અમદાવાદ : શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે, ધોરણ ૧૦ માં ભણતા વિધાર્થીની ની મોત થયા ના કેસમાં પોલીસના મતે સ્કૂલની બેદરકારી પહેલી હોવાની વાત સામે આવી છે જેના કારણે ફરિયાદ નોંધાઈ છે, સતત ત્રીજા દિવસે સેવન્થ ડે સ્કૂલ બંધ છે, સ્કૂલના ગાર્ડે અને અન્ય કોઈએ મૃતક વિધાર્થીનીને બચાવવા માટે મહેનત નહી કરી હોવાની વાત પણ સામે આવી છે, સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં રોષ છે અને સ્કૂલની નિષ્કાળજી અને બેદરકારીના લીધે ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેવન્થ ડે સ્કૂલના સંચાલકો સામે ફરિયાદ નોંધી છે, સ્કૂલના સંચાલકની બેદરકારીના કારણે જીવ ગયો હોવાની વાત છે, તો વિધાર્થીને સમયપ્રમાણે સારવાર માટે સ્કૂલના સંચાલકોએ પણ ખસેડયો નથી, સમગ્ર ઘટનામાં ફરિયાદમાં વધુ કલમોનો ઉમેરો થાય તેને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટ પાસે પરવાનગી માગી છે, કોર્ટ કહે તો વધુ કલમોનો ઉમેરો થશે અને ફરિયાદ વધુ મજબૂત થશે. સ્કૂલ સામે ફરિયાદ નોંધાય તેવી માગ મૃતકના પરિજનોની પણ હતી.
એસીપી કૃણાલ દેસાઇએ જણાવ્યુ કે, ગત.૧૩ ઑગસ્ટે મૃતક નયનના પિતરાઇ ભાઇ સ્કૂલમાં પગથીયા ઉતરી રહ્યો હતો તેણે પાછળથી ધક્કો વાગતા તેનો હાથ હત્યા કરનાર મુખ્ય વિદ્યાર્થીને અથડાયો હતો. જે બાદ મુખ્ય વિદ્યાર્થીએ બોલાચાલી કરી હતી પરંતુ ત્યારે સમગ્ર મામલો થાળે પડી ગયો હતો ગત.૧૯ ઑગસ્ટે નયને તુ કેમ મારા પિતરાઇ ભાઇ સાથે બોલાચાલી કરતા હતો તેમ મુખ્ય વિદ્યાર્થીને પૂછી રહ્યો હતો ત્યારે તેનો મિત્ર ત્યાં આવી જઇને કેમ દાદાગીરી કરે છે તેમ કહીને કિચન કટર કાઢીને નયનના પેટમાં મારીને ચાવીની જેમ ફેરવીને કટર કાઢીને નાસી ગયા હતા.