6 છોકરાના બાપ પર ફિદા થઈ ગઈ આ હિરોઈન, લગ્ન વગર બની ગઈ માં, દીકરી 56 વર્ષથી કરે છે હિન્દી સિનેમા પર રાજ

Rudra
By Rudra 3 Min Read

આજના સમયમાં પણ ઘણી હિરોઈન સંઘર્ષ કરતી જોવા મળે છે. સ્ત્રી હોવાને કારણે તેમને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ક્યારેક પરિવારના બંધનો રસ્તામાં આવે છે, ક્યારેક ઈન્ડસ્ટ્રીની કાળી કરતૂતો. કલ્પના કરો કે જો આજના સમયમાં આ પરિસ્થિતિ છે, તો પહેલા કેવી પરિસ્થિતિ હોતી હશે. જ્યારે મહિલાઓ માટે કામ કરવું સારું માનવામાં આવતું ન હતું. તેવામાં જૂની હિરોઈને ફિલ્મોમાં આવવા માટે કેટલી હદમાંથી પસાર થવું પડ્યું હતું.

આવી જ એક હિરોઈન છે. જેણે હિરોઇન બનવા માટે માત્ર મુશ્કેલીઓનો સામનો જ નહીં, પણ પોતાના પ્રેમ માટે ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કર્યો. આ કારણે તેને પોતાની પર્સનલ લાઈફમાં પણ વિવાદોનો સામનો કરવો પડ્યો છે. તે બીજી કોઈ નહીં પણ પુષ્પવલ્લી છે. તેમનું સાચું નામ કંડલા વેંકટ પુષ્પવલ્લી તયારુ છે, જેમનો જન્મ 1926માં આંધ્રપ્રદેશમાં થયો હતો.

પુષ્પવલ્લી પ્રખ્યાત હિન્દી સિનેમા એક્ટ્રેસ રેખાના માતા છે. તેમને નાનપણથી જ ફિલ્મોમાં રસ હતો. તેમણે 12 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ પહેલી વાર ‘સંપૂર્ણ રામાયણમ’માં સીતાની ભૂમિકામાં પડદા પર દેખાયા હતા.

‘ન્યૂઝ18 તેલુગુ’ અનુસાર, 1936માં રિલીઝ થયેલી આ તેલુગુ ફિલ્મ માટે પુષ્પવલ્લીને 300 રૂપિયા ફી મળી હતી. જે ​​તે દિવસોમાં ઘણી હતી. હીરોને પણ આટલી રકમ મળતી નહોતી. આ પછી તેમણે સુપરહિટ ફિલ્મ ‘બાલા નાગમ્મા (1942)’માં કામ કર્યું. 1947માં તેમણે ‘મિસ માલિની’માં લીડ રોલ અદા કરીને ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું.

પુષ્પવલ્લીએ જેમિની સ્ટુડિયોમાં 18 વર્ષ સુધી સતત કામ કર્યું. તેમણે તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં વિવિધ રોલ નિભાવ્યા. પરંતુ પર્સનલ લાઈફમાં તેમણે એ દુ:ખ વેઠવા પડ્યા જેની તેમની કલ્પના પણ કરી ન હતી. આ જ કારણ છે કે રેખાની માતા પુષ્પવલ્લી તેમની વ્યાવસાયિક કારકિર્દી કરતાં તેમના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહ્યા.

પુષ્પવલ્લીએ નાનપણથી જ તેમના ઘરની જવાબદારીઓ સંભાળી હતી. આ જ કારણ છે કે તેઓએ વિરામ વિના સતત કામ કર્યું. બાળ કલાકાર બન્યા પછી તેઓ સપોર્ટિંગ રોલ તરફ વળ્યા. જોકે, પરિણામ એ આવ્યું કે તે ક્યારેય ટોચની એક્ટ્રેસ ન બની શકી. 1940માં તેમણે આઈ.વી. રંગાચારી નામના વકીલ સાથે લગ્ન કર્યા. તેમને બે બાળકો હતા. જોકે, આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં, અને તેઓ અલગ રહેવા લાગ્યા.

મિસ માલિનીમાં કામ કરતી વખતે પુષ્પવલ્લી સ્ટાર જેમિની ગણેશનને મળ્યા, જે પહેલાથી જ છ બાળકો સાથે પરિણીત હતા. જોકે, તેઓ પ્રેમમાં પડ્યા અને તેમનો સંબંધ ચાલુ રાખ્યો. ગણેશન અને પુષ્પવલ્લીએ લગ્ન કર્યા નહીં, પરંતુ સાથે રહેતા હતા. તેમને બે પુત્રીઓ હતી: રેખા અને રાધા. 1991માં પુષ્પવલ્લીનું અવસાન થયું.

પુષ્પવલ્લી તેમની પુત્રી રેખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાવ્યા. તેમની માતાની જેમ રેખાએ પણ નાની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું અને તેમના ભાઈ-બહેનોની જવાબદારી લીધી. એવું પણ કહી શકાય કે રેખા ફિલ્મોમાં આવવા માટે મજબૂર હતી. રેખાએ 12 વર્ષની ઉંમરે તેલુગુ ફિલ્મ “રંગુલા રત્નમ” થી એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી.

 

Share This Article