ભાઈ-બહેનની જોડીએ PM મોદીના સન્માનમાં ગીત રજૂ કર્યું, આ સોંગમાં PM મોદીને નવગ્રહ ગુણોના મૂર્ત સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવ્યા

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ: ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 75મા જન્મદિવસની ઉજવણી ભાગરૂપે, સિટીના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાશ કાબરા અને તેમની બહેન રચનાએ હિન્દી ગીત તૈયાર કર્યું છે. આ સોંગમાં PM મોદીને નવગ્રહોના પ્રતીકવાદ દ્વારા તેમનાં ગુણોને પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં દરેક અવકાશી પદાર્થ PMની એક વિશિષ્ટ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આ રચના કાબરા ભાઈ-બહેન દ્વારા પ્રધાનમંત્રીના નેતૃત્વ અને અથાક કાર્ય નીતિ પ્રત્યેની ઊંડી પ્રશંસાને પ્રતિબિંબ પણ કરે છે. જો સંગીતની વાત કરીએ તો આ સુંદર ગીતને દર્શન દ્વિવેદી દ્વારા કંપોઝ અને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે, હર્ષ શાહે તેને કંઠસ્થ કર્યું છે, ગિટારિસ્ટ તરીકે સંકેત, અને સોંગને મધુ રાવલે દ્વારા મિશ્ર અને માસ્ટર કરવામાં આવ્યું છે.

આ ગીતના શબ્દો કૈલાશ અને રચનાના પિતરાઈભાઈ અને કાબરા જ્વેલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે PM અંગે અંગે પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું કે, “20 વર્ષથી વધુ સમયથી અમે મોદીજીના સમર્પણ અને શિસ્તથી પ્રેરિત છિયે. જેમાં નમ્રપણે અમારે અમારા હીરાના ઉદ્યોગને કેવી રીતે આગળ વધારવો તે પણ અમને તેમની પ્રેરણાથી શીખવા મળ્યું છે. તમે જાણો છો તેમ હીરો એ તેની કઠિનતા અને તેજસ્વીતા માટે જાણીતા છે, અને અમને લાગે છે કે, આ ગુણો તેમની શક્તિ અને તેમનો પ્રકાશ બધે કેવી રીતે ફેલાય છે તેનું પ્રતિબિંબ પૂરું પાડે છે,” વધુમાં કૈલાશ કાબરાએ કહ્યું કે, ઊર્જા અને ભક્તિથી ભરપૂર આ ગીત, PM નરેન્દ્ર મોદીને નવ અવકાશી પદાર્થોના અનન્ય ગુણો ધરાવતા તરીકે દર્શાવે છે, જેમાં શનિનું ધીરજ, સૂર્યનું તેજ, ​​ચંદ્રનું શાંતપણું અને મંગળની ગતિશીલતાનો સમાવેશ થાય છે. ગીતના શબ્દો તેમને “ભારતનું ગૌરવ, દેવી અંબેના સાચા ભક્ત અને જેમનો પ્રકાશ રાષ્ટ્રને પ્રકાશિત કરે છે” તરીકે વર્ણવે છે. વધુમાં આ ગીત ફક્ત કાબરા ભાઈ-બહેનોની PM પ્રત્યેની પ્રશંસા જ નહીં પરંતુ સખત મહેનત અને સેવાના મૂલ્યોમાં તેમની શ્રદ્ધાને પણ પ્રતિબિંબિત કરે છે. આ ગીત મોટા ભાગના ડિજિટલ અને સ્ટ્રીમિંગ મ્યૂઝિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

તમને કાબરા જ્વેલર્સ અંગે જણાવીએ તો, કાબરા જ્વેલ્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કૈલાશ કાબરા એ બે દાયકા પહેલા જ્વેલરી બિઝનેસમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી, અને હવે તેઓ કેકે જ્વેલ્સ બ્રાન્ડ હેઠળ અમદાવાદમાં ૭ જેટલાં જ્વેલરી શોરૂમ ચલાવે છે. તેમની કંપની દૈનિક વસ્ત્રોની ડિઝાઇનથી લઈને લગ્નના વિસ્તૃત સંગ્રહ સુધી સોના, ચાંદી અને હીરાના ઝવેરાતની વિશાળ શ્રેણી ઓફર કરે છે, અને સમગ્ર ગુજરાતમાં વધુ વિસ્તરણની યોજના ધરાવે છે. કાબરા પરિવારે અગાઉ વ્યવસાયમાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે એક ડઝન કર્મચારીઓને કાર ભેટ આપીને હેડલાઇન્સ બનાવી હતી.

Share This Article