1551 ધર્મસ્તંભ, 1000 એન્જિનિયર, 3000 શ્રમિકો… 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના ખર્ચે નિર્માણ પામશે વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા મંદિર

Rudra
By Rudra 2 Min Read
  • ઐતિહાસિકઃ વિશ્વ ઉમિયાધામના 1551 ધર્મસ્તંભ પર 9 લાખ ઘનફૂટનો કોંક્રિટ રાફ્ટનો કાર્યારંભ

  • વિશ્વમાં પ્રથમ વખત કોઈ મંદિરમાં 72 કલાકમાં 24 હજાર ઘનમીટરનો કોંક્રિટ રાફ્ટ ભરાઈ રહ્યો છે

  • 1000 એન્જિનિયર- સુપરવાઈઝર સાથે 3000 શ્રમિકો ભારતનું સૌથી મોટું રાફ્ટ કાસ્ટિંગ કરી રહ્યા છે

  • વિશ્વ ઉમિયાધામના રાફ્ટ કાસ્ટિંગમાં વપરાયેલા કોંક્રિટમાંથી 20 ફૂટ પહોંળો 27 કિમી લાંબો રોડ બની શકે

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ મંદિરનું નિર્માણ તેમજ સામાજિક સશક્તિકરણ અંતર્ગત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, સ્પોર્ટ્સ અને કલ્ચરલ સહિત અનેકવિધ સાંસ્કૃતિ પ્રવૃતિઓના કેન્દ્રસમા વિશ્વઉમિયાધામનું અમદાવાદમાં 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી નિર્માણ થઈ રહેલ છે. જે વિશ્વની 9મી અજાયબી સમાન ગણાશે. ત્યારે ઐતિહાસિક મા ઉમિયાના મંદિરનો ગગન વિહાર 1551 ધર્મસ્તંભ ઉપર આકાર લઈ રહેલ છે. જેનું રાફ્ટ કાસ્ટિંગ સતત 3 દિવસ અર્થાત્ 72 કલાકમાં સુધીમાં ભરવામાં આવી રહ્યો છે. જે ધાર્મિક ક્ષેત્રે વિશ્વનો સૌથી મોટો અને ભારતમાં પ્રથમવાર સૌથી મોટા રાફ્ટ ગણાશે. મહત્વનું છે કે લગભગ 24 હજાર ઘનમીટર અર્થાત્ 8 લાખ 57 હજાર 500 ઘન ફૂટ જેટલો ક્રોંક્રિટનો રાફ્ટ ભરાઈ રહ્યો છે. જે કાર્યનો શુભારંભ 15 સપ્ટેમ્બર 2025ને સાંજે 5 કલાકે શરૂ થયો છે. હવે 15-16-17-18 સપ્ટેમબર 2025 સુધી કાર્ય શરૂ રહેશે.

UmiyaDham

 

આ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રમુખશ્રી આર.પી.પટેલ જણાવે છે કે વિશ્વઉમિયાધામ માત્ર પાટીદારોનું જ નહીં સમગ્ર સનાધર્મનું પ્રતિક છે, આ સર્વ સમાજનું ધામ છે. 1551 ધર્મસ્તંભ પર બની રહેલા રાફ્ટ કાસ્ટિંગમાં 20 ફૂટ લાંબો 27 કિમી લાંબો રોડ બનાવી શકીએ તેટલા કોંક્રિટનો ઉપયોગ થયો છે. તો સાથે જ અમદાવાદથી મહારાષ્ટ્રના પૂના પહોંચી શકીએ તેટલી સ્ટીલનો ઉપયોગ થયો છે. એટલે અંદાજિત 680 કિમી લાંબો સ્ટીલનો વપરાશ થયો છે.

 

 

 

 

 

 

આંકડાકીય માહિતી

24,000 ઘન મીટરનો કોંક્રિટ રાફ્ટ
8, 57,500 ઘનફૂટનો કોંક્રિટ રાફ્ટ
4800 ટન સ્ટીલનો ઉપયોગ કરાયો
3600થી વધુ ટન સિમેન્ટનો ઉપયોગ
રાફ્ટની લંબાઈ 700 ફૂટ
રાફ્ટની પહોળાઈ 550 ફૂટ
રાફ્ટની ઊંડાઈ 8 ફૂટ
26 થી વધુ RMC પ્લાન્ટ કાર્યરત
250થી વધુ ટ્રાન્ઝિટ મિક્સર કાર્યરત
3000થી વધુ શ્રમિક સહિતના લોકો કાર્યરત
1000થી વધુ એન્જિનિયર અને સુપરવિઝન
4000થી વધુ ટ્રક સપ્લાઈમાં જોડાયા

Share This Article