સોશિયલ મીડિયામાં મહિલા પીએસઆઇ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી ભારે પડી, પાંચની ધરપકડ

Rudra
By Rudra 1 Min Read

જુનાગઢ : આજના સોશિયલ મીડિયાના યુગમાં લોકો અમુકવાર ભાન ભૂલી જતા બેફામ થઇ જતા હોય છે અને પછી તેમની પર કાયદેસરની કાર્યવાહી થાય છે કેમ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો માટે તેના ફાયદા અને ગેરફાયદાનું ખુબ ધ્યાન રાખવું પડતું હોય છે.

જૂનાગઢમાં એક ચોંકાવનારો કિસ્સો જાેવા મળ્યો હતો જેમાં, સોશિયલ મીડિયામાં મહિલા પીએસઆઇ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓએ આપના સમર્થક બનીને મહિલા પીએસઆઇ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં રહેતા ૫ શખ્સોએ આપના સમર્થક બનીને મહિલા પીએસઆઇ સામે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે જૂનાગઢ પોલીસે તપાસ શરુ કરી હતી અને તત્કાળ તપાસ શરુ કરી હતી.

જુનાગઢ પોલીસની ટીમે પોલીસે સાયબર ક્રાઇમની મદદ મેળવીને સોશિયલ મીડિયાના એકાઉન્ટોની તપાસ કરીને અભદ્ર ટિપ્પણી કરનારા ૫ શખ્સોની ઓળખ કરી હતી અને રાજ્યમાં અલગ અલગ રહેતા આ ૫ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

સોશિયલ મીડિયા પર ખોટી ઉશ્કેરણી કરનાર વિરુદ્ધ પોલીસે કડક વલણ દાખવ્યું હતું અને પકડાયેલા પાંચેય આરોપીના મોબાઇલ ફોન જપ્ત કરીને વધુ તપાસ શરુ કરી હતી.

Share This Article