TikTokએ ગુડગાંવ ઓફિસ માટે નવી ભરતી શરૂ કરી, શું ટીકટોકની ભારતમાં થઈ રહી છે વાપસી?

Rudra
By Rudra 1 Min Read

TikTok Recruitment: ભારતમાં ટીકટોકને બેન થયા ચાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે. જૂન 2020માં જ્યારે ભારત સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે તેમાં સૌથી ચર્ચિત એપ ટીકટોક પણ હતી. તે સમયે ભારતમાં લગભગ 200 મિલિયન (20 કરોડ) યુઝર્સ ટીકટોકનો ઉપયોગ કરતા હતા. લાખો કન્ટેન્ટ ક્રિએટર્સને આ પ્લેટફોર્મે મંચ આપ્યો હતો, પરંતુ ચીન-ભારત વચ્ચેના તણાવ બાદ સરકારએ તેને ડેટા સુરક્ષા અને સ્વાધીનતા માટે ખતરો જણાવીને બેન કરી દીધું હતું.

ટીકટોકમાં નવી ભરતી

હાલમાં જ ટીકટોકે પોતાના ગુડગાંવ ઑફિસ માટે બે નવી ભરતીની જાહેરાત કરી છે. કંપનીએ LinkedIn પર બે જૉબ પ્રોફાઇલ પોસ્ટ કરી છે –

Content Moderator (Bengali Speaker) – Trust & Safety

Wellbeing Partnership and Operations Lead – Trust & Safety

આ જૉબ પોસ્ટિંગ બાદ ચર્ચા શરૂ થઈ છે કે શું ટીકટોક ફરી ભારતમા વાપસી કરશે? ખાસ કરીને એટલા માટે કે થોડા અઠવાડિયા પહેલા TikTok Indiaની વેબસાઇટ ફરીથી એક્સેસિબલ બની ગઈ હતી.

સરકારે હજુ સુધી કોઈ સત્તાવારા જાહેરાત કરી નથી. પરંતુ આ ભરતી અને વેબસાઇટની સ્થિતિ પરથી એવું સ્પષ્ટ થાય છે કે ટીકટોક ભારતમાં પોતાની હાજરી જાળવવા અને સંભવિત વાપસી માટે તૈયારી કરી રહ્યું છે.

Share This Article