જાફરાબાદના દરિયામાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો, હજુ ૮ ખલાસી લાપતા

Rudra
By Rudra 1 Min Read

અમરેલીઃ એક સપ્તાહ પહેલા અમરેલીના જાફરાબાદ બંદરથી મધ દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. તેમાં 3 જેટલી બોટ 11 જેટલા ખલાસીઓ સાથે પલટી હતી. પરંતુ તેમાંથી 3 માછીમારોના મૃતદેહ મળ્યા છે. જ્યારે 8 જેટલા ખલાસીઓ હજુ પણ લાપતા છે.

મળતી માહિતી મુજબ, જયશ્રી તાત્કાલિક બોટના માછીમાર હરેશ બારૈયા (રહે. વાસી-બોરસી, જલાલપુર, નવસારી)નો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો છે. આ દુર્ઘટના બાદ શરૂ થયેલી શોધખોળ દરમિયાન શુક્રવારે હરેશ બારૈયાનો મૃતદેહ મળી આવતા તેમના પરિવારમાં શોક છવાઈ ગયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ઓળખની કાર્યવાહી માટે જલાલપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

હજુ પણ 8 માછીમારો લાપતા છે, જેમની શોધખોળ કોસ્ટગાર્ડની ટીમ અને સ્થાનિક માછીમારો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે. કોસ્ટગાર્ડની ટીમ સાથે હવે માછીમારોની 10 બોટ પણ આ શોધખોળમાં જોડાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે મૃતદેહો શોધવામાં તકલીફ પડી રહી છે.

Share This Article