાર મહત્તમ વયમાં છૂટછાટ આપવામાં આવશે.
એનટીપીસી અંડરગ્રેજ્યુએટ લેવલ: અંડરગ્રેજ્યુએટ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી 12 પાસ કરેલું હોવું જરૂરી છે. જો વય મર્યાદાની વાત કરીએ તો, ઉમેદવારની લઘુતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસાર મહત્તમ વયમાં છૂટછાટ આપવામાં આવશે.
RRB NTPC Recruitment 2025: અરજી ફી
જનરલ, ઓબીસી, ઇડબ્લ્યૂએસ ઉમેદવારો માટે – 500 રૂપિયા
એસસી, એસટી, દિવ્યાંગ, મહિલા, એક્સ સર્વિસમેન – 250 રૂપિયા