ફેસબુક એ હાલના સમયમાં સોશિયલ મિડીયાનો રાજા ગણવામાં આવે છે. થોડા સમય પહેલા ફેસબુક ડેટા લીક મામલે ચર્ચામાં હતું. હવે ફરી એકવાર ફેસબુક ચર્ચામાં છે કારણકે ફેસબુકે હાલમાં જ ભારતના યુઝર્સ માટે નવા ફિચર લોન્ચ કર્યા છે.
ફેસબુકે પોતાની સ્ટોરી સર્વિસને વધારવા માટે ભારતમાં 3 નવા ફીચર્સ લોન્ચ કર્યા છે. હવે યુઝર્સ ફેસબુક પર પોતાના ફોટો, વીડિયો પછીથી જોવા માટે સેવ કરી શકશે. વોઈસ પોસ્ટ અપલોડ કરી શકશે અને સ્ટોરીઝને આર્કાઈવ કરી શકશે. આર્કાઈવના ફીચરની મદદથી યુઝર્સ સ્ટોરીઝને ફરીથી જોઈ શકશે.
આ ફીચર ભારતમાં પહેલા જ લાઈવ કરી દેવામાં આવ્યા છે. યુઝર્સ હવે ફેસબુક કેમેરાથી ક્લિક કરવામાં આવેલા ફોટોસ અને વીડિયો સેવ કરી શકશે.વાસ્તવમાં ફેસબુકનો આ ફીચર લોન્ચ કરવા પાછળનો આઈડિયા એ છે કે, યુઝર્સની સ્પેસ સ્માર્ટફોન પર બચાવવામાં આવે અને ફોટો, વીડિયો ક્લાઉડ પર સેવ થઈ જાય. ત્યારપછી તે સેવ્ડ કરેલા વીડિયો અને ફોટોઝને શેર પણ કરી શકાશે. આ પ્લેટફોર્મ પર માત્ર તે જ વીડિયો અને ફોટો સેવ કરી શકાશે જે ફેસબુક કેમેરાની મદદથી ક્લિક કરવામાં આવ્યા હોય.
આ ફીચર એન્ડ્રોઈડ ફેસબુક માટે અત્યારે ઉપલબ્ધ છે. જો કે કંપનીએ હજી સ્પષ્ટ નથી કર્યું કે એપલ યુઝર્સ માટે iOS પ્લેટફોર્મ પર પણ આ ફીચર આપવામાં આવશે કે નહીં.આ સિવાય વૉઈસ પોસ્ટ ફીચરના માધ્યમથી યુઝર્સ જેવી રીતે સ્ટોરી પોસ્ટ કરે છે તે જ રીતે ઓડિયો નોટ્સ પોસ્ટ કરી શકશે. આ ઓડિયો નોટ્સ સાથે હેન્ડસેટમાં સેવ્ડ ઈમેજને પણ જોડી શકાશે. લોકો પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફેસબુક પર ઓથેન્ટિક રીતે કનેક્ટ થઈ શકે તે માટે આ ફીચર લાવવામાં આવ્યું છે. હેઝે જણાવ્યું કે, વોઈસ પોસ્ટની મદદથી લોકો નવી રીતે પોતાની ભાવનાઓ લોકો સાથે શેર કરી શકશે.