નિટકોની આવકમાં પ્રથમ ક્વાર્ટરમાં 114 ટકાનો ઉછાળો, અલીબાગ લેન્ડ ડેવલપમેન્ટ ડીલ અને ટાઇલ્સ બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ

Rudra
By Rudra 2 Min Read

નિટકોની આવકમાં પ્રથમ ક્વાર્ટરમાં 114 ટકાનો ઉછાળો, અલીબાગ લેન્ડ ડેવલપમેન્ટ ડીલ અને ટાઇલ્સ બિઝનેસમાં મજબૂત વૃદ્ધઅમદાવાદ : ટાઇલ્સ, માર્બલ અને મોઝેક ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી નિટકો લિમિટેડે નાણાકીય વર્ષ 2025-26 માટે તેના પ્રથમ ક્વાર્ટરના પરિણામોમાં સારા પ્રદર્શનની જાહેરાત કરી છે. તાજેતરમાં અલીબાગ જમીન પાર્સલ માટે તેણે કરેલા જોઇન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ (જેડીએ) અને તેના ટાઇલ્સ બિઝનેસમાં સ્થિર વૃદ્ધિથી આવકને બળ મળ્યું છે.

30 જૂન, 2025ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર માટે કંપનીની કામગીરીમાંથી કોન્સોલિડેટેડ આવક રૂ. 150.22 કરોડ થઇ છે, જે ગત વર્ષના સમાન સમયગાળાના રૂ. 70.22 કરોડની તુલનામાં 114 ટકા વધુ છે. કોન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 47.46 કરોડ થયો છે, જેની સામે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 43.52 કરોડની ખોટ થઇ હતી.

અલીબાગ લેન્ડ ડેવલપમેન્ટ ડીલથી મુખ્યત્વે આવકમાં વધારો થયો છે, જે ઇન્ટરેસ્ટ ફ્રી એડજસ્ટેબલ એડવાન્સ તરીકે ક્વાર્ટર માટે રૂ. 58.42 કરોડનું યોગદાન આપે છે. આ કરાર કંપનીની એસેટ મોનિટાઇઝેશન વ્યૂહરનાચમાં મહત્વપૂર્ણ કદમ છે, જે તેના રિયલ એસ્ટેટ હોલ્ડિંગમાં વેલ્યુ અનલોક કરે છે.
રિયલ એસ્ટેટમાં લાભ ઉપરાંત ટાઇલ્સ અને સંલગ્ન પ્રોડક્ટ્સ સેગમેન્ટે સ્થિર પ્રદર્શન નોંધાવતા રૂ. 91.27 કરોડની આવક હાંસલ કરી છે, જે ગત વર્ષના સમાન સમયગાળાના રૂ. 69.66 કરોડની તુલનામાં આશરે 31 ટકા વધુ છે. તે નિટકોની ડિઝાઇન આધારિત સરફેસ માટેની બજાર માગ તથા સંચાલકીય કાર્યક્ષમતા દર્શાવે છે.

આ પરિણામો અંગે પ્રતિક્રિયા આપતાં નિટકોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિવેક તલવારે જણાવ્યું હતું કે: “પ્રથમ ક્વાર્ટર નાણાકીય વર્ષની મજબૂત શરૂઆત દર્શાવે છે. અલીબાગ ડેવલપમેન્ટ ડીલ અમારી લેન્ડ બેંકમાંથી મૂલ્ય મેળવવાની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે તેમજ અમારો મુખ્ય ટાઇલ્સ વ્યવસાય સતત સારા પરિણામો આપે છે. અમને વિશ્વાસ છે કે આગામી ક્વાર્ટરમાં આ વૃદ્ધિ ગતિ જાળવી રાખવામાં આવશે.”

Share This Article