આધ્યાત્મિક વર્ષાયોગ 2025 ગુજરાત યુનિવર્સિટી ના પ્રાકૃત પરિસરમાં દશલક્ષણ ધર્મ (પર્યુષણ) દરમિયાન એક વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક શિબિરમાં ભારત દેશભરના આશરે 10,000 શિબિરાર્થીઓ ભાગ લેશે.
આચાર્ય શ્રી સુનિલ સાગર જી મહારાજ સસંઘ ના પવિત્ર સાનિધ્યમાં યોજાનાર આ અભૂતપૂર્વ શિબિર અમદાવાદના ઈતિહાસમાં પ્રથમવાર યોજાઈ રહી છે. 10 દિવસ સુધી ચાલનાર આ શિબિરમાં અભિષેક-પૂજન, આચાર્ય શ્રીના પ્રેરણાદાયી પ્રવચનો, હજારો ભક્તો દ્વારા ગુરુપૂજન તથા સાંજે શંકા-સમાધાન અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા અનેક કાર્યક્રમો યોજાશે.
દશલક્ષણ પર્વ દરમિયાન આચાર્ય શ્રી દ્વારા સત્યા, અહિંસા, અપરિગ્રહ જેવા સિદ્ધાંતો પર રોજિંદા પ્રવચનો યોજાશે, જેનો સીધો પ્રસારણ જિનવાણી ચેનલ તથા Sanmati Sunilam YouTube Channel પર કરવામાં આવશે. આચાર્ય શ્રીના પ્રભાવને કારણે સમગ્ર ગુજરાતમાં પ્રાકૃત ભાષા વિષે ચર્ચા-વિચારણા શરૂ થઈ છે.
આ ચાતુર્માસ દરમ્યાન ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી શ્રી હર્ષજી સંઘવી, પ્રસિદ્ધ કવિ કુમાર વિશ્વાસ, કેન્દ્ર સરકારના મંત્રી શ્રી કિશોરભાઈ મકવાણા, શ્રી જગદીશભાઈ પંચાલ તથા અનેક મહાનુભાવો આચાર્ય શ્રીના આશીર્વાદ મેળવવા પધાર્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 300થી વધુ સ્વયંસેવકો દ્વારા પણ આચાર્ય શ્રી સમક્ષ પોશ્ટ વંદન કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા છે.
આગામી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ પધારશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સમગ્ર સમિતિ આ માટે પ્રયત્નશીલ છે.