સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ મહિલા સંગઠન સમિતીના માર્ગદર્શક પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ અને સંસ્થાના મહિલા પ્રમુખ ઉષા કપૂરને ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટરઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ મિસ્ટર રાજ મોદી મળ્યા.
સનાતન સંસ્કૃતિ પ્રેરણા આપે છે કે જીવન સરળ બનાવો. સત્યના પંથ પર ચાલો. સાદગીભર્યું જીવન જીવો.ઉચ્ચ વિચારો અપનાવો. આવા જ બધા ગુણો ધરાવતા ઝિમ્બાબ્વે ના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ મિસ્ટર રાજ મોદીએ પૂજ્ય બાપુ ને મળી ને આશીર્વાદ મેળવ્યાં, તેમજ સાથે ગુજરાત અને ઝિમ્બાબ્વે વચ્ચે સનાતનનો પ્રચાર પ્રસાર કેમ વધુ સારી રીતે થઈ શકે અને નારી સશક્તિકરણ ના પ્રોજેક્ટ્સ પણ કેમ વિશેષ થઈ શકે તે વિશે ચર્ચા કરી અને ઝિમ્બાબ્વે આવાનું આમંત્રણ પણ પાઠવ્યું.
સનાતન ધર્મમાં સદભાવ સાથે વ્યવહાર કરવાની વાત છે. દરેક દેવી દેવતા ને પોતાનું વાહન હોય છે એ એવું સૂચિત કરે છે પૃથ્વી પર વસતા તમામ પ્રાણીઓને જીવવાનો હક્ક છે. હિન્દુ ધર્મના અનેક દેવી દેવતાઓ બધામાં એકજ બ્રહ્મ નું દર્શન કરે છે. બધામાં એક ઈશ્વર તત્વ છે. આપણા શરીરમાં એક આત્મા છે. અનેકમાં એક નું દર્શન.
સનાતન સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થશે તો પ્રાણીમાત્ર પ્રત્યે સદભાવ ઉભો થશે. સનાતન સંસ્કૃતિ માં વનસ્પતિ ને પણ ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. તેથી પર્યાવરણ નું જતન પણ થશે. માનવતાની મહેક ખીલશે. ચારે બાજુ આત્મીયતા વર્તાશે અને સમાજ સમૃદ્ધ અને સુખી થશે. કોઈ પણ કંટ્રી માટે લાભદાયક થશે.
સનાતન સંસ્કૃતિ ના પ્રચાર પ્રસારથી લોકો સંબંધોનું મૂલ્ય સમજશે અને તેમનું દાયિત્વ નિભાવતા શીખશે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી દૂર રહેશે.