આગામી છ દિવસ ગુજરાત માટે ભારે, હવામાન વિભાગની તોફાની આગાહી, આ જિલ્લાઓ જાહેર કર્યું રેડ એલર્ટ

Rudra
By Rudra 2 Min Read

ગાંધીનગર : ગુજરાતમાં આગામી છ દિવસ સાવર્ત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં ૨૪ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. બીજી તરફ માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી ૨૪ ઑગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આવતીકાલે મંગળવારે (૧૯ ઑગસ્ટ) અને ૨૦ ઑગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ આગામી ૬ દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.

હવામાન વિભાગ અનુસાર આજે ૧૯ ઑગસ્ટના રોજ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય ૨૮ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

૨૦ ઑગસ્ટે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ ઍલર્ટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરુચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આગામી ૨૩ ઑગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે ૨૧-૨૨ ઑગસ્ટના રોજ રાજ્યના ૨૬ જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે અતિભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં ૨૩ ઑગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ અને ૨૪ ઑગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

Share This Article