Sant Shiromani Shri Rohidas Samaj Seva Sangh, business summit, Chandkheda, Ahmedabad,
અમદાવાદ : સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ ખાતે એસ સી એસ ટી બિઝનેસ સમીટ નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ સી એસ ટી બિઝનેસ સમીટ ઈન્ડિયા ટીમ પ્રણેતા અને પ્રમુખ રાજેશ કુમાર નાનજીભાઈ સોલંકી ભુવાલડી અમદાવાદ તથા સુગતભાઈ કનુભાઈ પરમાર શાંતિલાલ પરમાર, હરીશભાઈ પરમાર, નવીનભાઈ પરમાર હિંમતનગર, ભવાનભાઈ મકવાણા ગાંધીનગર, વિઠ્ઠલભાઈ પરમાર ગાંધીનગર, જયંતીભાઈ ડાભી, નિર્મલ અડાલજા, ગિરીશભાઈ ઊંઝા સમગ્ર ટીમ દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમીટ નામી બિઝનેસમેનો, ગર્વમેન્ટ બિઝનેસ કોચ, export import ફેકલ્ટી,MSME director,gidc gandhinagar,સહ ઘણાં ફેકલ્ટીઓએ ઉપસ્થિત રહી શિક્ષિત બેરોજગારો મહિલાઓ માટે New startup ના વિવિધ પ્રાવધાન નુ ખુબ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું,આ બિઝનેસ સમીટ માં ૩૫૦ થી ૪૦૦ યુવાઓ મહિલાઓ ભાગ લઈ આનો લાભ લીધો હતો,આ બિઝનેસ સમીટમાં આગામી ડિસેમ્બરમાં ભારતનુ દ્વિતીય રાષ્ટ્રીય એસ સી એસ ટી મેગા બિઝનેસ સમીટ,મેગા બિઝનેસ એક્સ્પોનું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે જેની સત્તાવાર જાહેરાત એસ સી એસ ટી બિઝનેસ સમીટ ઈન્ડિયા ટીમ પ્રણેતા અને પ્રમુખ રાજેશ કુમાર નાનજીભાઈ સોલંકી ભુવાલડી અમદાવાદ દ્વારા કરવામાં આવી હતી.
શાંતિલાલ પરમાભાઈ મહેરીયા,સુગતભાઈ પરમાર હરીશભાઈ પરમાર સહ તમામ એસ સી એસ ટી બિઝનેસ સમીટ ઈન્ડિયા ટીમ નાં સદસ્યોએ રાતદિવસ અથાગ પ્રયત્નો કરી આ સમીટ ને સફળતા પ્રાપ્ત કરાવી. સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ તથા વણકર સેવા સંઘ ચાંદખેડા,નો ખુબ ખુબ આભાર છે ,સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ પ્રમુખ શ્રી ભીખુભાઈ ભાલકીયા સાહેબ મંત્રી શ્રી નટુભાઇ પરમાર સાહેબ , વણકર સેવા સંઘ ચાંદખેડા પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર સાહેબ ,મંત્રી શ્રી મોતીભાઈ પાટણ વાળા તથા સેસા ફેડરેશન ના દીપક મારું નો તથા તમામ મહાનુભાવો ના સહયોગ થી જ આ બિઝનેસ સમીટ સફળ બન્યું છે, આગામી ડિસેમ્બરમાં ભારતનુ દ્વિતીય રાષ્ટ્રીય બિઝનેસ સમીટ મેગા બિઝનેસ સમીટ એક્સ્પો ના આયોજન માં જોડાવા માટે . SC ST BUSINESS SUMMIT INDIA Team.