ભારતમાં શુક્રવારેથી આઈફોન 17નું વેચાણ શરૂ થઈ ગયું છે. એપ્પલના સ્ટોર્સ સામે ગ્રાહકોની લાંબી ભીડે બધાનું ધ્યાન ખેંચ્યું છે. ત્યાર બાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે, શું આઈફોન ખરીદવો જોઈએ કે, કોઈ રોકાણ કરવું વધારે સારું રહેશે. આ ચર્ચામાં હવે દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે લોકોને આઈફોન 17ની જગ્યાએ એક લાખ રૂપિયા મ્યૂચઅલ ફંડ્સમાં રોકાણ કરવાની સલાહ આપી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિજય કેડિયાએ લખ્યું કે, એક લાખ રૂપિયા માર્કેટમાં રોકાણ કરાવો એવો બિલકુલ અર્થ નથી કે તમે ટેક્નોલોજીને નજરઅંજાદ કરી દો, પરંતુ વર્તમાન સમય માર્કેટમાં જે તક આપી રહ્યો છે તે ભવિષ્ય માટે શાનદાર છે. વિજય કેડિયા લખે છે કે, આઈફોન 17 ખરીદતા પહેલા આને વાંચો… આઈફોન 17 બધા માટે નથી. 1 લાખ રૂપિયાનું રોકાણ વધારે ચર્ચામાં રહેનાર ફોન માટે કરો કે પચી મ્યૂચઅલ ફન્ડ્સમાં રોકાણ કરો. આગામી 6 વર્ષણાં માર્કેટમાં લગાવેલા 1 લાખ રૂપિયા વધીને 2 લાખ થઈ જશે, જ્યારે આઈફોનની રિસેલ વેલ્યૂ 15 હજાર સુધી ઓછી થઈ શખે છે. તેઓ આગળ લખે છે, COME BACK — LEAVE THE QUEUE.” વિજય કેડિયાએ લોકોને આઈફોન ખરીદતા પહેલા બે વાર વિચારવાની વાત કહી છે.
એક અન્ય પોસ્ટમાં વિજય કેડિયા લખે છે કે, જો તમે ભીડમાં છો, તો આઈફોન તમારા માટે નથી. તમારા જીવનમાં કંઈક અન્ય જરૂરી જવાબદારીઓ છે, એવામાં મ્યૂચઅલ ફંડ તમારા માટે છે. આવો પાછા ફરીએ.
આ ચર્ચા લાંબા સમયથી અલગ અલગ સામાનોને લઈને ચાલી રહી છે. તમારા ધ્યાનમાં ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ જરૂરી જોઈ હશે. તમે તમારા શોખ અને જરૂરિયાતો અનુસાર નિર્ણય કરો. આ દરમિયાન એ જરૂર ધ્યાન રાખો કે, તમારા શોખના ચક્કરમાં તમારી પાસે જરૂરી સેવિંગ છે કે નહીં.
(આ રોકાણ માટેની સલાહ નથી. શેર બજાર જોખમ રહેલું છે. કોઈ પણ રોકાણ પહેલા સમજી વિચારીને નિર્ણય લો. અહીં આપેલી સલાહ એક્સપર્ટના પોતાના વક્તિગત વિચાર છે. ખબરપત્રીને તેના આધાર પર શેરને ખરીદવાદ અને વેચવાની સલાહ આપતું નથી.)