મિત્રો, ગયા સપ્તાહે આપણે દ્રષ્ટ્રિકોણની વાત કરી હતી. કોઈ પણ પરિસ્થિતિ એ સમસ્યામાં ત્યારે જ પરિણમે છે, જ્યારે એનું અર્થઘટન આપણે આપણા સંકુચિત દ્રષ્ટિકોણ મુજબ કરીએ છીએ. આ સપ્તાહમાં આપણે વાત કરીશું બીજા મેજીકલ વર્ડ “ડિસ્કસ”ની એટલે કે ચર્ચા વિચારણાની.
ડિસ્કશન : દ્રષ્ટ્રિકોણ સાચો છે કે ખોટો એના વિશે ચર્ચા
સમસ્યાનું સમાધાન “વિચારણા”માં છે, વિચારવામાં નહિ
પહેલાના સમયમાં જ્યારે કોઈ બે રાજા રજવાડા કે સલ્તનતો વચ્ચેનો ગજગ્રાહ એ કલેશમાંથી યુદ્ધમાં પરિણમવાની તૈયારીમાં હોય ત્યારે એ વિનાશ રોકવાના હેતુથી એ વખતના અમાત્યો-સચિવો સંધિ કરતા, જેમાં બંને પક્ષો પોતપોતાના દાવા રજૂ કરીને એ ગ્રાહનો અંત લાવવાનો પ્રયત્ન કરતા હતા. તો મિત્રો, આપણે પણ બસ એ જ ફોર્મ્યુલા અહી વાપરવાનો છે.
બે વ્યક્તિ પોતપોતાના મનમાં પરણે ને મનમાં રાંડે, એટલે કે પોતપોતાની વિચારસરણીમાં રમ્યા કરે અને અંતે અર્થનો અનર્થ થાય એના કરતા સારૂં છે કે બંને સામસામે બેસીને પોતાના મનની વાત કહી દે અને આક્રોશ ઠાલવી દે. હા, હું જાણું છું કે એ સમયે આપણે જે મનઃસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોઈએ, એ મુજબ આ વાતને અમલમાં મૂકવી એ મજાક જેવું લાગે પણ અમુક વાર જિંદગી આવી જ મજાક મજાકમાં નાની નાની સમસ્યાઓના મોટા ઉકેલ આપી દે છે.
આપે અનુભવ્યું હશે કે જ્યારે પણ તમે કોઈ બાબતે અટવાઈ જાઓ ત્યારે તમે એકલામાં બેસીને મનોમંથન કરવાનો પ્રયત્ન કરો છે, ખરૂ ને.. તો એ પણ એક “ડિસ્કશન અટલે કે ચર્ચા” જ છે. સમાન રીતે આ જ વાત તમારી પ્રોફેશનલ લાઈફ પર પણ લાગુ પડે છે. મોટી મોટી કંપનીઓમાં હાલની તારીખે પણ નાનામાં નાના નિર્ણયો મીટિંગ બોલાવીને લેવામાં આવે છે. આના બે કારણ છેઃ એક તો ઓર્ગેનાઈઝેશનની નાના હોદ્દાથી લઈને ઉચ્ચ હોદ્દા સુધીના તમામ લોકોના મંતવ્યો જાણવા મળે છે અને બીજું એ કે એ તમામ લોકોનું એકબીજા સાથેનું બોન્ડીંગ મજબૂત થાય છે.
તો મિત્રો, હવે જ્યારે પણ એમ લાગે ને કે યાર, કઈં સમજ નથી પડતી કે શુ કરવું ને શુ નહિ, ત્યારે બિંદાસ….. જે પણ તમારી વાત સમજે એવું હોય તેની પાસે ચાલ્યા જવું અને ટ્રાય કરજો આ બીજો મેજિકલ વર્ડ જરૂરથી ટ્રાય કરજો.
હવે આપણે સમસ્યાના ઉકેલ આપતા ત્રીજા અને અંતિમ મેજીકલ વર્ડ કન્કક્લુઝન વિશે.
કન્કલ્યુઝનઃ એ ચર્ચાને અંતે મેળવવામાં આવતો યોગ્ય નિષ્કર્ષ
સૌ પહેલા આપણે વાત કરી નજરિયાની, ત્યારબાદ આપણે આવ્યા વિચારણાના મુદ્દે, પરંતુ જે સૌથી મહત્વનું પગલું છે, એ છે સમાપન પર આવવાનું – નિર્ણય લેવાનું. શક્ય છે કે કદાચ આજના વિષય પરના મારા વિચારો અમુક જણને ન પચી શકે, પરંતુ કપરા દર્દમાં આરામ મેળવવા માટે દવાનાં થોડાક તો કડવા ઘૂંટ ભરવા જ રહ્યાં. લેટ્સ બેક ટુ ધી ટોપિક….
ચાલો, માની લીધુ કે સામેવાળા વ્યક્તિનો આપણા માટેનો દ્રષ્ટ્રિકોણ થોડો ગલત હતો, કે કદાચ થોડા સમય માટે એ આપણને ઓળખવામાં થાપ ખાઈ ગયા અને એ જ વાતના નિરાકરણ માટે આપણે રૂબરૂ કે કોઈ થર્ડ પર્સન દ્વારા એ બાબત પર ચર્ચા કરી અને વાતનો નિવેડો લાવી દીધો, પરંતુ જ્યારે આ જ વાત ફરીને ફરી રિપીટ કરવામાં આવે ત્યારે આ બાબતને સંલગ્ન કોઈ ચોક્કસ નિવેદન લેવું શુ જરૂરી નથી બની જતું…
અમુક વાર અમુક વ્યક્તિઓ સાથેનું આપણું બોન્ડિંગ એવું થઈ જાય છે કે આપણે એના માટે આપણા તમામ નજરિયા અને વિચારધારાઓ, આપણા એથિક્સ સુદ્ધાં એક કોરે મૂકી દઈએ છીએ. સમર્પણ કરવું એ સારી વાત છે પણ જો એ સમર્પણ આત્મસમ્માનના ભોગે હોય તો એવા સંજોગોમાં એક પરફેક્ટ કન્કલ્યુઝન પર આવવું જરૂરી બની જાય છે. એક નિર્ણય લેવો જરૂરી બની જાય છે. શક્ય છે કે એ નિર્ણયને લીધે એ પાત્ર તમારાથી દૂર થઈ જાય, તમે પોતે પણ એક પ્રકારનું એકલાપણું અનુભવો પરંતુ એ એકલાપણું, એક કાલ્પનિક સંબંધમાં રહેવાનાં, એક ભ્રમમાં રહેવાના દર્દ કરતાં સો ગણુ સારૂ રહેશે કારણ કે એ તમને દર્દની સાથે સાથે સાચા કે ખોટા વ્યક્તિને પારખવાની આવડતરૂપી દવા આપીને જશે.
મારી પોતાની વાત કરું તો હું પણ મારા જીવનમાં એક એવી વ્યક્તિના સંપર્કમાં હતો અને મારું એની સાથેનું જોડાણ એવું હતું કે આના સાથે વાત કર્યા વગર મારો દિવસ પણ પસાર ન થાય. ધીમે ધીમે લાગણીઓ મજબૂત પણ થઈ અને ફીક્કી પણ પડી. ઘણી વાર એવો સમય આવ્યો કે મારે મારા એથિક્સ, મારું સ્વમાન બાજુએ મૂકવું પડ્યું છતા પણ સામે વાળું પાત્ર કોઈ પણ રીતે એનો નજરિયો બદલવા કે ચર્ચા કરવા તૈયાર ન થઈ.
જ્યારે કોઈ પણ રિલેશનશિપમાં લાગણીઓનો દ્વિપક્ષીય આદાનપ્રદાનનો વ્યવહાર ન હોય ને ત્યારે એનું આયુષ્ય ખૂબ જ ઝડપથી ટૂંકાઈ જાય છે, પછી એ સંબંધ ચાહે બે મિત્રોનો હોય, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનો હોય કે પતિ પત્નીનો – એનાં એક અદ્રશ્ય અંતર રચાઈ જ જાય છે. ત્રણ ત્રણ વર્ષની ઓળખ અને એક ખાસ બોન્ડિંગ હોવા છતાં પણ એમાં એક કમી હતી – એ બોન્ડિંગ, એ જોડાણ એકપક્ષીય હતું. અમારા બંનેના જીવનનો એક મહત્વ નિર્ણય લેવાના અણીના સમયે એ વ્યક્તિ પાછી પડી, એણે ના ચર્ચા કરવી જરૂરી સમજી કે ના વિચારણા કરવી અને ન છૂટકે મારે અંતિમ પગલાં તરીકે પરસેપ્શન અને ડિસ્કશનને એક કોરે મૂકીને કન્કલ્યુઝન કરવાનો સમય આવ્યો અને મે એ કર્યુ પણ ખરાં…
એક નજરે કોઈ ખાસ ફરક ન પડ્યો. એકાઉન્ટની ભાષામાં વાત કરુ તો એક ગમતી વ્યક્તિની ખોટ અને એના સ્થાને કોઈ નવા વ્યક્તિને ન સ્વીકારવાની વૃત્તિ ડેબિટ થઈ પણ એ સાથોસાથ સાચી કે ખોટી વ્યક્તિને ઓળખવાની સમજ, સાચા સમયે લીધેલા ખોટા નિર્ણયોને કઈ રીતે સુધારવા એ કૌશલ્ય અને કોઈ પણ વ્યક્તિનું આપણી સાથે સામેથી વાત કરવાનું કારણ એ ઓળખઈ જવાની આવડત ક્રેડિટ થઈ.
મુદ્દાની વાત એ જ કે કોઈ વ્યક્તિ તમારો PERCEPTION ચેન્જ કરી સકસે કાં તો તમને DISCUSSION કરવામાં મદદ કરી શકશે, પણ CONCLUSION પર તો તમારે જ આવવું પડશે Because You Are The Only Decision Maker….!!!
સમસ્યાનો ઉકેલ લાવતા ત્રણ મેજીકલ વર્ડ્સ વિશેનો આ લેખ વિશે આપના પ્રતિભાવ ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવ પ્રોત્સહન પુરૂ પાડી શકે છે.
- આદિત શાહ