અમદાવાદ : વડાપ્રધાન મોદી હાલ ગુજરાત પ્રવાસે આવ્યાં છે ત્યારે સોમવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ રાજ્યના મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાનને આવકારવા લોકોની ભીડ જામી છે. વડાપ્રધાનને આવકારવા મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી છે. હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ સભા સ્થળ સુધી વડાપ્રધાનનો રોડ શો શરૂ થયો છે. વડાપ્રધાનને આવકારવા લોકો બિલ્ડિંગો પર ચઢી ગયા છે.સિંદૂર સાથે મહિલાઓએ વડાપ્રધાનનું વિશેષ સ્વાગત કર્યું હતું.વડાપ્રધાન મોદી સભા સ્થળે પહોંચ્યા હતાં. ત્યાં તેમને સ્મૃતિ ચિહ્ન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સભા સ્થળ પર મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ હાજર રહ્યાં છે.રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ગોબરમાંથી બનાવેલી ગણેશની મૂર્તિ આપીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું છે.વડાપ્રધાને રીમોર્ટ કંટ્રોલથી ૫૪૭૭ કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યાં હતાં.
વડાપ્રધાને નિકોલમાં રૂ. ૫૪૭૭ કરોડથી પણ વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ જનસભા સંબોધિત કરી જેમાં તેમણે અનેક મહત્ત્વના મુદ્દાઓ આવરી લીધા હતા.
દેશભરમાં ગણેસોત્સવનો અદ્ભુત ઉત્સાહ છે. ગણપતિ બાપાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જાેડાયેલી અનેક પરિયોજનાઓનો પણ શ્રીગણેશ થયો છે. મારું સૌભાગ્ય છે કે આજે મને વિકાસના અનેક પ્રોજેક્ટ જનતા જનાર્દનના ચરણોમાં સમર્પિત કરવાનો, તમને સોપવાનું સૌભાગ્ય મળ્યું છે.
મોટો પ્રમાણ માં આવેલી જનમેદની ના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનું નામ લીધા વિના ટ્રમ્પને જવાબ આપ્યો હતો. ઁસ્ મોદીએ કહ્યું, કે ‘દુનિયામાં આજે આર્થિક સ્વાર્થની નીતિ જાેવા મળી રહી છે. પણ હું મારા નાના બિઝનેસમેન અને ખેડૂતોને વાયદો કરું છું કે મારા માટે તમારું હિત સર્વોપરી રહેશે. મારી સરકાર ક્યારેય ખેડૂતો અને પશુપાલકોનું નુકસાન થવા દેશે નહીં. દબાણ ભલે ગમે તેટલું હોય, અમે આપણી શક્તિ વધારતાં જઈશું.‘
વધુમાં વડાપ્રધાન કહ્યું હતું કે, તમે અમદાવાદીઓએ કેવા કેવા દીવસો જાેયા છે. જ્યારે હુલ્લડબાજાે અને ચક્કા ચાલવનારાઓ લોકોને ઢાળી દે,. કર્ફ્યૂમાં જીવન ગુજારવું પડે. વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજિત થઈ જાય છે. આતંકવાદીઓ આપણુ લોહી વહાવે છે અને દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કંઈજ નહોતી કરતી. પરંતુ આજે આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી. ચાહે તેઓ ક્યાંય પણ છુપાયા હોય દુનિયાએ જાેયું છે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો છે. ૨૨ મિનિટમાં બધુ સફાચટ કરી નાખ્યું. સેંકડો કિ.મી અંદર જઈને આતંકવાદની નાભી પર હુમલો કર્યો. ઓપરેશન સિંદુર અમારી સેનાનું શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઈચ્છાશક્તિનું પ્રતિક બન્યું છે. ચરખા ધારી મોહન આપણા પૂજ્ય બાપુએ ભારતની સમૃદ્ધિનો રસ્તો સ્વદેશીમાં બતાવ્યો હતો. આ આશ્રમ તેનો સાક્ષી છે. જે પાર્ટીએ તેમના નામનો લાભ લઈને સત્તા સુખ ભોગવ્યું તેને બાપુની આત્માને કચડી નાંખ્યું. બાપુના સ્વદેશીના મંત્ર સાથે શું કર્યું.
તમે એ લોકોના મોઢે ક્યારેય સ્વચ્છતા અને સ્વદેશી શબ્દ નહીં સાંભળ્યો હોય. આ દેશ સમજી જ નથી શકતો કે તેમની સમજને શું થયું છે. ૬૦થી ૬૫ વર્ષ દેશ પર શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી ભારતને બીજા દેશો પર ર્નિભર રાખ્યો. પરંતુ આજે ભારતે આત્મ ર્નિભરતાને વિકસિત ભારતના નિર્માણનો આધાર બનાવ્યો છે. આપણા ખેડૂતો અને માછીમારો, પશુપાલકો અને ઉદ્યમીઓના દમ પર ભારત તેજીથી વિકાસના રસ્તા પર ચાલી રહ્યો છે. આર્ત્મનિભરતાના રસ્તા પર આગળ વધી રહ્યો છે. આપણા ગુજરાતમાં તો પશુપાલકો એટલી બધી સંખ્યામાં છે. પશુપાલનમાં ગુજરાતમાં બહેનોનું મોટુ યોગદાન છે. બહેનોએ પશુપાલનમાં યોગદાન આપીને આપણા ડેરી સેક્ટરને આર્ત્મનિભર બનાવ્યું. જેના ચારે તરફ જયગાન ચાલી રહ્યાં છે.
આજે દુનિયામાં આર્થિક સ્વાર્થ વાળી રાજનીતિમાં સૌ કોઈ પોતાનું કરવા મથી રહ્યુ ંછે. તેને આપણે જાેઈ રહ્યાં છીએ. હું અમદાવાદની આ ધરતી પરથી આપણા નાના ઉદ્યમીઓ અને નાના વેપારીઓ, ખેડૂતો અને મજૂરોને કહીશ કે હું ગાંધીની ધરતી પરથી બોલી રહ્યો છું. દરેક માટે હું તમને વારંવાર વાયદો કરૂ છું. મોદી માટે તમારુ હીત સર્વોપરી છે. મારી સરકાર, પશુપાલકો, ખેડૂતો અને નાના વેપારીઓનું ક્યારેય અહિત નહીં કરવા દે. આજે અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક છે. ગુજરાતમાં શાંતિ અને સુરક્ષાનું જે વાતાવરણ બન્યું છે તેના સુખદ પરિણામ આપણે ચારે તરફ જાેઈ રહ્યાં છીએ. આજે તમામ પ્રકારની ઈન્ડસ્ટ્રીઝનો વિસ્તાર ગુજરાતમાં થઈ રહ્યો છે. કેવી રીતે આપણું રાજ્ય મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે.
વડાપ્રધાન મોદીએ મુંબઈમાંથી ગુજરાતને અલગ કરવાનું આંદોલન ચાલતુ હતું મહાગુજરાત આંદોલન, ત્યારે અનેક લોકો આપણને કહેતા કે તમે ગુજરાતને અલગ કરીને શું કરશો તમારી પાસે છે શું. રાજ્યમાં ઉદ્યોગ અને ખેતી સહિત નદી કશું જ ના હોય તો શું કરશો. લોકો આપણી મજાક ઉડાવતા હતાં. પરંતુ ગુજરાતને માથે જ્યારે જવાબદારી આવી ત્યારે રાજ્યના લોકોએ પાછીપાની કરી નહીં અને આજે તમારી પાસે શું છે કહેનારાઓને જવાબ મળ્યો છે.આજે ગુજરાતમાંથી ડાયમંડ વિદેશમાં નિકાસ થાય છે.આજે ગુજરાતમાં બનેલા મેટ્રો ના કોચ બીજા દેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યાં છે. દેશમા વિમાનના અલગ અલગ પાર્ટ બનાવવા અને તેમના એક્સપોર્ટનું કામ પહેલાથી ચાલુ હતું. ગુજરાતમાં વિમાન બને એટલે આનંદ થાય કે ના થાય. ગુજરાત હવે સેમિકંડક્ટર સેક્ટરમાં મોટું નામ કરવા જઈ રહ્યું છે. આ સાથે જ હાંસલપુરમાં ઈવી વ્હીકલ બનાવવામાં આવશે. ત્યારે વડોદરામાં પ્લેન પણ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.