ચિરીપાલ ગ્રુપ અને મિર્ચીએ સસ્ટેનેબીલીટીના સ્ટ્રોંગ મેસેજ સાથે ગ્રીન યોદ્ધા કેમ્પેઈનનું આયોજન કરાયું

Rudra
By Rudra 2 Min Read
હાલમાં અમદાવાદે એક વાઇબ્રન્ટ સેલિબ્રેશન જોયું. ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા કેમ્પેઈનનો ગ્રાન્ડ ફિનાલે ઇવેન્ટ શરૂ થયો. ચિરિપાલ ગ્રુપ અને મિર્ચીએ મળીને આ કેમ્પેઈન ચલાવ્યું હતું. એમનો મુખ્ય હેતુ વધુમાં વધુ પ્લાન્ટેશન કરવાનો હતો, અને એમણે શહેરના બધા લોકોને એકસાથે લાવીને હરિયાળા ભવિષ્ય માટે પ્રતિજ્ઞા લીધી.

આ કેમ્પેઈન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે (૫ જૂન) પર લૉન્ચ થયું હતું, અને અમદાવાદના લોકોને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો. પબ્લિકે સેપલિંગ્સ માટે રજિસ્ટર કરાવ્યું અને સોસાયટીઓ, સ્કૂલો, અને AMCના પ્લોટ્સ પર પ્લાન્ટેશન ડ્રાઇવ્સમાં એક્ટિવ બનીને ભાગ લીધો. એક વિઝનને એમણે એક ચળવળમાં બદલી નાખ્યું.

વેજલપુરના MLA અમિત ઠાકર, ચિરિપાલ ગ્રુપના પ્રમોટર વંશ ચિરિપાલ, અને અપકમિંગ ફિલ્મ ‘વિશ્વગુરુ’ના સ્ટાર કાસ્ટ હાજર રહ્યા. એમની હાજરીએ આ ઇનિશિયેટિવનું મહત્ત્વ વધાર્યું અને ઘણા લોકોને ક્લાઇમેટ માટે ગંભીર વિચારો કરવા પ્રેરિત કર્યા.

આ કાર્યક્રમમાં બોલતા, વંશ ચિરિપાલે કહ્યું, “ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા campaign માટે મિર્ચી સાથે અમારા collaboration nu આ સતત ચોથું વર્ષ છે. અમારા માટે, તે ફક્ત વૃક્ષો વાવવા વિશે નથી – તેમનું પાલનપોષણ કરવા અને તેઓ મજબૂત બને તે સુનિશ્ચિત કરવા વિશે છે. ધરતી માતાને પાછું આપવા અને હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવાની આ અમારી નમ્ર રીત છે.”

સ્ટાર પાવર ઍડ કરવા અને લોકોમાં હર્ષોલ્લાસનો માહોલ આપવા, મુકેશ ખન્ના અને સોનુ ચાંદપાલ પણ સેલિબ્રેશનમાં જોડાયા અને એમણે એન્વાયરમેન્ટલ કોઝીસ માટે સપોર્ટ બતાવ્યો. એમની હાજરીએ અટેન્શન ખેંચ્યું અને એન્વાયરમેન્ટલ સસ્ટેઇનેબિલિટીનું ઇમ્પોર્ટન્સ વિશાળ ઑડિયન્સ સુધી પહોંચ્યું. મિર્ચી RJs એ એનર્જી હાઇ રાખી, ઑડિયન્સને એન્ગેજ કરી અને ઇવેન્ટને ફન-લવિંગ અને મેમોરેબલ બનાવી.

ઇવેન્ટનો અંત એક સિમ્બોલિક ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ સાથે થયો, જેમાં બધા ગેસ્ટ્સ અને અટેન્ડીઝે સેપલિંગ્સનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી. આ લાંબા ગાળાના એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ તરફ એક આશાભર્યું પગલું હતું.

AMCનો સપોર્ટ, અને JM ફાઇનાન્સિયલ અને વડીલાલના સાથથી, આ ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા કેમ્પેઈન શહેરમાં ફક્ત હરિયાળા પેચિસ જ નહીં, પણ સસ્ટેઇનેબિલિટી માટે એક માઇલસ્ટોન બનાવી ગયું. આ સક્સેસફુલ વ્રૅપ-અપ સાથે, ચિરિપાલ ગ્રુપ અને મિર્ચીએ પ્લેનેટ માટે પોઝિટિવ ચેન્જ લાવવાની એમની પ્રોમિસને વધુ કોન્ફિડન્ટ બનાવી છે.

Share This Article