સોભા ડ્રીમ હાઈટ્સ ગિફ્ટ સિટીમાં ઓક્યુપેન્સી સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર પ્રથમ નિવાસી પ્રોજેક્ટ બન્સોભા લિમિટેડ દ્વારા આજે ગિફ્ટ સિટીમાં તેના સીમાચિહનરૂપ નિવાસી પ્રકલ્પ સોભા ડ્રીમને ઓક્યુપેન્સી સર્ટિફિકેટ (ઓસી) પ્રાપ્ત થયું હોવાની ઘોષણા કરી છે. આ સાથે સોભા ડીમ હાઈટ્સ આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભારતની કાર્યશીલ સ્માર્ટ સિટી અને ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી)માં પ્રથમ નિવાસી ડેવલપમેન્ટ છે.
આ સિદ્ધિ વિશે બોલતાં સોભા લિમિટેડના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી નિસાંથે જણાવ્યું હતું કે, ‘‘સોભા ડ્રીમ હાઈટ્સ માટે ઓક્યુપન્સી સર્ટિફિકેટ પ્રોજેક્ટ માઈલસ્ટોન હોવા સાથે ભારતના સૌથી મહત્ત્વાકાંક્ષી શહેરી વિકાસમાં વિશ્વસ કક્ષાની લિવિંગ સ્પેસીસ નિર્માણ કરવાના અમારા ધ્યેયનો દાખલ છે. સોભા ગિફ્ટ સિટીના નિયમોનું પાલન કરવા અને વિશ્વસનીય, ભાવિ તૈયાર જીવન માટે નવાં સીમાચિહનો સ્થાપિત કરવા માટે પ્રથમ રિયલ એસ્ટેટ બ્રાન્ડ બનવા માટે ગૌરવ અનુભવે છે. બ્રાન્ડ તરીકે અમે ગિફ્ટ સિટીને ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને વૈશ્વિક ધોરણો આલેખિત કરતા મોડેલ સ્માર્ટ સિટી તરીકે નવી ઊંચાઈ સર કરવાના સરકારના ધ્યાય સાથે મજબૂત રીતે સુમેળ સાધીએ છીએ. ગિફ્ટ સિટીના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોભાની બાંધછોડ રહિત ગુણવત્તા સાથે અમે એવાં ઘરો નિર્માણ કરી રહ્યાં છીએ, જે ખરા અર્થમાં વિશ્વ સ્તરે નવો દાખલો બેસાડતી જીવનશૈલીને પહોંચી વળવા સાથે આધુનિક નિવાસીઓ માટે બેજોડ કમ્ફર્ટ અને સુવિધાની ખાતરી રાખે છે.
સોભા ડ્રીમ હાઈડ્સ ગિફ્ટ સિટીમાં સૌથી ઊંચા નિવાસી ટાવરમાંથી એક છે,સ જેને વિક્રમી સમયમાં સર્વ યુનિટ્સ વેચાણ જવા સાથે અદભુત પ્રતિસાદ મળ્યો છે. આ સફળતાથી પ્રેરિત સોભા બે વધુ પ્રીમિયમ ડેવલપમેન્ટ્સ- સોભા એવલોન (જે વેચાઈ ગયું છે) અને સોભા એલિસિયા (જ્યાં મર્યાદિત ઈન્વેન્ટરી બાકી છે) સાથે ગિફ્ટ સિટીમાં હાજરીને વિસ્તારી રહી છે. આ પ્રોજેક્ટ આ ઊભરતા વૈશ્વિક નાણાકીય કેન્દ્રમાં સોભાની પહોંચને વધુ મજબૂત બનાવે છે.