બિલાસપુર: જિલ્લાના તખતપુર વિસ્તારના બેલપાનમાં રહેતા એક શખ્સે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટમાં ભાજપ નેતાના દીકરા દ્વારા પોતાની પત્નીને ભગાડી જવાની વાત લખી હતી. સુસાઇડ નોટના આધારે સ્વજને ભાજપા નેતાના દીકરા અને પત્ની સામે કાર્યવાહીની માગ કરી છે. કાર્યવાહી ન થતા મોટી સંખ્યામાં ગામના લોકો એસપી કચેરીએ પહોંચ્યા હતા.
સ્વજને આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે. તખતપુર વિસ્તારના બેલપાનમાં રહેતા દેવનાથ મરકામે જણાવ્યું કે, તે દિવ્યાંગ હોવાના કારણે ગામમાં દરજી કામ કરને પોતાનું જીવન પસાર કરે છે. તેનો નાનો ભાઈ દેવલાલ મરકામ (52) ગામમાં મજૂરી કામ કરતો હતો. તેની લાશ ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જેની જાણ થતા પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી હતી.
જેમાં લખ્યું હતુ કે, તેની પત્ની અનિતા મરકામને ગામના જ કિરાના દુકાન ચલાવતા દદુ કૌશિક સાથે પ્રેમ સંબંધ હતો. તેણે પોતાની પત્ની અને કિરાના દુકાન ચલાવનારને ઘણીવાર શરમજનક સ્થિતિમાં પકડ્યા હતા. તેણે પોતાની પત્નીને ઘણીવાર સમજાવી. કેટલાક દિવસ પહેલા જ તેની પત્ની અનિતાને લઈને દદુ ભગાડી ગયો હતો. જેની જાણ થતા દેવલાલ મરકામે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી.
પોલીસે સુસાઇડ નોટ જપ્ત કરી તપાસ શરૂ કરી છે. બીજી બાજુ આરોપી પર કોઈ કાર્યવાહી ન થવાથી સ્વજનોમાં આક્રોશ જોવા મળ્યો. ગામના લોકો સાથે સ્વજન એસપી કાર્યાલય પહોંચ્યા, સ્વજને આરોપિ દદુ કૌશિક અને અનિતા મરકામ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
એસપી કાર્યાલય પહોંચી સ્વજનોએ આરોપ લગાવ્યો કે મહિલાના ગાયબ થવાની જાણકારી હોવા છતાં પણ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખેડૂતે જ્યારે અત્મહત્યા કરી ત્યારે પણ પોલીસે ગુનો દાખલ કરવામાં ઢીલાઈ કરી હતી. આરોપી સામે કાર્યવાહી ન થવાતી પોલીસ પર કેસમાં બેદરકારીના આરોપ લાગ્યા છે.