ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘સાતમા ઉદગમ સુરોત્સવ’નું સફળતાપૂર્વક આયોજન કરાયું

Rudra
By Rudra 3 Min Read

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ‘સાતમા ઉદગમ સુરોત્સવ’નું ભવ્ય રીતે સંપન્ન થયું.ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ ભારતીય શાસ્ત્રીય સંગીતના સંરક્ષણ અને પ્રચાર માટે પ્રતિબદ્ધ છે. વર્ષ ૨૦૧૮થી વિવિધ સંગીત કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવી રહ્યું છે. આ જ પરંપરાને જાળવી રાખીને, ગાંધીનગર ખાતે ૧૯ જુલાઈ ૨૦૨૫ ના રોજ સાંજે સંગીતપ્રેમીઓ માટે એક અત્યંત યાદગાર અને સુમધુર સંગીતમય સંધ્યાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.

ગાંધીનગરના પ્રતિભાશાળી કલાકારોએ આંબેડકર હોલ, ગાંધીનગર ખાતે યોજાયેલ ઉદગમ સુરોત્સવની અવિસ્મરણીય રાત્રિના આરંભે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો. આશિષ દવે, અધ્યક્ષ, ભાજપ મહાનગર, ગાંધીનગર મહાનગરં પાલિકાના મહિલા અને બાદ કલ્યાણ સમિતિના અધ્યક્ષ હેમા મંથન ભટ્ટ, અને  વિક્રમસિંહ ગોલ, સરબા પેટ્રોલિયમ, વાવોલ, સંજય સીંગએ હાજરી આપી. ઉદગમના મે. ટ્રસ્ટીએ ડો. મયુરભાઈ જોષીએ સ્વાગત પ્રવચનમાં ઉદગમના ભારતીય શાસ્ત્રીય સંગીતના સુમધુર ભાવમાં ગુંથાયેલા ક્લાસિક ફિલ્મી ગીતો કાર્યક્રમ ઉદગમના શાસ્ત્રીય સંગીતના સંવર્ધનને બળ પૂરું પાડે છે. ઉદગમ દ્વારા ગાંધીનગરના સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા વિવિધ કરવાની સાથે આગામી કાર્યક્રમોની જાણકારી આપી હતી.

ઉદગમ સુરોત્સવમાં સંગીત રસિકોને ગાંધીનગરના જ કલાકારો પારુલ મહેતા, આરતી ભટ્ટ, પલ્લવી પટેલ, હિમાદ્રી ત્રિવેદી, હેતલ ભટ્ટ, ધ્રુવી વખારીયા, અમીષા સોલંકી, જીનલ પંડ્યા, ઋષિરાજ પરમાર અને ડો. ભાર્ગવ ધરાયાએ કર્યું. તેમણે ‘જાગો મોહન પ્યારે’, ‘ભીની ભીની ભોર’, ‘પાયલિયા ઝનકાર’, ‘મોહે રંગ દો’, ‘ઓ સજના બરખા’, ‘બડા નટખટ હૈ’, ‘જબ દીપ જલે’, ‘જીયા લઈ ગયો’, ‘નેનો મેં બદરા’, ‘આઓગે જબ’, ‘તેરે સુર’, ‘સલોના સા સજન’, ‘માહી તેરી ચુનર’, ‘ગરજ ગરજ’, ‘હમે તુમસે પ્યાર’, ‘વીરહ’, ‘રંગી સારી’, ‘લગજા ગલે’, ‘અજી રુઠકર’ અને ‘પિયા તો સે’ જેવા અનેક ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગ આધારિત વિવિધ ગીતોની અદભુત પ્રસ્તુતિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.

ઉદગમ સુરોત્સવમાં મંચ સંચાલન અને સંકલન પારુલ મહેતાએ ખુબ જ સરસ રીતે કર્યું હતું. તેઓએ દરેક રાગની ઊંડાણપૂર્વક સમજ આપી હતી. ગાંધીનગરના પ્રખ્યાત તબલાવાદક બલવંત(બલ્લુ) સિંધાએ સંગીત સંકલન કર્યું હતું. ઉદગમ સુરોત્સવમાં આશાબેન સરવૈયા, જયરાજસિંહ સરવૈયા, વીણાબેન વોરા, હિરેન ભટ્ટ, મનોજ જોષી, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ચાણક્ય જોશીએ કાર્યક્રમની સફળતા બદલ તમામ કલાકારો, ઉપસ્થિત અતિથિઓ, સંગીતપ્રેમી શ્રોતાઓ અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

 

Share This Article