ગોતામાં પ્રિ-નવરાત્રિના ભવ્ય સેલિબ્રેશન ‘ગરબા ગ્રુવ 2025’નું આયોજન કરવામાં આવ્યું

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: ગોતા ખાતે આવેલા સહાના બેન્ક્વેટ હોલમાં પ્રિ-નવરાત્રિના ભવ્ય સેલિબ્રેશન ‘ગરબા ગ્રુવ 2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક સોશિયલ ઇન્ફ્લુએન્સર્સની સાથે ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા મૌલિક ચૌહાણ અને અભિનેત્રી કિન્નલ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન દીપક સેઠિયા, મયૂર ઠક્કર, આશિષ પંચોરી, નીલ શાહ (જુનિયર બોબી દેઓલ), અને મિતેશ પરમાર (આસ્થા ઇન્ટરનેશનલ કુરિયર) દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટને સફળ બનાવવા માટે જયકિશન, મેઘાંશ શાહ, દર્પણભાઈ (સ્નેપર ફિલ્મ સિટી), અને સહાના હોટેલ (એસ.જી. બિઝનેસ હબ) દ્વારા વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.

સોશિયલ ઈનફયુલન્સર અને મોડલ્સ જે પણ ગરબા ગ્રુવ 2025 સાથે જોડાયા છે તેમને ઘણા બેનેફિટ્સ , ઇમ્પોર્ટન્સ અને પ્રમોશન્સ આપવા માં આવ્યું કે તેઓ જે પ્રિ નવરાત્રી અને ઈન્સલુએનશર મીટ કરવામાં આવી જેમાં તેઓ એટલા ખુશ થઇ ગયા .કે તેમને બોસ ઇવેન્ટ અને ગરબા ગ્રુવ નો આભાર માન્યો.

આયોજકો દ્વારા આયોજિત પ્રિ-નવરાત્રિ અને ઇન્ફ્લુએન્સર મીટને કારણે ઉપસ્થિત તમામ સોશિયલ ઇન્ફ્લુએન્સર્સ અને મોડલ્સે આયોજકોની ટીમ ‘બોસ ઇવેન્ટ’ અને ‘ગરબા ગ્રુવ’નો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

ઉપસ્થિત કલાકારો અને આમંત્રિત મહેમાનોએ ગરબાના તાલે ઝૂમીને પ્રિ-નવરાત્રિની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને નવરાત્રિના આગમનનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

સિંધુ ભવન ખાતે યોજાનાર આ ઇવેન્ટમાં તમને ભીડભાડ વગર ગરબા રમવાનો મોકો મળશે, કારણ કે અહીં ક્ષમતા મુજબ જ પ્રવેશ આપવામાં આવશે. તમારી સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તમે મન મૂકીને ગરબાનો આનંદ માણી શકો.

આ નવરાત્રિમાં દસ દિવસ માટે દસ અલગ-અલગ ઓર્કેસ્ટ્રા અને ગાયકો તમને ગરબે રમાડશે. આ ઉપરાંત, થીમ આધારિત સજાવટ, રીલ્સ બનાવવા માટે ખાસ રીલ્સ ઝોન, અને ગુજરાતી તેમજ બોલિવૂડના સેલિબ્રિટી મહેમાનોની ઉપસ્થિતિ આ આયોજનને વધુ ખાસ બનાવશે.

ગરબાની સાથે સાથે, અહીં દસ જેટલા ફૂડ સ્ટોલ પણ હશે જ્યાં તમે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકશો. દરરોજ બમ્પર ગિફ્ટ્સ, શ્રેષ્ઠ ખેલૈયાઓ માટે ગિફ્ટ્સ, અને લકી ડ્રો જેવી કુલ ૧૦૦ ગિફ્ટ્સ પણ આપવામાં આવશે.

Share This Article