સિટીની પ્રાઇડ પ્લાઝા હોટેલ ખાતે આજે : “ફરી એકવાર વાર” ફિલ્મની સ્ટારકાસ્ટે પોતાના નવીનતમ ગીત ”પાટણથી પટોળા”ના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ અને ગ્રીટનું આયોજન કર્યું હતું. આ મીટ એન્ડ ગ્રીટનું આયોજન અને ગ્રીષ્મા ત્રિવેદી અને આત્રીશ ત્રિવેદી ( શ્રી સાંઈ ફિલ્મ્સ ) દ્વારા કરવામાં આવ્યું હતું. જો આ ફિલ્મ “ફરી એકવાર વાર વિશે વાત કરીએ યો આ ફિલ્મને ડિરેક્ટ અખિલ કોટકે કરી છે જેને પ્રોડ્યુસ મધુ એન્ટરટેઇનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે કરી છે. “ફરી એકવાર વાર” ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ-અલગ લોકેશન પર થયું છે. આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, ટીકુ તલસાણીયા, જેવા દિગ્ગજ એક્ટર્સ છે. આ ઉપરાંત નેત્રી ત્રિવેદી, ઉત્સવ નાયક, અવનિ મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે.
આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સંપૂર્ણ પારિવારીક ફિલ્મ છે જેમાં ઇમોશન, અને કોમેડી થકી ખાસ મેસેજ પણ આપવામાં આવશે. આ ફિલ્મ વાત 12 સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. જો ટૂંકમાં આ ફિલ્મની વાર્તા વાત કરવામાં આવે તો વિશે આ ફિલ્મમાં આજકાલ સમાજમાં ઘણા યુવાનો અથવા સીનિયર સિટિઝન એકલવાયું જીવન જીવે છે. અને સમાજમાં ઘણા લોકો ડિવોર્સી, વિધવા-વિધુર હોય છે અને ઘણાએ વૃદ્ધાવસ્થા સુધી લગ્ન કર્યા હોતા નથી. જેને ફિલ્મ થકી રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં એ વાતનો ભાર મૂકવામાં આવ્યો છે કે, જીવન ગમે તે ઉંમરે તમે ફરીથી શરૂ કરી શકો છો. શહેરના પ્રાઇડ પ્લાઝા ખાતે આજે યોજાયેલ આ ફિલ્મના ગીત “પાટણથી પટોળા.” માટે ખાસ મીટ અને શુભેચ્છા કાર્યક્રમમાંનું પણ આયોજન કરાયું હતું. જેમાં દિગ્ગજ કલાકાર ટીકુ તલસાણિયાએ મીડીયાને સંબોધતા જણાવ્યું હતું કે, અમે લોકોએ ખૂબજ સરસ ફિલ્મ બનાવી છે, અમે આ ફિલ્મમાં ખૂબ જ મજા કરી છે. દિગ્ગજ એક્ટર ટીકૂ તલસાણિયાએ જણાવ્યું હતું કે અમારી ફિલ્મના ડિરેક્ટર અખિલ કોટક સાથે કામ કરવાની મને ખુબ મજા આવી. અને મને ખાતરી છે કે, આ ફિલ્મ ઓડિયન્સ જોઈને એમ જ કહેશે કે, ખુબ મજા આવી. ફિલ્મ “ફરી એકવાર વાર”ના ગીત વિશે વાત કરતા ગુજરાતના જાણીતા અભિનેત્રી મોના થીબાએ કહ્યું કે, “પાટણથી પટોળા” ગીત નવરાત્રીમાં ટોપ પર રહેશે અને તમામ લોકોનું આ ગીત ફેવરિટ બની જશે. નવરાત્રીમાં ખેલૈયાઓ આ ગીત પર મન મૂકીને ગરબા કરશે. તમને જણાવી દઈએ કે, આ ગીત જેટલું સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે એની સાથે આ ફિલ્મમાં પણ “પાટણથી પટોળા” ગીતને સુંદર રીતે પ્રસ્તુરજૂ કરવામાં આવ્યું છે.