Navratri 2025: નવરાત્રી મહોત્સવના આયોજનને લઈને અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયુંં

Rudra
By Rudra 12 Min Read

નવરાત્રિ મહોત્સવ દરમ્યાન શેરીઓ અને સોસાયટીઓમાં રાસ-ગરબાના કાર્યક્રમો ઉજવવા માટેની પરવાનગી માંગવામાં આવે છે. નવરાત્રી મહોત્સવ પુરતું માત્ર ટિકીટ/પાસ વગરના તેમજ પાર્ટી પ્લોટ/કલબો/નાટ્ય ગૃહો સિવાયના કાર્યક્રમો માટે લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવા તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૨/૧૦/૨૦૨૫ સુધીના ગરબા કાર્યક્રમો માટે તમામ મામલતદારોને આથી અધિકૃત કરવામાં આવે છે.

૧. ટીકીટ અથવા પાસવાળો પાર્ટી પ્લોટ અને કલબો માટેના રાસ-ગરબાના કાર્યક્રમો માટે કાર્યક્રમની મંજુરી મામલતદાર તરફથી આપી શકાશે નહી અને આવી પરવાનગી લાગું પડતા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ (SDM) દ્વારા આપવામાં આવશે.

૨. પો.સ્ટે. વિસ્તારમાં સ્થાનિક પરિસ્થિતિને અનુલક્ષીને તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૨/૧૦/૨૦૨૫ ના દિવસો પૂરતુ માઇક તથા લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા નોઇસ પોલ્યુસન (રેગ્યુલેશન અને કંટ્રોલ) રૂલ્સ ૨૦૦૦ની કલમ ૫(૨)ની જોગવાઈઓને આધિન રહી પરવાનગી ખાસ કિસ્સા તરીકે રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધીની જ આપવી.

૩. રાત્રી કલાક ૧૨.૦૦ વાગ્યા પછી કોઈપણ સ્થળે રાસગરબા કે કાર્યક્રમમાં માઈક તથા લાઉડસ્પીકર ચાલુ રાખી શકાશે નહી આ સમય બાદ કાર્યક્રમમાં માઈક તથા લાઉડસ્પીકર ચાલુ જણાઈ આવે તો કાર્યક્રમના આયોજક તથા સાઉન્ડ સીસ્ટમવાળા વિરૂધ્ધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ જિલ્લાના જાહેરનામા ક્રમાંક: નં.ડીસી/એમએજી/નવરાત્રી/એસ.આર.૧૬૯/૨૦૨૫માં નિર્દેષ્ટ કર્યા મુજબ કાર્યવાહી કરવી.

૪. આપના વિસ્તારનાં લાઉડસ્પીકરની પરવાનગી આપવામાં આવે ત્યારે આ પરવાનગી પત્રની સાથે સુચનાઓનો પત્ર અરજદારને સાથે આપવાનો રહેશે.

૫. ગરબા કાર્યક્રમોના આયોજકોએ પ્રાઇવેટ સિક્યુરીટી મારફતે એન્ટી સપોટેજ ચેકીંગ કરાવવું તથા સુરક્ષા વ્યવસ્થા રાખવા જણાવવું. તેમજ. સીસીટીવી કેમેરા પુરતી સંખ્યામાં પાર્કીંગ અને પ્રોગ્રામના સ્થળે ગોઠવવા જણાવવું,

૬. ઈલેકટ્રીક ફીટીંગ યોગ્ય હોવાની ફાયર સેફટીની સગવડ આયોજકોએ કરવાની રહેશે અને તે મતલબનું પ્રમાણપત્ર મામ.શ્રી સમક્ષ રજૂ કરવાનું રહેશે.

૭. ગરબાના સ્થળે પાર્કીંગ વ્યવસ્થા વોલન્ટીયર્સ સિક્યુરીટી ગાર્ડ મારફતે આયોજકોએ કરવાની રહેશે પાર્કીંગ રોડ ઉપર થવું જોઈએ નહી, નહીં તો આપેલ પરવાનો રદ થવા પાત્ર રહેશે.

૮. સાઉન્ડ સીસ્ટમ ૧૨.૦૦ વાગે અચુક બંધ કરવી તથા ૧૨.૦૦ વાગ્યા પછી માઈક તથા લાઉડસ્પીકર સિવાયના અન્ય વાજિંત્રોથી પણ વધુ નોઈસ પોલ્યુશન ન થાય તેની તકેદારી રાખવી અને જો તેમ થતું જણાઈ આવે તો આયોજક તથા વાજિત્રોવાળા વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવી.

૯. ગરબાના કાર્યક્રમની જગ્યાઓએ એન્ટ્રન્સ અને એકઝીટ નો ગેટ અલગ અલગ સ્થળ રહે તે જોવું.

૧૦. જગ્યાની બંન્ને સાઇડ ૨૦૦ મીટર સુધી રોડ ઉપર ટ્રાફીક જામ ન થાય અને અડચણરૂપ પાર્કીંગ ન થાય તેની જવાબદારી આયોજકોને સોંપવી.

૧૧. કચેરી દ્વારા ઈસ્યુ થયેલ તમામ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવો.

નવરાત્રિ મહોત્સવ દરમ્યાન આયોજકો/વ્યવસ્થાપકોને આપવાની સુચનાનું પત્રક નીચે મુજબ છે.

૧. ગરબાની સ્થાપના તેમજ રાત્રીના ગરબાના કાર્યક્રમો જાહેર જનતાને અડચણ/ અવરોધરૂપ ન થાય તેવી જગ્યાએ દા.ત.કોમન પ્લોટ, જાહેર ઉપયોગી જગ્યાઓ, ખાનગી પ્લોટ વગેરે જગ્યાએ થાય તેની તકેદારી રાખવી.

૨) ગરબાના સ્થળે વાહનોના પાર્કિંગની પૂરતી વ્યવસ્થા અલગ ખુલ્લી જગ્યાએ કરવી અને તે સ્થને વોલેન્ટીયર્સ / ખાનગી સીક્યુરીટી મારફતે વ્યવસ્થા જાળવવી પાકીંગ જગ્યાની સામે ૨૦૦ મીટર સુધી ટ્રાફીક જામ ન થાય તે જોવું.

3. ગરબાના સ્થળની અંદર કોઈપણ વસ્તુ નહી લઈ જવા દઈ. પ્રવેશ દ્વાર ખાતે ચેકીંગ કરી જવા દેવાય તેવી વ્યવસ્થા કરવી અને આયોજકોએ કોટા સહીતનું ઓળખપત્ર ધરાવતો જાણીતો સ્ટાફ રાખવો જેથી અનધિકૃત વ્યક્તિ આયોજક તરીકે ધુસી ન જાય કે ભાંગફોડીયા પ્રવૃત્તિ કરી ન શકે. પ્રવેશની જગ્યાએ તથા ગરબા રમાતા હોય ત્યાં ક્લોઝ સર્કીટ કેમેરા (HDCCTV) મુકાવી અસામાજીક તત્ત્વો દ્વારા અનિચ્છનીય કૃત્ય ન થાય તેની તકેદારી રાખવી.

૪. ગરબાના સ્થળે આયોજકોએ પબ્લિક એડ્રેસ સીસ્ટમ દ્વારા એકઠા થયેલ લોકોને પોતાના પાકીટ, મોબાઇલ ફોન વ્યવસ્થિત સાચવવા પોતાના વાહનો વ્યવસ્થિત પાર્ક કરવા સૂચના કરતા રહેવું.

૫. ગરબાનું આયોજન થતું હોઇ ત્યાં પ્રવેશદ્વાર પર કોરફ્રેમ મેટલ ડરિક્ટર/હેન્ડ હેલ્ડ મેટલ કરિક્ટર તથા સીક્યુરીટી સ્ટાફ રાખવો અને શંકાસ્પદ વ્યક્તિની શારિરિક ચકાસણી કરવી. મહિલા સુરક્ષા કર્મચારી પણ સલામતી વ્યવસ્થા માટે રાખવા, એન્ટ્રન્સ તથા એકઝીટ મોટા રાખવા તથા અલગ અલગ સ્થળે રાખવા બંન્ને જગ્યાએ બેરીકેટીંગ રાખવી.

૬. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ ગરબામાં જણાય તો તાત્કાલીક સ્થાનિક પોલીસ અને (Police Control Room Ahmedabad (rural) 026891168) ને જાણ કરવી

૭. ગરબાના સ્થળે ઈલેક્ટ્રીક સીસ્ટમ માટે મેઈન્ટેન્સ સ્ટાફ હાજર રાખવો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરેલ નિયમોના ધોરણે ગ્રામ્ય વિસ્તારમાં પણ જરૂરીયાત મુજબ જરૂરી અગ્નિશામક સાધનો રાખવા, MCB/ MILLB અવશ્ય લગાવવી.

૮. ગરબાઓમાં કાર્યક્રમ માટે મોટા સ્ટેજ ઉભા કરવામાં આવે છે તેની મજબુતાઈ અંગે PWD એન્જી.નું પ્રમાણપત્ર મેળવવું તેમજ તે સ્ટેજ નીચે શંકાસ્પદ વસ્તુઓ અંગે અવાર નવાર ચેકીંગ રાખ્યું શંકાસ્પદ વસ્તુ જણાય તો તાત્કાલીક સ્થાનિક પોલીસને જાણ કરવી અને તે વસ્તુથી લોકોને દુર રાખવા.

૯. વિજળીનો પ્રવાહ બંધ થઈ જાય તો મુશ્કેલી ઉભી ન થાય તે માટે સ્ટેન્ડ બાય જનરેટર રાખવું અને અગત્યની વસ્તુઓ પ્રકાશિત રહી શકે તેવી વૈકલ્પિક લાઈટની વ્યવસ્થા ગોઠવવી.

૧૦, ગરબાના કાર્યક્રમની મંજુરી આપેલ સમયમર્યાદામાં પુરો થાય તે જોવું રાત્રીના ૧૨.૦૦ વાગ્યા બાદ સાઉન્ડ સીસ્ટમ કે ઢોલ વગાડી શકાશે નહીં.

૧૧. સરકારશ્રી દ્વારા નક્કી થયા મુજબ તા. ૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૫/૧૦/૨૦૨૫ સુધી ગરબા કાર્યક્રમો રાત્રીના ક.૧૨.૦૦ સુધી જ ચલાવવા પરવાનગી આપવામાં આવેલ છે. જેથી રાત્રીના ક.૧૨.૦૦ બાદ માઈક /સાઉન્ડ સિસ્ટમ વગાડી શકાશે નહીં.

૧૨. નવરાત્રી મહોત્સવ દરમ્યાન આયોજકો/વ્યવસ્થાપકોએ નવરાત્રી/શરદપૂનમના રાસગરબાના સ્થળે પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઈ ગંદકી કે કોઈ રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના પગલા ભરવાની જવાબદારી રહેશે.

૧૩. નવરાત્રી આયોજક દ્વારા કોઈ પણ મંડપ, પંડાલ કે ટેમ્પરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કુલ, હોસ્પિટલ, જવલનશીલ પદાર્થના રોડાઉન ઈત્યાદીથી દુર નિર્માણ કરવાનું રહેશે. આ માટે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ/રસ્તા ખુલ્લા રાખવાના રહેશે તથા અવરોધક વસ્તુઓ દુર કરવાની રહેશે.

૧૪. નવરાત્રી આયોજક દ્રારા કોઈ પણ મંડપ કોઇ પણ પ્રકારની ભટ્ટી, ઇલેક્ટ્રીક સબસ્ટેશન, ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રીકલ હાઈ-ટેન્શન લાઇન કે રેલ્વે લાઈનથી દુર કરવાનું રહેશે. બે સ્ટ્રક્ચર વચ્ચે ૦૨ મીટરથી ઓછુ અંતર હોવુ જોઈએ નહી.

૧૫, આયોજક દ્રારા કોઇ પણ સ્ટ્રકચરની અંદર કોઇ પણ પ્રકારના સ્ટોલ બનાવવાના રહેશે નહી તથા આ સ્ટ્રક્ચરના સ્ટેજની નજીક કે સ્ટેજના નીચેના ભાગમાં આગ લાગી શકે કે લગાડી શકે તેવા કોઈ પણ પદાર્થો સંગ્રહ કરવાનો રહેશે નહી.

૧૬, પંડાલની કેપેસીટી મુજબના વ્યકતિઓને પ્રવેશ આપવાનો રહેશે વ્યક્તિ દીઠ ઓછમાં ઓછી ૦૧ સ્કવેર મીટર જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે.

૧૭. નવરાત્રીના પંડાલમાં ફીક્સ પાર્ટીશન કરવાનું રહેશે નહી. ઈમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી ઈમરજન્સી એકઝીટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે.

૧૮. નવરાત્રી આયોજક દ્રારા પંડાલમાં દૈનીક કેટલા વ્યક્તિઓ / દર્શકો/ ખેલેયાઓ પ્રવેશે છે. તેઓનો સંપુર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે.

૧૯. નવરાત્રી આયોજક દ્વારા સ્ટ્રક્ચરની અંદર તથા બહાર સરળતાથી વાંચી શકાય તે મુજબ ન્યુક NO SMOKING ZONE” “Exit” “Emergency Exit” ના ઓટો ગ્લો મટીરીયલમાં સાઈનેજીસ લગાવવાના રહેશે.

૨૦, આયોજક દ્વારા કોઈ પણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ કે તેના પડદા અને કાર્પેટ ફાયર મુફ મટીરીયલના હોવા જોઈએ અથવા ફાયર રીટાર્ડન્ટ પેઇન્ટ કરાવવાનો રહેશે.

૨૧. આયોજકો દ્વારા મંડપમાં કરવામાં આવતા ઇલેક્ટ્રીક વાયરીંગ પ્રવર્તમાન વિજળી અધિનિયમ મુજબના કરાવવાના રહેશે તથા મંડપમાં કરવામાં આવેલ તમામ ઇલેક્ટ્રીક વાયરીંગ અંગે સરકાર માન્ય ઈલેક્ટ્રીક લાઈસન્સ ધારક પાસેથી ચકાસણી કરાવવાની રહેશે. ઇલેક્ટ્રીક વિજ ઉપકરણોનું ઇન્સ્ટોલેશન (IS-1646-1982) મુજબ કરવાનો રહેશે.

૨૨, પંડાલમાં કરવામાં આવનાર વાયરીંગ પી.વી.સી, આવરણ વાળા કંડક્ટર અથવા સરળતાથી વળી શકે તેવા ટફ રબ્બરમાં કરેલા હોવા જોઈએ વાયરીંગના તમામ જોડાણ પોર્સેલેઇન ઈંસ્યુલેટેડ કનેક્ટરથી કરવાના રહેશે.

૨૩. આયોજકો દ્વારા ઇલેક્ટ્રીકનું મુખ્ય સ્વિચ બોર્ડ એ.સી. અથવા જી.આઇ. માં બનાવવામાં આવેલ હોવુ જોઈએ તથા આવા હંગામી મંડપથી દુરના અંતરે ઈલેક્ટ્રીક જંકશન બોર્ડ પાયલોટીંગ લાઇટ સાથે ઉપલબ્ધ કરાવવાના રહેશે.

૨૪. સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રીક લાઈટીંગ, બલ્બ કે ટ્યુબલાઈટ કે તેના કોઈ પાર્ટસ કે મંડપના કોઈ ભાગ કે સુશોભન અથવા સરળતાથી સળગી શકે તેથી વલનશિલ સામગ્રીથી ઓછામાં ઓછા ૧૫ સેમી. ના અંતરે રાખવાના રહેશે.

૨૫, સંચાલકો દ્વારા આવા પંડાલમાં કે પંડાલની બહારના ભાગે સળગી ઉઠે તેવા જવલનશિલ સામગ્રી કે પદાર્થ કે પ્રવાહી રાખવાના રહેશે નહી તથા ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ કરવાનો રહેશે નહી.

૨૬. સંચાલકો દ્વારા આવા પંડાલમાં કે પંડાલની બહાર ફાયર કેકર્સ કે રસોઈ બનાવવાની સામગ્રી, ધુમ્રપાનના સાધનો કે આગ લાગી શકે તેવા કોઇ પદાર્થ કે જ્યોત ઇત્યાદી રાખવાની રહેશે નહી.

૨૭. મોશન ફિલ્મ બતાવવા માટે સ્કીન બનાવવામાં આવેલ હોય તો ફરજીયાત તેમાં સેફટી ફિલ્મ અચૂક પ્રદર્શીત કરવાની રહેશે.

૨૮. સંચાલકો દ્વારા મંડપમાં માતાજીની મુર્તી પાસે રાખવામાં આવતા દીવા નીચે રેતી અચુક રાખવાની રહેશે. અને મંડપના સંચાલન અર્થે ઓછામાં ઓછા એક સ્વયંમ સેવક રાઉન્ડ ધ ક્લોક ઉપસ્થીત રાખવાના રહેશે.

૨૯. સંચાલકો દ્વારા મંડપમાં આગ અકસ્માતની સલામતી અર્થે માતાજીના ઉત્સવના તમામ સમય ગાળા દરમિયાન ફાયર ઍક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કરનાર જાણકાર પ્રશિક્ષીત વ્યકતીઓને અચુક રાઉન્ડ ધ ક્લોક રાખવાના રહેશે.

૩૦. પંડાલમાં આગ સલામતી અર્થે પાણીનો પૂર્વઠો કુલ ફ્લોર એરીયાના ૦.૭૫ લીટર/સ્કવેર મીટર કરતા ઓછો હોવુ જોઈએ નહી તથા પાણીનો પૂર્વઠો ડ્રમ/બકેટ સુવ્યવસ્થીત ઝડપથી ઉપયોગમાં લઈ શકાય તે મુજબની ગોઠવણી કરવાની રહેશે.

૩૧. સંચાલકો દ્વારા પ્રત્યેક ૧૦૦ ચો. મીટરને ધ્યાને લેતા તેઓના મંડપમાં માતાજી ઉત્સવના સમય ગાળા દરમિયાન ૦૨ નંગ એ.બી.સી. ટાઇપ ૦૬ કે.જી. ફાયર એક્સ્ટીંગ્યુશર અને ૦૨ નંગ સી.ઓ.ટુ. ટાઈપ ૪.૫ કે.જી. ફાયર એકસ્ટીંગ્યુશર અને ૨૦૦ લીટર પાણી ભરીને ડ્રમ ઢાંકીને રાખવા તથા રેતી બરેલી બે ફાયર બકેટ અચુક મંડપ પ્રીમાઈસીસમાં ઉપલબ્ધ કરાવવાની રહેશે.

૩૨. સંચાલકોને જણાવવામાં આવે છે કે ઉક્ત સુચના ફક્ત ફાયર સેફ્ટીના સલામતી માટે આપવામાં આવે છે. ફાયર વિભાગ સીવાયના અન્ય ઓથોરીટી જેવી કે પોલીસ વિભાગ, ટ્રાફીક વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય વિભાગો થકી આપવામાં આવતી સુચનાઓનું પાલન તથા અમલ વારી કરી લગત વિભાગના ના-વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાના રહેશે.

૩૩. નવરાત્રી સંચાલકોને ફાયર વિભાગ દ્વારા વખતો વખત આપવામાં આવતી સુચનાઓનું અચુક પાલન કરવાનું રહેશે.

દશેરા શોભાયાત્રા, રાવણદહન ના કાર્યક્રમો દરમ્યાન આયોજકો/વ્યવસ્થાપકોને સૂચનો

કાર્યક્રમમાં /શોભાયાત્રમાં મદ્યપાન / નશો કરેલ ઈસમો સામેલ ન થાય, રસ્તામાં અબીલ ગુલાલ છુટા હાથે ગમે તેના ઉપર ન છાંટવામાં આવે, મસ્જીદ સામે કે લઘુમતીઓના વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચાર નહી કરવા. ત્યાં વધુ નહી રોકવા તેમજ નમાજના સમયે મસ્જીદો આગળ મોટેથી વાજીંત્રો, સુત્રોચ્ચાર નહી કરવા વગેરે બાબતોએ શોભાયાત્રામાં સામેલ તમામને સમજ કરી તેનું ચુસ્તપણે પાલન કરાવવું અને કરાવવા માટે આયોજકોએ બંદોબસ્તમાં હાજર પોલીસને સક્રિય સહકાર આપવો.

**
[09:09, 18/09/2025] Maulikbhai: જગતજનની મા ઉમિયાની કૃપાથી વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયા ધામના રાફ્ટનું કાર્ય સમય પહેલા જ અર્થાત 72 કલાકને બદલે માત્ર 54 કલાકમાં જ પૂર્ણ થયું છે. 15 સપ્ટેમ્બર 2025 ને સાંજે 5:00 વાગ્યે શરૂ થયેલું રાફટ કાસ્ટિંગ નું કાર્ય આજે 17 સપ્ટેમ્બર 2025 ને રાત્રે 11:00 કલાકે પૂર્ણ થયેલ છે. લગભગ 8,57,500 ઘન ફૂટના રાફટ નું કાર્ય સૌથી ઝડપ પૂરું કરવા બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો છે વિશ્વ ઉમિયા ધામે વધુ એક વખત વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે

Share This Article