ગાંધીનગર : લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ ભાગ સમાપ્ત થયો જેમાં બુધવારે (૨૭ ઓગસ્ટ, ૨૦૨૫) લોકરક્ષક પોલીસ ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દસ્તાવેજ ચકાસણી માટે પસંદ થયેલા ઉમેદવારોને બોલાવવામાં આવશે. મહત્વનું છે કે ૧૨૦.૫૦ માર્ક્સે અટક્યું જનરલનું મેરીટ
ગત ૬ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ જાહેર થયેલા લેખિત પરીક્ષાના પરિણામો બાદ, રિચેકિંગ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. કુલ ૫૫૭ અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેની વિગતવાર ચકાસણી કરવામાં આવી. ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક ઉમેદવારોએ ર્ંસ્ઇ શીટ પર પ્રશ્નપુસ્તિકાનો કોડ ખોટો લખ્યો હતો, જેના કારણે ગુણોની ગણતરીમાં વિલંબ અને વિસંગતતા સર્જાઈ હતી. આવી ભૂલો અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે.
જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે કટ-ઓફ ૧૨૦.૫૦ ગુણ સુધી પહોંચ્યો છે. ર્ંસ્ઇ ભૂલોના કિસ્સાઓએ પરીક્ષા પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને સાવચેતીની જરૂરિયાત દર્શાવી છે. દસ્તાવેજ ચકાસણી માટે પસંદ થયેલા ઉમેદવારોને આગામી તબક્કાની માહિતી અધિકૃત વેબસાઇટ અને સૂચનાઓ દ્વારા આપવામાં આવશે.
મેરિટ લિસ્ટ, પુન:ચકાસણી અને ગેરલાયક ઠરેલા ઉમેદવારોની વિગતો સહિતની વધુ માહિતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકાશે.