રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા “RANGAT GARBA FOR A CAUSE”નું આયોજન, ગરબામાંથી થતી આવક ICU ઓન વ્હીલ્સને સમર્પિત કરવામાં આવશે

Rudra
By Rudra 2 Min Read

સોમવારથી શરુ થનારા નવલા નોરતાની ખેલૈયાઓ કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. નવલા નોરતાની રાતે ગરબા અને માતાજીની ભક્તિ સાથે ગરબાપ્રેમીઓ માટે સબંધ સાચવવા તેમજ કેળવવાનો પણ એક ઉત્તમ પ્રસંગ છે. ત્યારે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા “RANGAT GARBA FOR A CAUSE”નું આયોજન કરવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે, આ વર્ષે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા નવરાત્રિમાં સુપ્રસિદ્ધ કલાકાર ઓસ્માન અને આમિર મીરની જોડી દ્વારા ખેલૈયાઓને ગરબે ઝુમાવવા આવશે. તા. 20 સપ્ટેમ્બર શનીવારના રોજ યોજવા જઈ રહેલા રોટરી ક્લબ ઓફ સુપ્રીમના ગરબા શહેરના નિર્વાણ પાર્ટી પ્લોટ, એસજી હાઇવે ખાતે યોજાવા જઈ રહ્યાં છે. રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના “નવનીત ગુલાટીએ” જણાવ્યું કે, આ ગરબા યોજવાનો મુખ્ય હેતુ ગરબામાંથી થતી ટીકીટની સેલ્સની આવક ICU ઓન વ્હીલ્સને સમર્પિત કરવામાં આવશે. જે જરૂરિયાતમંદોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડે છે. ખરીદેલ દરેક પાસ વ્હીલ્સ પર ICU સુવિધાઓ સ્થાપિત કરવામાં તેનો સીધો ફાળો આપે છે. જેમાં ક્રિટિકલ કેર માટે તે દર્દીઓ સુધી સમયસર પહોંચી શકે.

રોટરી ક્લબ ઓફ અમદાવાદ દ્વારા સુપ્રીમ થનારા ગરબાની થીમ અંગે વાત કરીએ તો આ “સુપ્રીમ ગરબા રંગત એક હેતુ માટે પ્રસ્તુત થનારા ગરબા રહેશે. નવલા નોરતાની રાત્રે ગરબા પ્રેમીઓના હૃદયને સ્પર્શી જાય તેવા ગરબાઓ સાથે સુંદર ડેકોરેશન સાથે તમામ પ્રાથમિક સારવારની સુવીધાઓ કરવામાં આવી છે. સાથે ઉત્સાહી અમદાવાદીઓ દ્વારા જીવંત પોશાક પહેરીને પરંપરાગત ગરબા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. નવલા નોરતે અમે શ્રેષ્ઠ ગરબા કરી લોકોને મંત્રમુગ્ધ કરનારા તમામ કેટેગરીના ખેલૈયાઓને અમે તેમના પર્ફોર્મન્સ થકી પુરસ્કારો આપી કરી સન્માનિત પણ કરીશુ. તમને જણાવી દઈએ કે , રોટરી ક્લબ દ્વારા યોજવામાં આવેલા આ ગરબા ઇવેન્ટની ટિકિટના વેચાણમાંથી થતી આવકનો ઉપયોગ અમે સામાજીક અને ઉમદા કાર્ય માટે કરવા જઈ રહ્યાં છીએ.

Share This Article