ભારતે ઐતિહાસિક સફળતા મેળવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ ઇન્ટરમીડિએટ રેન્જની અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ખાસ વાત એ છે કે, આ મિસાઇલને ટ્રેનમાંથી લોન્ચ કરવામાં આવી છે. અગ્નિ પ્રાઇમ રેલ આધારિત મોબાઇલ લોન્ચરથી છોડવામાં આવી છે. ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેને લઈને જાણકારી શેર કરી છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે એક્સ પોસ્ટ દ્વારા અગ્નિ પ્રાઇમ મિસાઇલને લઈને જાણકારી આપી. તેણે એક્સ પર એક પોસ્ટ લખી, “ભારતે રેલ આધારિત મોબાઇલ લોન્ચર પ્રણાલી દ્વારા મધ્યમ અંતરની અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ નેક્સ્ટ જનરેશનની મિસાઇલ આશરે 2000 કિલોમીટર સુધી મારક ક્ષમતા ધરાવે છે અને તેમાં ઘણી વિશેષ ટેક્નોલોજી સામેલ છે. પહેલીવાર આ પ્રકારનું પરીક્ષણ વિશેષ રીતે તૈયાર કવરામાં આવેલા રેલ આધારિત મોબાઈલ લોન્ચર દ્વારા કરવામાં આવ્યું છે.
રક્ષા મંત્રીએ DRDOના સફળ પરીક્ષણ માટે શુભેચ્છાઓ આપી છે. તેણે એક્સ પોસ્ટ દ્વારા કહ્યું, “DRDO, સ્ટ્રેટેજિક ફોર્સેજ કમાન્ડ (SFC) અને સશસ્ત્ર દળોએ અગ્નિ પ્રાઇમ મિસાઇલના સફળ પરીક્ષણ પર હાર્દિક શુભેચ્છાઓ. આ સફળ પરીક્ષણે ભારતને એવા દેશોની શ્રેણીમાં સાલેમ કર્યું છે, જે રેલ પ્રણાલી દ્વારા મિસાઇલ લોન્ચની ક્ષમતા ધરાવે છે.”
અગ્નિ પ્રાઇમ મિસાઇલની ખાસિયત એ છે કે, તે 2000 કિલોમીટરની રેન્જ સુધી મારક ક્ષમતા ધરાવે છે. સૌથી મોટી વાત એ છે કે, તેમાં રેલ નેટવર્ક સાથે ચાલવાની ક્ષમતા છે. તેને દેશની કોઈપણ બોર્ડર પર ખૂબ જ ઓછા સમયમાં સરળતાથી પહોંચાડી શકાય છે. તે રડારથી બચાવમાં ઘણી હદે સક્ષમ છે. આ મિસાઇલ અન્ય ગણી વિશેષ સુવિધાઓથી સજ્જ છે. તેની નેવિગેશન સિસ્ટમ ઘણી શાનદાર છે, જેનાથી દુશ્મનના ઠેકાણાઓ પર સટિકતાથી ટાર્ગેટને નિશાન બનાવી શકાય છે.