બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ૪૦ કરોડ રૂપિયાના કોકેન સાથે એકની ધરપકડ

Rudra
By Rudra 1 Min Read

બેંગલુરુ : ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના બેંગલુરુ ઝોનલ યુનિટના અધિકારીઓએ ચોક્કસ માહિતીના આધારે ૧૮.૦૭.૨૦૨૫ના રોજ સવારે દોહાથી બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચેલા એક ભારતીય પુરુષ મુસાફરને અટકાવ્યો હતો.

તેના સામાનની કાળજીપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે તે બે સુપરહીરો કોમિક્સ/મેગેઝિન લઈ જઈ રહ્યો હતો જે અસામાન્ય રીતે ભારે હતા. અધિકારીઓએ કાળજીપૂર્વક મેગેઝિનના કવરમાં છુપાયેલ સફેદ પાવડર શોધી કાઢ્યો હતો.

આ પાવડર કોકેન હોવાની પુષ્ટિ થઈ હતી. જપ્ત કરાયેલ કોકેનનું વજન ૪,૦૦૬ ગ્રામ (૪ કિલોથી વધુ) હતું અને તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ ૪૦ કરોડ રૂપિયા હતી. તેને દ્ગડ્ઢઁજી કાયદાની જાેગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ, મુસાફરની દ્ગડ્ઢઁજી કાયદા, ૧૯૮૫ની જાેગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને ૧૮ જુલાઈ, ૨૦૨૫ના રોજ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

Share This Article