અમદાવાદ: ખેડૂતો અને ખેલૈયા માટે માઠા સમાચાર છે. કેમ કે રાજ્યમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન છે કે, 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીની સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં વરસાદ થશે. 27 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે શરૂઆત થશે.
હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન છે કે, 28, 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ સંભવ છે. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સાવધાની જરૂરી છે. ડાંગ, નર્મદામાં પણ ભારેથી અતિભારે વરસાદ સંભવ છે. 28,29 સપ્ટેમ્બરે ક્યાંક ક્યાંક 8 ઈંચ સુધી વરસાદ સંભવ છે. સાથે તેણે જણાવ્યું કે, 29, 30 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રવાળામાં વરસાદ વરસી શકે છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ વરસે એવી સંભાવના છે. પોરબંદર, રાજકોટમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે એવી શક્યતા વ્યકત કરવામાં આવી છે. 29, 30 સપ્ટેમ્બર દરમિયાન 6થી 8 ઈંચ વરસાદ વરસે એવી શક્યતા છે. છે.
કચ્છમાં મધ્યમ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ ભારે વરસાદ સંભવ છે. જ્યારે સોમવારે સિસ્ટમની સ્થિતિ પરથી પૂર્વાનુમાનમાં ફેરફાર સંભવ છે.
નોંધનીય છે કે, રાજ્યમાં ચોમાસાની સ્થિતિની વાત કરીએ તો વધુ 8 જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ છે. કુલ 22 જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. હવે માત્ર 11 જિલ્લામાં જ ચોમાસાની વિદાય બાકી છે. ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં પણ ચોમાસું યથાવત છે.